Breaking News

ખરીદી કરીને ઘરે પરત આવતા પતિ-પત્નીની બાઈક ઉપરથી ડમ્પર ચાલી જતા ફેફડા ફાટી ગયા, અકસ્માત જોનારા લોકોની ઊંઘ ઉડી ગઈ..!

કોઈ વ્યક્તિની થોડી અને નાની અમથી ભૂલ પણ અન્ય વ્યક્તિ માટે ખૂબ જ ચોંકાવનારી તેમજ દર્દનાક સાબિત થઈ જતી હોય છે, અત્યારે હાઇવે ઉપરથી પસાર થતાં એક ડમ્પર ચાલકની નાનકડી ભૂલના કારણે એક પતિ અને પત્ની બંને કાળનો કોળિયો બની ગયા હતા, બિચારા બાળકો ઘરે તેના માતા પિતાની રાહ જોઈને બેઠા હતા કે, ક્યારે તેમના મા બાપ આવે અને ક્યારે તેમને રસોઈ બનાવીને ખવડાવે..

પરંતુ ઘરે તેમના માતા-પિતા પહોંચવાને બદલે તેમની લાશ પહોંચી હતી, આ દ્રશ્યને જોવા કોઈ પણ વ્યક્તિ માટે સહેલા હોતા નથી. ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવ ચંદ્રપુર હાઇવે પાસેથી સામે આવ્યો છે, અહીં હાઈવે નજીકના સુતાડા ગામની અંદર દિલીપભાઈ અને તેમની પત્ની રેણુકાબેન તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે..

પરિવારમાં દિલીપભાઈના માતા પિતા દિલીપભાઈનો નાનો ભાઈ તેમજ દિલીપભાઈના બે નાનકડા દીકરાઓનો પણ સમાવેશ થતો હતો, તેમના ગામથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા શહેરમાં તેઓ સમગ્ર મહિનાની કરિયાણા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે બાઈક લઈને પોતાની પત્ની સાથે ગયા હતા..

જ્યારે ખરીદી કરીને તેઓ પોતાને ગામડે પરત આવતા હતા, ત્યારે હાઇવે ઉપર એક ડમ્પર ચાલકે નજીકની ભૂલને લઇ એવો અકસ્માત સર્જી નાખ્યો હતો કે, ઘટના સ્થળે જ દિલીપભાઈ તેમજ રેણુકાબેનનો જીવ ચાલ્યો ગયો હતો, આ અકસ્માતને જે લોકો નજરે જોઈ ગયા છે, તેમના માટે તો ઊંઘ પણ ઉડી ગઈ છે..

સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા હતા, અકસ્માત સર્જાયો ત્યારે ડમ્પર ચાલે ડમ્પરની ઘટના સ્થળે મૂકીને જ્યાંથી ભાગવા લાગ્યો હતો. હાઇવે ઉપરના કેટલાક લોકોએ ડમ્પર ચાલકની પાછળ ગાડી દોડાવીને તેને પકડી પાડ્યો હતો. તો બીજી બાજુ હાઇવે ઉપરથી પસાર થતા વાહનોએ પણ પોતાના વાહનો સાઇડ ઉપર થોભાવી દઈને રેણુકાબેન અને દિલીપભાઈને હોસ્પિટલે લઈ જવાની કામગીરી શરૂ કરી હતી..

પરંતુ ડમ્પરનું ટાયર આ બંને વ્યક્તિના શરીર ઉપરથી ચાલી જવાને કારણે શરીરના દરેક અવયવો કચડાઈને બહાર આવી ગયા હતા, તેમનો જીવ ઘટના સ્થળે જ ચાલ્યો ગયો હતો, છતાં પણ માનવતાના ભાગરૂપે બચાવવા માટે ઘણા બધા લોકો આમથી આમ હડીયા પાટી કરવા લાગ્યા અને તેમને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં ડોક્ટરે જણાવ્યું કે..

આ બંને વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે, ઘટનાના સમાચાર દિલીપભાઈના માતા પિતા સુધી પહોંચે ત્યારે તેમના માથે તો આફતોનો આભ ફાટી નીકળ્યો હતો, દિલીપભાઈના બંને નાના દીકરા તેના માતા-પિતાની રાહ જોઈને બેઠા હતા કારણ કે, રેણુકાબેન ઘર ચલાવવા વાળી એકલી મહિલા હતી..

જે ઘરમાં રસોઈથી માંડીને ઘરનું તમામ કામકાજ પણ કરતી હતી, પરંતુ બિચારા આ નાના બંને દીકરાઓને એવી તો શી ખબર કે, તેમના માતા-પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી, આ નાનકડા બાળકો અનાથ થઇ જવા પામ્યા હતા. બંને બાળકો વારંવાર તેના માતા-પિતાને યાદ કરીને રડતા હતા કે, તેઓ શા માટે હજુ પણ આવ્યા નથી..

જ્યારે બીજી બાજુ તેમના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, ડમ્પર ચાલકને પકડી પાડવામાં આવ્યો છે અને તેને પોલીસના હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરાવી હતી, અને ડમ્પરચાલકની પણ પૂછપરછ થઈ રહી છે..

જેમાં ડમ્પર ચાલકે જણાવ્યું કે, ડમ્પર ચલાવતી વખતે તેને ઊંઘનું જોકુ આવી જવાને કારણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને વધારે પડતી ગતિ હોવાને કારણે આ બાઈકને તેણે અડફેટે લઈ લઈ ડમ્પરનું ટાયર બંને વ્યક્તિની ઉપરથી ચાલી ગયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે..

આ હોશ ઉડાવતી ઘટના જ્યારે સામે આવી ત્યારે ભલભલા લોકોના મોતિયા મરી ગયા હતા. કારણ કે, અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે. તેના દુઃખના આઘાતને કોઈ સામાન્ય વ્યક્તિ સહન કરી શકતા નથી. આ ઘટનાને લઈ સમગ્ર ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *