ગુજરાતના સુરત જુદી જુદી ઘટનાઓનું ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ સુરતમાં અસામાજિક તત્વો મન ફાવે તેવી હિંસા આચરી રહ્યા છે. મન ફાવે તેમ ગુનાઓ કરી રહ્યા છે. શહેરમાં શાંતિ અને સુરક્ષાનો ભંગ દેખાઈ આવ્યો છે. તેમજ સુરતની પોલીસ પણ ક્રાઇમ રોકવામાં નિષ્ફળ થતી હોય તેવું લાગી રહ્યું છે…
આવા માહોલની વચ્ચે કાપોદ્રા વિસ્તાર માંથી વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર સુરત ધમધમી ઉઠયું છે. કાપોદ્રા વિસ્તારમાં ગૌતમ પાર્ક નામની સોસાયટીમાં અજાણ્યા યુવકે એક મહિલાની હત્યા કરી નાખતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ સોસાયટીમાં પ્રકાશભાઈ પટેલ નામના વ્યક્તિ સ્નેહલતા બેન નામની મહિલા સાથે રહે છે.
પ્રકાશભાઇના પહેલા લગ્ન તૂટી જતાં તેઓ સ્નેહલતા સાથે રહેતા હતા. પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીન રીપેર કરવાનું કામ કરી રહ્યા હતા. એટલા માટે તેઓ સવારમાં ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. તેઓ દરરોજ બપોરના સમયે પત્ની સ્નેહલતા સાથે વિડીયો કોલમાં વાતચીત કરતા હતા.
પરંતુ એ દિવસે પ્રકાશનો વિડીયો કોલ ઉપાડો ન હતો એટલા માટે પ્રકાશભાઈને ચિંતા થતી હતી. અને તેઓએ તેઓના મકાનમાં રહેતા ભાડુઆતને પોતાના ઘરે જઈને સ્નેહલતા પાસે વાતચીત કરવાનું કહ્યું હતું. જ્યારે ભાડુઆત સ્નેહલતા સાથે વાતચીત કરવા માટે ગયા અને તેઓએ જોયું કે સ્નેહલતા બેન લોહીલુહાણ હાલતમાં રસોડામાં ચાલી પડ્યા હતા..
જ્યારે તેમના લોહીના ખાબોચિયામાં તેમનો એક વર્ષનો બાળક રમી રહ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ ભાડુઆતના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેઓએ તાત્કાલિક ધોરણે પ્રકાશભાઈને ઘરે બોલાવી લીધા હતા અને કાપોદ્રા પોલીસ ને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
પોલીસે ભાડુઆતને પૂછપરછ કરી તો ભાડુઆતે જણાવ્યું કે જ્યારે તેઓ પ્રકાશભાઈ ના કહેવા મુજબ સ્નેહલતા બેન સાથે વાતચીત કરવા માટે ઉપરના માળ પર ગયા હતા. ત્યારે તેમના ઘરના દરવાજાને બહારથી લોક લગાવેલો હતો. એ લોક ખુલ્યા બાદ તેઓ અંદર જઈને જોયું તો રસોડામાં સ્નેહલતા બેઠેલી પડ્યા હતા..
તેઓના ગળાના ભાગ પર કોઈ કે વાર કર્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. તેમજ તેમના ગળાના ભાગ પર થી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. અને લોહીના ખાબોચિયામાં તેમનું એક વર્ષનો દીકરો રમી રહ્યો હતો. સ્નેહલતા બેનનું અજાણ્યા યુવકે ગળું કાપીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.
જ્યારે આ વાતની જાણ પ્રકાશભાઈને થઈ હતી ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેઓ ખુબ હેબતાઈ ગયા હતા. પોલીસે પ્રકાશભાઈ ની પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે પ્રકાશભાઈને પહેલા લગ્ન તૂટી ગયા હતા.. તેમની પહેલી પત્ની આશાબેન ડિંડોલી વિસ્તારમાં રહે છે.
પહેલી પત્ની સાથેના સંબંધથી તેઓને 14 વરસની દીકરી પણ હતી કોઈ વિવાદ થતા છુટાછેડા થઇ જતા પ્રકાશભાઇએ સ્નેહલતા બેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અજાણ્યા યુવકે સ્નેહલત્તા બેનનું ગળું કાપીને હત્યા કરી નાખી છે… હકીકતમાં આ ઘટના બનતાની સાથે સુરતનું તંત્ર હચમચી ઉઠયું છે.
રોજ રોજ સુરતમાં બનતા બનાવોને રોકવા માટે પોલીસ જાહેર જનતામાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે. છતાં પણ લુખ્ખા અને ગુંડા તત્વો માં પોલીસનો ભય જોઈએ તેટલા પ્રમાણમાં બેસતો નથી એટલા માટે આ પ્રકારના બનાવો રોજરોજ વધતા જાય છે. હકીકતમાં અ બનાવ ભલભલા લોકોના દિલ બેસારી દે તેવો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]