Breaking News

કેરીના રસિયાઓ માટે આવ્યા સારા સમાચાર, કેરીની આવકમાં થયો વધારો જાણો 10 કિલો કેસર કેરી ના નવા ભાવ..!

કેરીને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે અને આ રાજા ની રાહ લોકો ઉનાળામાં ખૂબ આતુરતાથી જોઈ રહેતા હોય છે આમ તો જોકે સમગ્ર વર્ષ દરમિયાન કેરીના રસિયાઓ લોકો ઉનાળાની ખૂબ જ આતુરતાથી રાહ એટલા માટે જોઈ રહેતા હોય છે કે તેમને ઉનાળા આવતાની સાથે જ કેરીઓના સ્વાદની મજા પણ મળી જતી હોય છે, અને તેમના સ્વાદની ઈચ્છાઓ પૂરી પણ થઈ જતી હોય છે.

ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે લોકો બજારમાં કેરીઓ આવે એ રાહ જોઈને જ બેઠા હોય છે પરંતુ આ વખતે કેરીઓની બાબતમાં રસિક લોકોને થોડીક નીરાશાઓ થઈ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કારણકે આ સિઝનમાં કેરીઓના પાકને ભરપૂર પ્રમાણમાં નુકસાન થયું હતું બગીચાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં પાક ખરી જવા પામ્યો હતો તેના કારણે જ કેરીને આયાતમાં જ ઘટાડો થતો નોંધાયો હતો.

જેના કારણે ઉનાળાની શરૂઆતમાં તો કેરીઓના ભાવ ખૂબ આસમાને રહ્યા હતા, ત્યારબાદ માર્કેટમાં કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો પણ નોંધાયો હતો પણ દર વર્ષે જે પ્રમાણે કેરીઓના બોક્સ ના ભાવ રહેતા હોય છે એ પ્રમાણે આ વખતે કેરીઓ સ્વાદના રસિયા લોકોને મળી રહેશે એવું લાગી રહ્યું નથી એક બાજુ ચોમાસાની આગાહીઓ ચાલુ છે છતાં પણ હજુ દર વર્ષની જેમ જેટલા લોકો કેરીઓ નો સ્વાદ માણતા હતા તેમાંના કેટલાય લોકો હજુ પણ કેરીઓ ખાઈ શક્યા નથી.

આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે જે જે આંબા ઉપર કેરી ઓ નો ફળ વધારે પ્રમાણમાં આવ્યો હતો તેમાં ચોક્કસ પ્રકારનો સડો પણ જોવા મળ્યો હતો વાતાવરણને કારણે કેરીઓમાં અનેક વખત આવા પ્રકારના સડા પણ બેસી જતા હોય છે જેના કારણેકેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાંક વર્ષોની સરખામણીમાં ખૂબ જ ઓછું થવા પામ્યું છે જેની જેની સાથે કેરીઓને ખાવામાં અને તેના રસિક વ્યક્તિઓમાં વધારો થવા પામ્યો છે તેના કારણે જ કેરીઓની ડિમાન્ડ ખૂબ વધવા પામી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં આવેલા વાવાઝોડા ને કારણે તથા વાતાવરણની વિષમતાઓને કારણે કેરી નો પાક જે પ્રમાણે ઉતરવો પડે તે પ્રમાણે ઉતર્યો નથી ખાસ કરીને જુનાગઢ થી તાલાલા ગીર ની કેરીઓ દેશ-વિદેશમાં જાણીતી છે તેવા ઉત્તમ પ્રકારની કેરીઓ તો આ તમામ વેપારીઓ સારા વળતરની અપેક્ષા થી વિદેશમાં પણ મોકલી દેતા હોય છે જેના કારણે ક્યારેક તો એવા પ્રકારની ઘટના બનતી હોય છે કે,

લોકલ માર્કેટમાં યાર્ડમાં નબળી કક્ષાની અને હલકી ગુણવત્તાવાળી કેરીઓ પણ વેચાતી હોય છે તાલાલા ગીરની કેરીઓની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં જોવા મળે છે પરંતુ અવારનવાર કમોસમી વરસાદનો આગમન થતું રહેતું હોવાથી કેરીઓ નામ ખુબ જ ઓછું ઉત્પાદન થયેલું સ્પષ્ટ રીતે જણાય છે. માર્કેટિંગ યાર્ડમાં આમ તો કેસર કેરીથી ભરાઈ જતું હોય છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો કચ્છની પ્રખ્યાત કેરીનું આગમન ખૂબ થયું છે ઉના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજના ૨૦ હજાર બોક્સની આવક પણ ચાલુ થઈ ગઈ છે હાલ કેસર કેરીના ભાવમાં થોડો ઘટાડો થતો જોવા મળ્યો છે જેના કારણે ૧૦ કિલોના બોક્સ ના ભાવ 800 થી લઇને 1200 રૂપિયા સુધી જોવા મળ્યા છે. અને તેના કારણકે કેટલાય સમયથી દૂર રહેલા લોકો કેરી લેવા ઉમટી પડ્યા હતા.

સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક સતત ચાલુ રહી છે ઓછી આવક વચ્ચે પણ ખેડૂતોને ભાવ પણ સારો એવો મળી રહ્યા છે અમદાવાદમાં 10 કિલોના ભાવ 1400 થી માંડીને 1500 રૂપિયાની આસપાસ પણ જોવા મળી રહ્યા છે ઉત્તમ કેરીઓ નો ભાવ 1500 રૂપિયા 2000 સુધી પણ જોવા મળ્યા હતા, એટલે એક વાત તો નક્કી છે આ વખતે કેરી રસિકોને બમણા ભાવ તો ચૂકવવા જ પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *