ઉનાળાની સિઝન ચાલુ થતાની સાથે જ કેરી બજારમાં ક્યારે આવે તેની લોકો રાહ જોઇને બેઠા હોય છે પરંતુ હાલમાં સમગ્ર જગ્યાએ કેરી આવી ગઈ છે અને જ્યારે પહેલા કેરી નહોતી ત્યારે ખૂબ જ તેનો ભાવ રહ્યો હતો પરંતુ હાલમાં ચોમાસાની આગાહી ના કારણે ખેડૂત મિત્રો પાસે રહેલો કેરીનો સ્ટોક વહેલી ને વહેલી તકે ખાલી કરવામાં આવી રહ્યો છે.
કારણ કે ચોમાસુ શરૂ થઈ જશે ત્યારબાદ કોઈપણ લોકો અને કેરીના રસિયાઓ કેરીને ત્યારબાદ ખાતા નથી અને ત્યારબાદ આ ખેડૂત મિત્રો નો માલ સાવ નકામો થઈ જશે અને હાલમાં કેરીના ભાવ ખૂબ જ ઘટી રહ્યા છે ત્યારે પહેલા ની વાતકરીએતો ખૂબ જ ઉનાળો ચાલી રહ્યો હતો ત્યારે લોકો કેરીને ખુબ જ આતુરતાથી રાહ જોઈ બેઠા હતા પરંતુ તે સમયે કેરી મળવી ખૂબ જ મુશ્કેલ હતી
અને જો કેરી મળે તો તે દરેક લોકો ખરીદી શકે એવો ભાવ નહોતો એટલે કે દરેક લોકો આ કેરીને ખરીદી શકે તેવા સમર્થક હતા નહી અને તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો કેરીનો પાક ખૂબ જ ઓછા પ્રમાણમાં આવીયો હતો તેનું મુખ્ય કારણ જોઈએ તો વાતાવરણમાં ખૂબ જ ફેરફાર થયા અને એક બે વખત વાવાઝોડાના કારણે આ કેરીનો પાક ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવ્યો હતો.
અને તેના લીધે કેરીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતમાં ખૂબ જ ઓછું થયું હતું ત્યારબાદ જેમ જેમ વાતાવરણ અનુકૂળ થયું તે પ્રમાણે કેરીનો પાક આવવા લાગ્યો પરંતુ તેની સાથે જ ચોમાસા નું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે એટલે કે ઉનાળાની શરૂઆતમાં જ્યારે લોકો કેરીને ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વખતે સારી કેરીઓ પણ આવતી હતી.
પણ તેનો સારો ભાવ મળવા ના કારણે તે કરીને ખેડૂત મિત્રો દ્વારા ડાયરેક્ટ વિદેશમાં મોકલી દેવામાં આવતી હતી તેના કારણે આપણી પાસે કેરી આવે પરંતુ તે સારી ગુણવત્તાવાળી નહય અને જેમ જેમ કેરીની ડિમાન્ડ વધી તેમ તેમ કેરીના રસિયાઓ ની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને કેરીના પાક ન આવવાનું એક મુખ્ય કારણ એ પણ હતું.
કે આપણે આંબા પર જોઈએ તો કેરી પરિપક્વ હોય તેવું લાગે પરંતુ તે દરેક કેરીમાં એક ખાસ પ્રકારનો સડો લાગી ગયો હતો તેથી તે ખાઈ શકાય તેવી નહોતી અને તેના કારણે તે કેરીઓ ને આખરે નાખી દેવામાં આવતી હતી જ્યારે અત્યારે કેરી સંતોષપૂર્ણ મળી રહી છે અને હજુ પણ કેરીના ભાવ ઘટશે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે જેને કારણે કેરી ઉત્પાદન ચાલુ થતાં જ વરસાદનું આગમન થવાને કારણે વેપારીઓ માંખૂબ જ ડર બેસી ગયો છે.
જેને કારણે બજારમાં વેપારીઓએ કેરીના ભાવ સસ્તા કર્યા છે જ્યારે કેરી ખૂબ જ ડિમાન્ડ હતી તે વખતે 10 કિલો કેરીના બોક્સનો ભાવ 2000 થી લઈને 2600 સુધી હતો ત્યારે અત્યારે હાલમાં આપણે જોઈએ તો તે જ કેરીનો ભાવ ૭૦૦ થી લઈને 1150 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે અને દરેક રસીસ્યાઓ તેજ કેરી ખાવાનું પસંદ કરે છે એવી ગુજરાતની તાલાલા ગીર ની પ્રખ્યાત કેરી પહેલા ખુબ જ મોંઘા ભાવે મળતી હતી.
તે કેરીનો ભાવ પહેલા 2500 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધી જોવા મળ્યો હતો પરંતુ હાલમાં તે જ ગુજરાતની જાણીતી કેરી એવી તાલાલા ગીરની ૧૦ કિલોના બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1350 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે અને આ ભાવ જાણીને બધામાં ફરીથી કેરી ખાવાનો રસ થયો છે અને બધાને નવાઈ પણ ખૂબ લાગી છે અને આ કેરીને ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે બહુ સસ્તા હોવાના કારણે હવે લોકો કેરી મન ભરીને ખાઈ શકે છે.
અને હવે લોકોનું કહેવું છે કે કેરીના ભાવ હવે વધશે નહીં કારણકે વરસાદની સીઝન નજીક આવવાને કારણે વેપારીઓ આ કેરીનું ઉત્પાદન પૂરું કરવા માંગે છે તેમજ તેઓની પાસે રહેલો સ્ટોક ને વહેલી તકે ખાલી કરવા માંગે છે તેથી તેવી શક્યતા છે કે હજુ ભાવ ઘટે પરંતુ ભાવ વધશે નહીં તે ઉપરાંત દરેક માર્કેટયાર્ડમાં કેરીનો ભાવ 1000રૂપિયાથી લઈને 1650 સુધીના ભાવ ની અલગ અલગ પ્રકારની કેરીઓ મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]