છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્યતેલના ભાવમાં ખાસ વધારો નોંધાયો હતો નહીં. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મહિનાથી બે મહિના સુધી સ્થિર રહ્યા હતા. કારણ કે ભારતના અમુક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. જો સરકાર ભાવ વધારો કરે તો તેની સીધી અસર ચૂંટણી પર થાય છે..
એટલા માટે સરકારે ભાવ વધારો કર્યો હતો નહીં. પરંતુ ચૂંટણી જતાની સાથે જ સરકારે એક સામટો ભાવ વધારો ઝીંકી દીધો છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ ૮૦ થી ૯૦ પૈસા સુધી વધવા લાગ્યા છે. જ્યારે ખાદ્યતેલના ભાવમાં એક સામટો 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
એટલા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસ બાદ ખાદ્ય તેલના ભાવ પણ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. કપાસિયા અને સિંગતેલમાં આશરે ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સીંગતેલનો ડબ્બો 2600 રૂપિયાનો જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2550 રૂપિયાનો થયો છે.
અગાઉ પણ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અનુક્રમે 40 રૂપિયા 25 રૂપિયા અને 15 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો હતો. જેથી કરીને સીંગ તેલના ડબ્બાનો ભાવ 25 રૂપિયાની પાર થયો હતો. પરંતુ એક સામટા ભાવ વધારાને કારણે હાલ સીંગતેલનો ડબ્બો 2600 રૂપિયા પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2550 રૂપિયાએ પહોંચ્યો છે.
સીંગતેલ અને કપાસિયા તેલ બંનેની વચ્ચે માત્ર પચાસ રૂપિયાનો ફર્ક છે. બંને તેલ એક સામટા વધવાથી લોકો સીંગતેલ અને કપાસિયા તેલ પડતું મૂકીને મકાઈ નું તેલ તેમજ સુર્યમુખીનું તેલ ખાવા માટે મજબૂર બન્યા છે. અનુભવી વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે..
ઉપરાંત સિંગતેલના મોટા મોટા વેપારીઓ મોટાભાગનો જથ્થો સંગ્રહ કરીને બેઠા છે. એટલા માટે માર્કેટમાં તેની માંગ વધી રહી છે. અને ઉત્પાદન ઓછું હોવાને કારણે હજુ પણ સિંગતેલના ભાવમાં વધારો નોંધાશે. સીંગતેલ અને કપાસિયા તેલ ના નવા ભાવો જાણીને સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે..
અને વિચારવા પર મજબૂર બન્યા છે કે આખરે આ ભાવ વધારો ક્યાં જઈને ઉભો રહેશે..? જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓના ભાવો વધવાને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. તેમજ મઘ્યમ વર્ગીય લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બનતું જાય છે કારણ કે રોજ થતા શાકભાજી, દૂધની સાથે સાથે રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવ વધારાથી જિંદગી જીવવી ખૂબ જ મુશ્કેલ બનતી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]