અમર વિહાર કોલોનીમાં દુર્ગાદાસ અને તેના પુત્ર મોહિત રહેતા હતા. તેઓ બુડિયા ચુંગીમાં આવેલી મેટલ ફેક્ટરીમાં કામ કરે છે. બંને પિતા-પુત્ર ઘણા લાંબા સમયથી ફેક્ટરીમાં ડોલ બનાવવાનું કામ કરે છે. પરંતુ થોડા દિવસો પહેલા આવેલા સામાનમાં મોહિતની કેટલીક ફરિયાદ આવી હતી.
જેને કારણે ફેક્ટરીના સંચાલકના પુત્ર ભાનુંએ મોહિતના પિતા દુર્ગાદાસને ઘણું સંભળાવ્યું હતું અને તેનું અપમાન કર્યું હતું. મોહિતની ભૂલને કારણે તેના પિતાને અપમાન સહન કરવું પડ્યું હતું. આ બધું જોઈને મોહિતને ખૂબ જ દુઃખ થયું હતું. જેને કારણે મોહિતે ઘરે જઈને પોતાના ફોનમાં એક વિડીયો બનાવ્યો હતો.
ત્યારબાદ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈને ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. જેને લીધે તેની તબિયત બગડવા લાગી હતી. દુર્ગાદાસ તેને તરત જ નજીકની ગાબા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ઝેરી પદાર્થની શરીરમાં ખૂબ જ ગંભીર અસરને કારણે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તેણે વીડિયોમાં તેના પિતા ને કહ્યું હતું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
ફેક્ટરીના સંચાલકનો પુત્ર ભાનુ તેને પૈસા આપવા માટે ધમકી આપી રહ્યો છે. જેથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મને માફ કરજો. આ વિડીયો જોયા બાદ દુર્ગા થાશે તરત જ નજીકના જગતરી પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના સંચાલકના પુત્ર વિરોધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
તેમાં જાણવા મળ્યું કે મોહિતે ફેક્ટરીના માલિક પાસેથી ૬૦ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. આ પૈસા તે પોતાના પગારમાંથી દર મહિને ચૂકવતો હતો. તેમ છતાં પણ ફેક્ટરીના સંચાલક નો દીકરો ભાનુ દુર્ગાદાસને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તેની સાથે ઘણીવાર મારપીટ પણ કરતો હતો.
જગધરી પોલીસ સ્ટેશનના મુખ્ય પોલીસકર્મી સુભાષચંદ્રા એ જણાવ્યું છે કે દુર્ગાદાસના નિવેદન અને મોહિતના ફોનમાંથી મળી આવેલા વીડિયોના આધારે ફેક્ટરીના સંચાલકના પુત્ર ભાનુ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો છે. પરંતુ તે હજી સુધી પકડાયો નથી. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દુર્ગા દાસના જણાવ્યા મુજબ મોહિતના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ ઉપરાંત તેની પત્ની ગર્ભવતી હતી. પરિવારમાંથી એક યુવાન વ્યક્તિ નું મૃત્યુ થતાં પરિવાર માં શોક નો માહોલ છવાઇ ગયો છે. આ બનાવ સામે આવ્યા બાદ ભલભલા લોકો હચમચી ગયા છે. વિચારવા પર મજબુર થયા છે કે, આખરે એક દીકરાને તેના પિતા પ્રત્યે કેટલો પ્રેમ હશે કે તે તેના પિતા વિષે એકપણ ખરાબ શબ્દ સાંભળી શક્યો નહી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]