જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની ખરીદી કરવાનું કામકાજ મોટાભાગે ઘરની મહિલાઓ સંભાળતી હોય છે, ઘરના પુરુષો સવાર થતાની સાથે જ પોતાના નોકરી ધંધે ચાલ્યા જાય છે, જ્યારે મહિલાઓ ઘરથી મોટી દરેક કામગીરીઓને સંભાળી લેતી હોય છે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદીથી માંડીને રસોઈ બનાવવા સુધીની તમામ કામગીરીઓ મહિલા પોતાના ખભા ઉપર ઉપાડીને ઘરને સાચવે છે..
ખરીદી કરવા માટે જ્યારે પણ ઘરની મહિલાઓ બહાર જાય છે, ત્યારે ડગલેને પગલે તેવું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે કારણ કે, અત્યારના સમયમાં ચોરી લૂંટફાટ અને ઘણા બધા બનાવો બનવાના કિસ્સાઓ ખૂબ જ વધવા લાગ્યા છે. રામજી પાર્ક વિસ્તારમાં રહેતી બીનાબેન નામની મહિલા કરિયાણા અને શાકભાજીની ખરીદી કરવા માટે પોતાના ઘરેથી બહાર નીકળી હતી..
અને તેણે પોતાની નજર સામે એવા જ રહેશે જોઈ લીધા હતા કે, જોતાની સાથે તેના મોઢામાંથી ચીસો ફાટી ગઈ અને સૌ કોઈ લોકોના કાળજા ધમધમી ઉઠ્યા હતા, રામજીભાઈ વિસ્તારની નજીક આવેલી પરિમલ જનરલ સ્ટોર નામની એક કરિયાણાની દુકાનમાં તે વારંવાર દરેક ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હતી..
દુકાનદાર પણ મીનાબેનને ખૂબ જ સારી રીતે ઓળખતો હતો, બીનાબેન કઠોળ તેમજ અન્ય ઘરવખરીની ખરીદી કરવા માટે આ કરિયાણાની દુકાનમાં આવી પહોંચ્યા હતા અને તેઓ જ્યારે નાસ્તાની ખરીદી કરી રહ્યા હતા, ત્યારે તેણે નાસ્તાના પેકેટ મુકેલા ઘોડાની નીચેના ભાગે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેના મોઢામાંથી અચાનક જ ચીખો ફાટી નીકળી હતી..
આ ચીખો સાંભળતાની સાથે જ આસપાસના દુકાનના તમામ લોકો ત્યાં એકઠા થઈ ગયા અને શું થયું છે, તેની જાણકારી પણ મેળવવા લાગ્યા હતા હકીકતમાં જ્યારે બીનાબેન નાસ્તાના પેકેટ ગોઠવેલા ઘોડા ઉપરથી નાસ્તો ઊંચકીને પોતાની ટોલીમાં મૂકી રહ્યા હતા. ત્યારે તેમનો પગ નાસ્તાના ઘોડાની નીચેના ભાગે ફસાઈ ગયો હતો..
તેમણે નીચે જુકીને પોતાનો પગ સરકાવાની કોશિશ કરી હતી, ત્યારે તેને જરૂરતો ત્યાં કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને સુવડાવી દેવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય દેખાયું હતું અને તેના ઉપર અનાજના કોથળાઓ પણ મૂકી દેવામાં આવ્યા હતા, વધારે પડતું લોહી નીકળી જવાને કારણે સફેદ કલરના અનાજના કોથળા પણ લાલ કલરના થઈ ગયા હતા..
આ દ્રશ્ય જોતાની સાથે જ મીનાબેન સમજી ગયા કે, નક્કી એ અહીં કોઈ મૃતક વ્યક્તિને મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ ઘરેણાની દુકાનની અંદર આ મૃતક વ્યક્તિ કોણ હશે તેની કોઈ પણ જાણકારી મળી નથી, જ્યારે આ ચીખો સાંભળીને આસપાસના લોકો ત્યાં એકઠા થયા અને જોયું તો કરિયાણાના દુકાનના નાસ્તાના ઘોડાની નીચેથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી..
આ લાશને જોતાની સાથે જ કરિયાણાના દુકાનના માલિક પરિમલભાઈના પણ હોશ ઉડી ગયા કે, તેમની દુકાનની અંદર એવું તો શું થયું કે કોઈ અજાણી વ્યક્તિની લાશ આવી પહોંચી છે, આ જાણે વ્યક્તિ કોણ છે તેને પરિમલભાઈ પણ ઓળખતા હતા નહીં આ ઘટનાને લઈને તેઓ પોલીસને ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તેમની દુકાનમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળી છે..
જ્યારે પરિમલભાઈની વધારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના દુકાનની માત્ર બે ચાવી છે, જેમાંથી એક ચાવી તેઓ પોતાની પાસે રાખે છે. જ્યારે બીજી ચાવી દુકાનના મેનેજરને તેઓએ સોંપી દીધી છે, જે સવારના સમયે દુકાન ખુલે છે. અને મોડી રાત્રે સુધી તે જ દુકાનને સંભાળે છે..
જેને દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે, અડધી રાત્રે દુકાનનો મેનેજર દુકાન ખોલીને અંદર આવી રહ્યો છે અને તેની સાથે અન્ય એક યુવક પણ આવ્યો છે, તેઓ પૈસાની બાબતને લઈને ચાલી કરતા પણ નજરે ચડ્યા છે અને ત્યારબાદ દુકાનના મેનેજરે તેના હાથમાં રહેલા છરા વડે ઘાં વાળવાના શરૂ કરી દીધા હતા..
અને આ અજાણ્યા યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, ત્યારબાદ તેણે નાસ્તાના ઘોડાની નીચે આ યુવકને સુવડાવી દીધો અને તેની ઉપર અનાજના કોથળા પણ મૂકી દીધા હતા અને ત્યાર પછી તે દુકાન લોક કરીને જતો રહ્યો છે, અને હજુ સવારના સમય સુધી તેનો કોઈ પણ અતોપતો મળી આવ્યો નથી..
આ તમામ ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયેલી હોવાને કારણે પરિમલભાઈ હાથકારો અનુભવ્યો હતો કારણ કે, સૌપ્રથમ શંકા લોકોને પરિમલભાઈ ઉપર થઈ હતી કારણ કે, તેઓ દુકાનના મૂળ માલિક છે, પરંતુ તેમના દુકાનમાં મેનેજર તરીકે કામકાજ કરતો યુવક આ ઘટના પાછળ જોડાયેલો હતો..
જેણે પરિમલભાઈની દુકાનની અંદર એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને તેની લાશને સંતાડીને તે રફુચક્કર થઈ ગયો છે, આ મેનેજરનો મોબાઇલ નંબર પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે, પોલીસ આ મેનેજરની ધરપકડ કરવા માટે કામગીરી ચલાવી રહી છે. આ અજાણ્યા યુવક કોણ છે તેની તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે..
આ અજાણ્યા યુવકે પરિમલભાઈની દુકાનમાં કામ કરતા યોગેશ નામના મેનેજરને થોડા સમય પહેલા ઘણા બધા રૂપિયા વ્યાજે આપ્યા હતા, પરંતુ વ્યાજની રકમ ચૂકવવા માટે યોગેશ અસમર્થ સાબિત થયો હતો. એટલા માટે આ અજાણ્યો યુવક તેને પાસેથી વ્યાજની રકમ ઉઘરાવવા માટે વારંવાર આવી પહોંચતો હતો અને યોગેશ એક દિવસ પીતો ગુમાવી દઈને આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો..
જ્યારે આ યુવકના માતા-પિતા સુધી વાત પહોંચી કે, તેમનો લાડકવાયો દીકરો મૃત્યુ પામ્યો છે. ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ જોઈએ છીએ ત્યારે ખૂબ જ દુઃખની લાગણી ઉત્પન્ન થઈ જતી હોય છે, બીનાબેને સૌપ્રથમ આ લાશને જોઈ હતી. તેમના માટે તો થોડા સમય માટે ઊંઘ આવી પણ મુશ્કેલ સાબિત થઈ ચૂકી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]