Breaking News

ખેડૂતની વાડીએ પોલીસે છાપો માર્યો, બંધ ઓરડીનું તાળું ખોલતા જ દ્રશ્ય જોઇને સૌ કોઈને આંખે ધોળા દિવસે આવી ગયા અંધારા.. જાણો..!

થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના માંથી પોલીસે ખેડૂતને પકડી પાડયો હતો. ખેડૂત પોતાના ખેતરની ચારેબાજુ મકાઈ અને જુવારની ખેતી કરી રહ્યો હતો. જ્યારે વચ્ચેના ભાગે ગાંજા જેવા નશાકારક ચીજવસ્તુઓને ખેતી કરતો હતો. પોલીસે બાતમીના આધારે ખેડૂતને પકડી પાડયો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો..

આ બનાવ બન્યાના માત્ર એક અઠવાડિયા બાદ ફરી એકવાર સુરેન્દ્રનગરમાં બીજા એક ગામમાં મોસંબીની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. પોલીસે બાતમીના આધારે આ ખેડૂતને પણ પકડી પાડયો હતો. અને હવે વધુ એક ભેજાંબાજ ખેડૂત ગાંધીનગર-માણસાના સલૈયા ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે..

પોલીસને બાતમી મળી હતી કે સાલેયા ગામમાં પ્રજાપતિ વાસમાં સુનિલ ડાયાભાઇ પ્રજાપતિ નામનો એક યુવક રહે છે. જે વ્યવસાય ખેતીનો કામકાજ કરી રહ્યો છે. પરંતુ હકીકતમાં તે ગોરખધંધા સાથે પણ જોડાયેલો છે. પોલીસનો કાફલો ગામમાં જઈને આ યુવકના રહેઠાણ વિશે પૂછપરછ કરી હતી. ઘર મળતાની સાથે જ ઘરની અંદર પાંચ કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી..

પરંતુ પોલીસે શોધખોળ દરમિયાન કોઇપણ વસ્તું હાથ નહીં લાગતાં. તેઓ સુનિલ ભાઈની વાડી તરફ આગળ વધ્યા હતા. એ વાડી પર છાપો મારીને જરૂરી ચીજવસ્તુઓ શોધવા લાગ્યા હતા. પોલીસે ખેતરમાં ઉભેલા તમામ પાકોને પણ તપાસ કરી હતી. અને ત્યાર બાદ ખેતરમાં રહેલી ઓરડીની તલાશી લેવા માટે તેઓ આગળ વધી રહ્યા હતા..

પરંતુ સુનિલભાઈ એ બાજુ પોલીસને જવામાં અડચણ રૂપ બનતા હતા. પોલીસે તાબડતોડ ઓરડીનું તાળું તોડી નાખ્યું હતું. અને અંદર જતા જોયું તો સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. અને ચક્કર ખાઈ ગયા હતા. કારણ કે આ ઓરડીની અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો હાજર હતો. કે તે જોઈને ઘણા લોકો આખો ફાડી ગયા હતા..

આ ઓરડી અંદરથી કુલ ૨૦૦ લીટર જેટલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. જેની કુલ કિંમત અંદાજે બે લાખ રૂપિયાની છે. વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને તેનો છૂટક વેચાણ કરનાર સુનિલ પ્રજાપતિ નામના યુવકને પોલીસે ધરપકડ કરી છે. અને પ્રતિબંધિત વસ્તુઓનો વ્યાપાર કરવાના આરોપસર કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.

ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરનાર વ્યક્તિઓ દારૂનો ધંધો સંભાળવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. જેમાં છેલ્લા એક મહિનાની અંદર કુલ ૧૫ થી ૨૦ જેટલા બુટલેગરો અને પોલીસે પકડી પાડયો છે. તેમજ વિદેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા લોકોને પણ પકડી પાડયા છે. અને જુદી જુદી જગ્યાઓ પર છાપા માર્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *