ઉનાળો ધમધોકાર ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો આ ઉનાળાના સિઝનની રાહ જોઈને જ બેઠા હોય છે આપણને સૌને ખ્યાલ આવી જ ગયો છે કે શા માટે આ લોકો ઉનાળા સિઝનની રાહ જોઇને બેઠા હોય છે કારણ કે આ ઉનાળામાં નો રાજા બધાને પ્રાપ્ત થાય છે ફળોનો રાજા સરળ ભાષામાં કહીએ તો કેરી આ ઉનાળામાં જ પ્રાપ્ત થાય છે કેરીના રસિયાઓ સમગ્ર વર્ષ દરમ્યાન ઉનાળાની રાહ જોઇને બેઠા હોય છે તેઓના મનમાં એક જ ઈચ્છા હોય છે.
કે સારામાં સારી કેરી ખાઈને તેના સ્વાદને તૃપ્તિ કરાવી ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ લોકો બજારમાં કેરીઓ આવે એ રાહ જોઇને બેઠા હોય છે અને દરરોજ દરરોજ ક્યાં કેરી આવી કે નહીં તેની માહિતી પણ મેળવતા હોય છે પરંતુ આ વર્ષે કેરીઓની બાબતમાં લોકોને થોડી નિરાશા જોવા મળે છે કારણ કે આ સિઝનમાં કેરીના પાકને ભરપૂર પ્રમાણમાં નુકસાન થયું છે કારણકેપાકને વીનાશ થવાં અનેક કારણો નડયા છે પહેલું તો આપણે જોઈએ તો વાવાઝોડું જ આ પાકને નડ્યું છે.
કારણ કે આ વર્ષે વાવાઝોડા એક બે ત્રણ વખત આવ્યા એટલે આ પાક ઊભો જ નથી રહી શક્યો અને પાકને ખૂબ જ નુકસાન કર્યું છે બગીચામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાક ખરી જવા પામ્યો હતો તેના કારણે જ કેરીને આયાતમાં ઘટાડો થયો છે જેના કારણે ઉનાળાની શરૂઆતમાં કેરીનો ભાવ ખૂબ જ આસમાને રહ્યો હતો કારણ કે કોઈપણ જગ્યાએ મળતી જ નથી જેની પાસે હોય તેઓએ તેમના મન પ્રમાણે નો ભાવ લીધો હતો.
હાલ થોડા દિવસો થી માર્કેટમાં કેરીની આવક વધવા લાગી ત્યારબાદ ભાવમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ તે પહેલાં તો ભાવ આસમાને ચડી ગયો હતો આ વર્ષે પણ કેરીના રસિયાઓ ને જે પહેલા જે ભાવે બોક્સ મળતું હતું તે ભાવે જ હવે મળી શકે એમ નથી એટલે કે કેરીમાં ભાવમાં વધારો થયો છે અને તે ઉપરાંત આપણે જોઈએ તો આગાહીકારો કહેવા લાગ્યા છે કે હવે થોડાક જ દિવસોમાં ચોમાસું શરૂ થવાનાં છે અને હજી પણ વાવાઝોડું આવવાની શક્યતા છે.
તેના કારણે હજુ સુધીમાં રસિયાઓને કેરી તો ચાખવા પણ નથી આવી પણ લાગે છે હવે આવશે પણ નહીં અને અમુક વખત તો એવું થતું હોય છે કે સારી સારી કેરીઓ ને આપણા સુધી પહોંચવા જ નથી દેતા સીધી જ વિદેશમાં જતી રહે છે કારણ કે તે લોકોને અહીંયા કરતા ત્યાં વધુ ભાવ મળે છે તે માટે તે ત્યાં જ વેચી આવે છે આ ઉપરાંત જાણવામાં આવ્યું છે કે આ વર્ષે કેરીના પાકનું ઉત્પાદન ઓછું મળ્યું છે.
કારણ કે અમુક પ્રકારના સડા તો દરેક પાક માં ફરજિયાત લાગી જતાં જ હતા જે પાકા વહેંચી પણ શકતા નથી આખરે તેને નાખી દેવાનો જ રહે છે અને ઉત્તમ પ્રકારની કેરીઓ હોય છે તેઓ ડાયરેક્ટ વીદેશમાં વહેંચી દે છે જેનાથી આપણા સુધી પહોંચતી જ લીધી લોકલ માર્કેટમાં તો કેરીઓ આવી ગઈ છે પરંતુ તેની ગુણવત્તા સારી નથી હોતી હલ્કી ક્વોલિટી ની હોય છે.
આપણે વધુ માહિતી માં જોઈએ તો આ વર્ષે માર્કેટ યાર્ડમાં હાલ કચ્છની અને ગોંડલની કેસર કેરીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે માર્કેટયાર્ડમાં હવે કેસર કેરીની આવક થઈ છે હરાજી માં કેસર કેરીના ૧૦ કિલોના ભાવ 800થી લઈને 2000 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થયું હતું છતાં પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક જોવા મળે છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા પાંચ થી છ દિવસની અંદર ઘણી આવક થતાં ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા અને કચ્છ સહિતના પંથકોમાં પરથી દરરોજ કેસર કેરીની 20000 બોક્સની આવક થઈ રહી છે આમ છતાં સૌરાષ્ટ્ર કેસર કેરી નું મીઠું ગણતા તાલાલા ગીર ની કેરીની વધુ આવક જોવા મળે છે.આ સાથે કેસર કેરીના ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળ્યો છે.
અમદાવાદમાં કેસર કેરીના ૧૦ કિલોના બોક્સનો ભાવ ભાવ 1400 રૂપિયા થી લઈને 1500 રૂપિયા સુધીની આસપાસ જોવા મળી રહ્યો છે આવા ભાવ હોવા છતાં પણ કેરીના રસિયાઓ કેરી લે છે અને તેનો આનંદ લે છે પહેલા કેસર કેરીના ભાવ સુરત માં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા તલાલા ગીરની કેસર કેરી હવે સાત સમુંદર પાર ધૂમ મચાવી રહી છે આપણે પ્રખ્યાત કેસર કેરીના બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે.
કે ત્રણ કિલો બોક્સના 1800 રૂપિયા જોવા મળી રહ્યા છે એક કિલો કેસર કેરીનો ભાવ બજારમાં 600 રૂપિયા થી લઈને સાડી 700 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે કેસર કેરીના 10 કિલો નો ભાવ હાલ હજારથી લઈને2૦૦૦ સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીના કેસર કેરીના ભાવ તો 2000 રૂપિયા સુધી પણ જોવા મળે છે આપણને આવા ભાવ હોવા છતાં પણ કેરીના રસિયાઓ આ કેરી ને લે છે જ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]