Breaking News

કપાસની ગાસડીમાંથી નીતરતા હતા લાલ પાણીના ટીપાં, ખેડૂતે ગાંસડી ખોલીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ..!

રોજબરોજના જીવનની અંદર અચાનક જ જ્યારે આપણી સામે કોઈ ચોંકાવનારી ઘટનાઓ બને છે. ત્યારે થોડા સમય માટે તો આપણી અક્કલ પણ કામ કરતી બંધ થઈ જતી હોય છે. અત્યારે એક ખેડૂત સાથે આવી જ ઘટના બની જવા પામી છે. આ ઘટના બનતાની સાથે જ ખેડૂતના મોતિયા મરી ગયા હતા..

તો ખેતરમાં કામ કરતા અન્ય મજૂરો તો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ગામડામાં રહીને ખેડૂતો ખેતી કરે છે. જેમાં મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરની અંદર એક ગોડાઉન બનાવે છે. જ્યાં ખેતપેદાશોનો તમામ પાક સાચવવામાં આવે છે અને સારા ભાવ મળતાની સાથે જ તેને વેચી દેવામાં આવતો હોય છે..

ખેતરમાં કામ કરતા મજૂરો આ ગોડાઉનની અંદર હંમેશા માલ સામાન મૂકતાં હોય છે અને રામજી કાકા નામના એક ખેડૂત 84 વર્ષની ઉંમરે પણ રોજબરોજ ખેતરે જાય છે. તેમના ખેતરે મોટાભાગનું કામકાજ મજૂરો કરે છે. આખો દિવસ દરમિયાન તેમના ખેતરમાં મજૂરો કપાસ વિણે છે અને ત્યારબાદ જેટલો કપાસ એકઠો થઈ ગયો હોય તેની ગાંસડી( ચોરસ ચાદરમાં ભરેલો કપાસ એટલે ગાંસડી ) તેઓ તેમના ગોડાઉનની અંદર મુકાવી દેતા હતા..

પરંતુ જ્યારે એક દિવસ સાંજના સમયે તેમના મજૂરો ગાંસડી ગોડાઉનની અંદર મુકવા જતા હતા, ત્યારે તેઓએ જોયું કે એક ગાંસડીની અંદરથી લાલ કલરના રાતા ચોળ ટીપા નીતરતા હતા. આ ગાંસડીને જોતાની સાથે જ રામજી કાકાને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું હતું. તેણે તરત જ મજૂર પાસે આ ગાંસડીને નીચે મુકાવી દીધી હતી..

અને આ ગાંસડીને ખોલવા માટે કહ્યું હતું. જ્યારે કપાસ ભરેલી આ ગાંસડીને ખોલવામાં આવી ત્યારે અંદરથી જે ચીજ વસ્તુ મળી તે જોઈને રામજી કાકા ફફડી ગયા હતા. તો દ્રશ્ય જોતાની સાથે જ તેમના ખેતરમાં કામ કરતા તમામ મજૂરો ખેતર મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હકીકતમાં ગાંસડીની અંદરથી તેમના બાજુના ખેતરમાં મજૂર તરીકે કામ કરતા શિવાનંદની લાશ મળી આવી હતી..

શિવાનંદને ઉપરા છાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય અને ત્યારબાદ આ ગાંસડીની અંદર સુવડાવી દીધો હતો અને તેના ઉપર કપાસ ઢાંકીને ગાંસડી બાંધી દેવામાં આવી હતી. પરંતુ લોહીના ટીપા નીતરવા લાગ્યા હતા. જે રામજી કાકાએ પોતાની આંખે જોઈ લેતા આ તમામ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે શરૂઆતમાં તો રામજી કાકાની અકકલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી કે, હવે શું કરવું જોઈએ. તેઓએ તરત જ તેમના બંને દીકરાને ફોન કરીને ખેતરે બોલાવી લીધા હતા. ત્યારબાદ તેમના બંને દીકરાઓએ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સુધી પણ આપી હતી કે, તેમના ખેતરની અંદર રહેલી કપાસની ગાંસડીમાંથી બાજુના ખેતરના મજુરની લાશ મળી આવી છે..

પોલીસે તમામ મજૂરો તેમજ આસપાસના તમામ ખેતર માલિકો સહિત સૌ કોઈ લોકોને ત્યાં એકઠા કર્યા હતા અને સૌ કોઈ લોકોને નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ત્યાં હાજર રહેલા મજૂરોમાંથી જણાવ્યું કે, બાજુના ખેતરમાં જ કામ કરતો અન્ય એક ઈશ્વરસિંગ નામનો મજૂર ગાયબ છે.

તેને જ્યારે ફોન લગાવવામાં આવ્યો ત્યારે તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. આ ઉપરાંત અન્ય મજૂરોનું પણ કહેવું હતું કે ઈશ્વરસિંગ અને શિવાનંદ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી લડાઈ ઝઘડો ચાલતો હતો. જેમાં ઈશ્વરસિંગ એ શિવાનંદને ધમકી આપી હતી કે જો તું મને ઉધારી માટે પૈસા નહીં આપે તો હું તને મોતને ઘાટ ઉતારી દઈશ..

એટલે આ બનાવો અંગત લડાઈનો હશે અને ત્યારબાદ મામલો આગળ વધી જતા શિવાનંદને મોતને ઘાટ ઉતારી દેવામાં આવીને ઈશ્વરસિંગ ભાગી ગયો હશે તેવું જણાઈ રહ્યું છે. પોલીસે તરત જ ઈશ્વરસિંહને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. તો બીજી બાજુ શિવાનંદના પરિવારજનોને ગામડે આ ઘટનાના સમાચાર આપી દેવામાં આવ્યા છે કે, હવે શિવાનંદા દુનિયાની અંદર જીવતો રહ્યો નથી..

તેને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે. જ્યારે ખેતરની અંદર આ ઘટના બની ત્યારે રામજી કાકા તેના બંને દીકરાને કહેવા લાગ્યા હતા કે હવે ભલાઈનો જમાનો રહ્યો નથી. આ ઘોર કળયુગ તેમના ખેતર સુધી પણ પહોંચી ગયો છે. હે ભગવાન હવે આવનારા સમયની અંદર લોકોમાં ધન સંપત્તિ ઓછી આપતો ચાલશે પરંતુ માનવતાના બે ગુણો વધુ આપજે તો આપણી સંસ્કૃતિ લાંબો સમય સુધી ટકી શકશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *