ખેડૂત દિવસ રાત મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉગાડે છે અને કુદરતી આફતોનો સામનો કરતા કરતા ખેતી કર્યા બાદ જરૂરી પાકને વેચવામાં આવતો હોય છે. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હકીકતમાં ખેતી એક એવો વ્યવસાય છે કે, જેમાં ક્યારે નુકસાની થઈ જાય તેનું નક્કી રહેતું નથી.
મૂળ લવેટના ઉમેશભાઈ ચૌધરી છેલ્લા ઘણા વર્ષોથી માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રહી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ વાંકલ ગામની સ્નેહલ પાર્ક સોસાયટીમાં રહે છે અને ખેતીનું કામ કરે છે. તેમની પત્ની પણ ગામની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ રોજ પોતાના ખેતરે ખેતી કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા..
એક દિવસ તેઓ પોતાના પરિવારની સાથે લવેટ ગામ રહેવા માટે ગયા હતા. આ ગામમાં તેઓએ રાત્રિના સમયે રોકાણ કર્યું હતું. પરંતુ બીજે દિવસે સવારે તેમની પત્ની શિક્ષિકા હોવાથી ફરજ પર જવાનું હોવાથી તે પોતાના ઘરે પરત સ્નેહલ પાર્ક સોસાયટીમાં આવી ગયા હતા. તેમની પત્ની નું નામ શીલાબેન છે. જ્યારે શીલાબેન પોતાના ઘરે પહોંચી અને મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે…
તેઓએ જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે દરવાજોનો નકુચો એકદમ તૂટેલો હતો. એટલા માટે તેઓને જાણ થઈ કે કદાચ તેમના ઘરે કોઈ ચોર લૂંટારાઓ ત્રાટક્યા છે. તેઓ જ્યારે ઘરમાં અંદર પ્રવેશ્યા ત્યારે જોયું કે કબાટનો લોક પણ તોડી નાખવામાં આવ્યો હતો અને તેની અંદરના ખાનામાં રહેલા બે મંગળસૂત્રો ,કાનની બુટ્ટી, ચેન, બંગડી, બ્રેસલેટ, રજવાડી પાટલા સાથે કુલ 20 તોલા કરતાં પણ વધારે સોનાની દાગીના ચોરી થઈ ગયા હતા…
હકીકતમાં ખેડૂતે તનતોડ મહેનત કરીને આ તમામ દાગીનાઓ ખરીદ્યા હશે અને ચોર લૂંટારા હોય માત્ર એક રાતની અંદર જ આ તમામ મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું અને આ તમામ દાગીનાઓ ચોરી કરીને તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઉમેશભાઈ ચૌધરીએ પોતાની ઘરે થયેલી ચોરીની આ ઘટના ને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
ને આ ચોરને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે જણાવ્યું છે. હકીકતમાં રાજ્યમાં ચોરી અને લૂંટફાટની ઘટનાએ માઝા મૂકી છે. રોજ રોજ જુદા જુદા વિસ્તારમાંથી અસંખ્ય ચોરીના બનાવો સામે આવે છે. જો ચોર લૂંટારાઓને કોઈ વ્યક્તિ ચોરી કરતા જોઈ છે. તો તેઓ ઉપર પણ જીવનું જોખમ રહેલું હોય છે. કારણ કે જો લૂંટારાઓ પાસે રહેલા ધારદાર હથિયાર વડે તે જે તે વ્યક્તિ ઉપર વાર પણ કરી દે છે ચોર લૂંટારાઓનો સામનો કરવો દિન પ્રતિદિન ખૂબ જ મુશ્કેલ બનતો જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]