Breaking News

કપડા ધોતી યુવતીઓને ખરાબ નજરે જોતા યુવકોને ઠપકો આપતા જ લંગુરીયાઓ છરી લઈને તૂટી પડ્યા, હોશ ઉડાવતો બનાવ આવ્યો સામે..!

રાજ્યમાં રહેતા અમુક લોકો પોતાની ખરાબ અને કાળી કરતુંતોના કારણે અવારનવાર સરકારી સજા ભોગવતા હોય છે. પરંતુ પોતાની હરકતોથી સુધરી આવવાને બદલે અમુક લોકો દિવસેને દિવસે ખૂબ જ બગડતા જાય છે. અને જેના કારણે સરકારી ચોપડે ગુનાઓ પણ ખૂબ જ વધવા લાગ્યા છે. પોતાની હરકતો ઉપર કાબુ ન રાખી શકતા જુવાનિયાઓ યુવકો મારપીટ અને નશાના કારોબાર સાથે સંકળાઈ જાય છે.

હાલ ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાંથી ખૂબ જ અજંભીત ઘટના સામે આવી છે. પાટણ શહેરની શક્તિ કૃપા સોસાયટી સામે એક કેનાલ પસાર થાય છે આ કેનાલ રોડ ઉપર ઘણી બધી યુવતીઓ ઘરના કપડાં ધોવા માટે જતી હોય છે. આ યુવતીઓને કપડાં ધોતા જોઈ કેટલાય મનના ખરાબ વિચારધારા વાળા યુવકો ત્યાં આવી પહોંચતા હતા..

અને યુવતીઓને ખરાબ નજરે જોતા હતા. તેમજ ખરાબ શબ્દો પણ બોલતા હતા. આ સાથે સાથે ક્યારેક ક્યારેક તો તેમની છેડતી કરવાની પણ કોશિશ કરતા હતા. એક વખત જ્યારે આ યુવતીઓ કેનાલ પાસે કપડાં ધોઈ રહી હતી. ત્યારે મેસર ગામના કિશન ખોડાજી ઠાકોર અને તેમની સાથે કેટલાક વ્યક્તિઓ કેનાલ ઉપર ઉભા હતા.

તેઓએ જોયું કે કેટલાક યુવકો આ યુવતીઓને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી રહ્યા છે. અને આ મામલો રોજ બરોજ વધતો જાય છે. એટલા માટે તેઓએ એક સજજન નાગરિક તરીકે આ યુવકોને ઠપકો આપવાની કોશિશ કરી હતી અને આ યુવતીઓની વાહરે આવીને તેમને બચાવવાની પણ કોશિશ કરી હતી.

પરંતુ આ લબરમુછીયા યુવકો પાસે છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ હતા. તેઓએ તાત્કાલિક બે અન્ય યુવકોને બોલાવી લીધા હતા. અને તેઓ ત્યાં પહોંચતાની સાથે જ ઠપકો આપનાર વ્યક્તિઓને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ લબરમુચીયા યુવકોમાં અજય અરવિંદભાઈ સોલંકી નામનો એક યુવક પણ હાજર હતો અને તેને પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢી હતી..

અને ઠપકો આપનાર કિશન કુમારને મારવા લાગ્યો હતો. જેને કારણે કિશનકુમાર ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ ખાતામાં આ લબરમુછીયા યુવકો કે જેમના નામ અજય અરવિંદભાઈ સોલંકી, આશિષ પ્રવીણભાઈ રાવળ અને અન્ય બે અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધાવી દીધી છે..

અને આ યુવતીઓની મદદથી આવ્યા છે. આ પ્રકારની જેવી ઘણી બધી હરકતો અમદાવાદ અને સુરત શહેરમાંથી પણ સામે આવી ચૂકયા છે અને આ પ્રકારની હરકતો આચરતા તમામ લોકોને પોલીસ પકડી પાડે છે. અને કડકમાં કડક સજાવો પણ આપે છે. છતાં પણ આવા બનાવો બનવાનું ઓછું થતું નથી. અને દિવસેને દિવસે વધવા લાગ્યું છે. આ એક ખૂબ મોટો પ્રશ્ન દરેક સમાજ માટે ઉભો થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *