Breaking News

મોટી આગાહી : આ તારીખથી પડશે કાતિલ ઠંડી, આ વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી… વાંચો..!

આ વર્ષે વરસાદની અનેક આગાહીઓ આવી અને ગઈ પરતું હવે શિયાળો ચાલુ થતા જ એક મોટી આગાહી આવી ગઈ છે. મેઘરાજાની વાજતે ગાજતે વિદાય બાદ શીયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ હિમવર્ષા તેમજ કાતિલ ઠંડીની આગાહીઓ મળી રહી છે. આ વર્ષે વરસાદ અને તડકાનું પ્રમાણ ખુબ વધારે હતું એટલે શિયાળો પણ પોતાનો અસલી રંગ જરૂર બતાવશે…

વરસાદની વિદાય થઈ ચુકી છે છતાં પણ અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. કારણકે વરસાદી વાદળા ગયા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હજી પણ ઓછું થયું નથી એટલે ક્યાંક ક્યાંક વરસાદી માવઠા પવન સાથે પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

દિવાળી આસપાસના સમયમાં નક્ષત્રો બદલાતા હોઈ છે જેમ સ્વાતી નક્ષત્રની શરૂઆત થતી હોઈ છે એ મુજબ એ સમયે વરસાદનું 100 ટકા વિદાય થતી હોઈ છે. અત્યારે વાત કરીએ તો પવનની દિશામાં બદલાવ આવી ગયો છે. પહેલા પવનની દિશા પશ્ચિમ થી ઉત્તર પૂર્વ બાજુ ની હતી જે બદલાઈને હવે પૂર્વથી પશ્ચિમ બાજુની થઈ ચુકી છે.

તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે એકદમ શાંત ઠંડીનો અહેસાસ થાય છે. તતેમજ રાત્રે તો એવો ઠંડો પવન નીકળે છે કે જાણે કોઈકે જનરલ AC મૂકી દીધું હોઈ. આસો મહિનામાં શિયાળો બેસતો જાય તેમ તેમ તેની ઠંડીની અસર કઠોળ તેમજ લીલોતર પાકને સારી થાય છે.

આ સમયમાં હિમાલયની પહાડી અને ઉતરાખંડના વિસ્તારોમાં બરફ વર્ષાની શરૂઆત થઈ જાય છે તેથી ગુજરાત તરફ ઠંડા પવનનો વા લાગવાનું શરુ થાય છે. આસો મહિનો બેસતા જ લોકોને ભારે ઠંડીનો ભોગ બનવું પડશે તેમજ મફલર ટોપી અને સ્વેટર , જેકેટ હાથવગા રાખવા પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

અંબાલાલ પટેલે એ જણાવ્યું છે કે આસો મહિનામાં વરસાદી માવઠાનું જોર નહી બને તેમજ જો માવઠા પડે તો તે પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આસો મહિનાની તેરસ થી લઈને અમાસ સુધી વાદળ છાયું વાતાવરણ રહશે. જો આ દિવસો પૈકી મોટા ભાગના દિવસોમાં વાદળમય વાતાવરણ રહે તો આવતું વર્ષ સારું જશે તેમ મનાય છે.

તેમજ આ ચાર દિવસ પૈકી એકપણ દિવસ વાદળ ન દેખાઈ તો આવતા વર્ષમાં કૈક અલગ જ એંધાણ તેમજ સંજોગો ખરાબ આવવાની શક્યતાઓ રહેલી છે. સ્વાતી નક્ષત્રમાં કપાસ સહીતના પાકોમાં ફૂલ આવવાની શરૂઆત થઈ જતી હોઈ છે. આ નક્ષત્રમાં વરસાદ પડે તો કપાસના પાકમાં મોટા પ્રમાણમાં સડો થાય છે.

આ નક્ષત્રમાં ઘણા પાકોમાં મહત્વના ફેરફાર દેખાઈ છે એ મુજબ કેળાન પાકમાં બરાસ કપૂર અને વાંસના પાકમાં વાંસ કપૂર પેદા થાય છે. તેમજ આ સમયે ઝેરી જીવજંતુના મોઢા જેરનું પ્રમાણ વધતું જણાઈ છે. વરસાદી છાંટાથી માછલીના પેટમાં મોટી જન્મે છે.

અંબાલાલ પટેલે એ જણાવ્યું કે ગુજરાતમાં શિયાળની અસલ શરૂઆત ધીમે ધીમેં થશે પરંતુ હિમાલય , જમ્મુ તેમજ લેહ અને ઉતરાખંડમાં 27 તારીખ થી લઈને 30 તારીખ સુધીમાં બરફ પડવા લાગશે જેના લીધે દિલ્હી, હરિયાણા , પંજાબ , રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનો વા ફૂંકાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *