Breaking News

ખેડૂતને ખાતર ન મળતા કરી આત્મહત્યા, ઝેર ખાઈને ટૂંકાવી દીધું પોતાનું જીવન.. વાંચો..!

આ વરસ ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. કારણ કે વરસાદે મોટાભાગના ખેડૂતો નિરાશ કર્યા છે. વરસાદના લીધે બધો જ પાક નિષ્ફળ ગયો છે. અને પડ્યા પર પાટું ની જેવી સ્થિતિ ઉભી થઇ છે. તેવામાં મધ્યપ્રદેશમાં અતિશય વરસાદ બાદ ખેડૂતોને ખાતર ન મળવાથી તેઓ ખૂબ જ પરેશાન છે..

મધ્યપ્રદેશના અશોક નગર માં ખેડૂતોને ખાતર ન મળવાને લીધે તેણે આત્મહત્યા કરી લીધી છે. જેથી આસપાસના ગામોમાં ચકચાર મચી ગયો છે. ખેડૂતના પરિવારજનો એ દાવો માંડ્યો છે કે ખેડૂતોને ખાતર ન મળવાથી અને વરસાદના લીધે પાક બરબાદ થઈ જવાના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

ખાતર માટે દિવસેને દિવસે ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ ખાતર વિતરણ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા ખેડૂત ને પોતાના જીવન ટૂંકાવવાનો વારો આવી ગયો છે.  આ ખેડૂતનું નામ ધનપાલ યાદવ છે. જે અશોકનગરના ઈસાગઢ થાણા ક્ષેત્રના મોટી પીપળી ગામમાં રહે છે.

ધનપાલ યાદવ પાસે ૧૨ વીઘા જમીન છે. જેના સહારે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરંતુ ખાતર ન મળવાના કારણ એ તેઓ ખેતરમાં ખાતર નાખે તો તમામ પાક પાણીના લીધે બળી જવાની સંભાવના હતી. તેથી તેઓએ ઘરે આવીને સલ્ફાસ ની ગોળી ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

ધનપાલ ના ભત્રીજા જયપાલ યાદવ એ જણાવ્યું છે કે ધનપાલ યાદવ એ ઘઉંમાં લગાવવાની કીટનાશક દવા સલ્ફાસ ખાઈને પોતાનો જીવ ગુમાવી દીધો છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે ધનપાલ યાદવ છેલ્લા દસ પંદર દિવસથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ તેમને યોગ્ય જવાબ મળતો નહોતો.

તેઓએ પોતાના 12 વિઘા જમીનમાં સોયાબીનનો પાક આવ્યો હતો. જે વરસાદથી સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો હતો. તેમજ ખાતર ન મળવાના કારણે આગામી પાકની વાવણી પણ શક્ય બની નહોતી. તેથી તેઓ ખૂબ જ પરેશાન હતા. અને માનસિક તણાવમાં આવી ગયા હતા.

જેથી તેઓએ ઝેર ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનાની જાણ પરિવારજનો મેં થતાં તેઓ તરત જ હોસ્પિટલ લઇ ગયા છે. પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે તેમનું મોત નિપજ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *