Breaking News

ખેડૂત માટે સંકટ : ખેતરમાં આગ લગતા 70 વીઘાના ઘઉંનો પાક ઉભે ઉભો બળીને ખાખ, આગ પાછળનું કારણ છે ચોંકાવનારૂ..!

ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં કુદરતી દરેક પરિબળો તેમજ નસીબનો સાથ છેક સુધી જોઈએ છે. તો જ ખેતરમાં તમે યોગ્ય પાક લઈ શકો છો. પરંતુ હાલના સમયમાં કુદરતનો સાથે આટલો બધો ખેડૂતોને મળી રહ્યો નથી. કારણ કે અવારનવાર ગુજરાતમા માવઠા અને વાવાઝોડાઓ ત્રાટકતા હોઈ છે.

આવી કુદરતી પરિસ્થિતિઓની વચ્ચે પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. પરંતુ હવે તો તેઓને કુત્રિમ આફતો પણ નડવા લાગી છે. એમાં ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલા સરખડી ગામમાં મોટાભાગના ખેડૂતોએ ઘઉંનો પાક વાવ્યો છે. સરખડી ગામમાં રહેતા ગોવિંદભાઇ વાળા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉં વાવેલા હતા..

કેટલાય પાણ પાયા બાદ ઘઉં તે જમીનમાં સુકવણી માટે ઊભા હતા. બસ એને કાપી ને ઘરે પહોંચાડી એટલી જ વાર હતી. પરંતુ આ ઘઉં તેમના નસીબમાં ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અચાનક જ તેમના ખેતર માં આગ લાગી જતાં ઘઉંનો ઉભો પાક સળગીને ખાખ થઈ ગયો હતો…

આ સાથે સાથે ઉનાળાનો ખૂબ બળબળતો તાપ અને પવન પણ ખૂબ વધારે હોવાને કારણે તેમના ખેતર માં લાગેલી આગ બાજુના ખેતરમાં પણ ફેલાઈ હતી. જેથી કરીને કુલ 70 વીઘા જેટલા જમીનમાં ઉગેલા ઘઉંના વાવેતર ને આ અંગે ચપેટમાં લઈ લીધો હતો. જોતજોતામાં તો ઘઉંનો સમગ્ર પાક બળીને ખાખ થઈ ગયો હતો.

અગાઉ પણ બોડીદર, સોનપરા, ડોળાસા તેમજ કોડીનારના અન્ય પાંચ થી છ જગ્યાએ ઘઉંના પાકમાં આગ લાગવાની બનાવો સામે આવ્યા હતા. ખેડૂતો એ કીધું છે કે, તેમના ખેતરમાં રહેલા ટ્રાન્સફોર્મર માં અચાનક જ ભડકો થયો હતો. અને જેના કારણે આગનો એક તણખો ઘઉમાં પડતાની સાથે જ સમગ્ર પાક બળીને નષ્ટ થઈ ગયો છે…

એટલા માટે તેઓએ પીજીવીસીએલના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરી છે. અને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે. જેથી કરીને અન્ય કોઈ ખેડૂતોને આ પ્રકારની નુકસાની વેઠવાનો વારો ન આવે.. સરખડી ગામના સરપંચ સહિતના સર્વ કોઈ ખેડૂતોએ સરકાર સામે યોગ્ય વળતરની પણ માંગ કરી છે.

માત્ર બે દિવસ પહેલા પણ વડોદરા પંથકના ગામડાઓમાં એક ખેડૂતના ખેતરમાં દિવેલા નો ઢગલો પડયો હતો. જેને અજાણ્યા કોઈ યુવક કે આગ લગાડી દેતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. એવી જ રીતે અન્ય જગ્યાએ પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો..

અને હવે ગીર સોમનાથના કોડીનારમાં આવેલા સરખડી ગામમાં આ પ્રકારનો કિસ્સો બનતાની સાથે જ ખેડૂતોમાં ભારે દુઃખ નો માહોલ જોવા મળ્યો છે. કારણ કે તેઓ એ દિવસ રાત મહેનત કરીને બાળકને પોતાના લાડકા દીકરાની જેમ ઉછેર્યો હોય અને અચાનક જ આગ લાગતા ની સાથે પોતાના નજર સામે પાકને બળતો જુઓ તે કોઈ સહેલી વાત નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *