Breaking News

કારણ વગરનુ હસવુ સ્વાસ્થ્ય માટે ખુબ મોટો પ્રશ્ન ઉભો કરી શકે છે, વાંચીને તમે પણ હેરાન થઈ જશો…

જ્યારે પણ આપણે વાત કરીએ છીએ અને જેમ જ કોઈ મજાક થાય છે, તો આપણે વારંવાર હસવા લાગીએ છીએ. વાતચીતની આ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘણી વખત આપણને કારણ વગર પણ હસવું પડે છે. કારણ કે ત્યાં હાજર તમામ લોકો હસી રહ્યા હોય છે, તેથી આપણે પણ હસવાનું નાટક કરવું પડે છે. જો તમે પણ આમ કરો છો, તો તેમા કોઈ ભૂલ નથી પરંતુ તેનાથી તમારો ફાયદો છે.

એક નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો તમે કારણ વગર હસો છો, તો પણ એન્ગઝાઇટી અને તણાવથી તમને છૂટકારો મળી શકે છે. તણાવ અને બેચેનીને દૂર કરવા માટે હસવું શાનદાર એક્સરસાઇઝ છે. જોકે ભારતીય યોગમાં હાસ્યની પ્રેક્ટિસ ખૂબ જ પહેલાથી જરૂરી માનવામાં આવી છે.

પરંતુ હસે વિદેશમાં હાસ્ય એટલે લાફ્ટર થેરેપીને જગ્યા આપવામાં આવે છે. તાજેતરમાં જ બ્રિટનના બ્રિંઘટનમા છઠ્ઠા ધોરણ પછી લાફ્ટર થેરેપીને સામેલ કરાઈ છે. લાફ્ટર થેરેપી જેને લાફ્ટર યોગા પણ કહેવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હા હા હા કરવું પણ હાસ્ય બરાબર જ છે.

નાઇટ્રિક ઓક્સાઇડના કારણે તણાવનું સ્તર ઓછું : ઇન્ડોફ્રિન આખા શરીને ખૂબ જ આરામ આપે છે. તેનાથી પેદા થતું કાર્ટિસોલ હાર્મોનનું સ્તર ઓછું થાય છે અને મનને ખુશી મળે છે. ઇન્ડોર્ફિનના કારણે નાઇટ્રિક ઓક્સાઇડ નિકળે છે, જે મસલ્સમાં આવેલા તણાવને ઘટાડવાનું કામ કરે છે. તેના નિકળતા જ તણાવ ઓછું થવાનું શરૂ થઈ જાય છે. નાઇટ્રિક ઓક્સાઇડના કારણે બ્લડ વેસલ્સ પણ પહોળા થવા લાગે છે. આ જ કારણ છે કે હંસવાની પ્રેક્ટિસ કરવાથી બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે.

મગજને હાયપોથેલેમસ સક્રિય થાય છે : યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર સોફી સ્કોટ જણાવે છે કે હસવાથી તણાવને ઘટાડવામાં સકારાત્મક શા માટે અસર થાય છે, તે જાણી શકાયું નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે હસવાની ગતિવિધિઓને કારણે મગજનું હાયપોથેલેમસ સક્રિય થાય છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોરોના યુગના બાળકોનો વિકાસ ઓછો, ભવિષ્ય માટે સજાગ રહેવું પડશે નહીંતર પરિણામો ખરાબ આવી શકે છે..

કોરોના સમયગાળામાં જન્મેલા બાળકોનો વિકાસ ઓછોઃ  અમેરિકાના સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે વર્તમાન કોરોના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *