રોજ રોજ ઘરેલુ મામલામાં જીવ ગુમાવી દેવા ના કિસ્સા, તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી લેવાના કિસ્સા તેમજ બદલાની આગમાં એકબીજાના જીવ લઈ લેવાની બાબતો ખૂબ જ વધી રહી છે… આ પ્રકારના બનાવ દિવસેને દિવસે સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. તેવામાં ખળભળાટ મચાવી દે છે એવો એક કિસ્સો પાટણના ચંદ્રુમાણા ગામે સામે આવ્યો છે…
આ ગામની નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. રોજની જેમ આ ગામના ખેડૂત મિત્રો આ કેનાલ પાસે ના રસ્તા થી પસાર થઈને પોતાના ખેતરે જતા હોય છે. એ સમયે એક ખેડૂતને નર્મદાની મુખ્ય કેનાલમાં કશુક પાણીમાં ચાલતું હોય તેવો ભાસ થયો હતો, એટલા માટે તેણે પોતાનું વાહન ઊભું રાખીને કેનાલમાં નજીક જઈને જોવાનો પ્રયાસ કર્યો હતો…
તેણે નજીક જઈને જોયું તો તેને જણાવ્યું કે આ તો કોઈક માણસ છે. તેણે તરત જ મદદ માટે આસપાસના લોકોને બોલાવ્યા હતા અને તપાસ કરી હતી. તપાસ કરતાં જણાયું કે આ માણસ મૃત હાલતમાં છે. અને તેનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી થયું છે. આ માહિતી મળતા જ ચંદ્રુમાણા ગામના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી…
અજાણ્યા યુવકોની લાશ ગામની કેનાલમાંથી જ મળી આવતા ગામના લોકોમાં ભારે અરેરાટી મચી ગઈ છે. પોલીસે તરત જ ઘટનાસ્થળે આવીને તરવૈયાઓની મદદથી એક લાખ ને બહાર કાઢી હતી. તેમજ વધુ શોધ કરતાં જણાવ્યું હતું કે આજ કેનાલમાં અન્ય પણ એક લાશ પાણીમાં ડૂબેલી પડી છે.
એક લાશને બહાર કાઢી નાખી હતી. જ્યારે બીજી લાશને કાઢવાની કામગીરી હજુ ચાલી રહી છે. જેમાં પોલીસે આ લાખણી ઓળખાણ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોજ વારંવાર જીવનથી કંટાળી ગયેલા લોકો મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે…
ત્યારે આવા જ કોઇ અજાણ્યા યુવકે પોતાનું જીવન કેનાલમાં કૂદકો મારીને ટૂંકાવી દેવાની પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે. આ ઘટના બનતા જ કેનાલ ઉપર સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને જ પોલીસે આ લાશોને બહાર કાઢી છે.. આ લાશ કોની છે..? અને તેઓ શા માટે આ કેનાલમાં પડતું મૂક્યું છે. તે અંગે હજુ કોઈ પણ માહિતી મળી આવી નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]