Breaking News

હીરા વેપારીના ઘરે આવતી કામવાળી મહિલાએ કર્યો એવો કાંડ કે વેપારીની પત્ની ચક્કર ખાઈને ઢળી પડી, દરેક સમાજના લોકો ખાસ વાંચે..!

રોજબરોજની આ સ્વાર્થની દુનિયાની અંદર કોઈપણ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરવો એકને એક દિવસ જરૂર ખૂબ જ મોટું નુકસાન કરાવી દે છે. અમુક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાથી આપણું કામ ખૂબ જ સરળ બની જતું હોય છે, અને તેઓ ક્યારે આપણો વિશ્વાસ તોડતા નથી..

પરંતુ અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ એકની એક દિવસ જરૂર તૂટતો હોય છે. ખૂબ જ વિશ્વાસ કરીને એક હીરા વેપારીએ તેના ઘરે એક કામવાળી મહિલાને કામ ઉપર રાખી હતી. પરંતુ એ કામવાળી મહિલાએ જેવો કાંડ કરી નાખ્યો છે કે, વેપારીની પત્ની તો ચક્કર ખાઈને ઢળી પડી હતી..

આ ઉપરાંત આ કિસ્સો સમાજના દરેક લોકો માટે સાબિત થઈ ગયો છે, આ ઘટના મારુતીધામ સોસાયટીની છે. આ સોસાયટીના બંગલા નંબર પાંચમાં હીરાના વેપારી ભાનુભાઈ નામના વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે રહે છે. તેમના બંને દીકરા વિદેશમાં ખૂબ જ સારી નોકરી કરે છે..

જ્યારે હિરા વેપારી ભાનુભાઈ તેમની પત્ની મણીબેનની સાથે આ બંગલાની અંદર રહીને જીવન ગુજારે છે. મણીબેનને છેલ્લા ઘણા સમયથી કમરનો દુખાવો થતો હોવાથી તેઓએ તેમના ઘરે દરેક કામકાજ કરવા માટે એક કામવાળી મહિલાને રાખી હતી. તેમના પાડોશીની ભલામણ લઈને તેમણે આશા નામની એક કામવાળી ને તેમના ઘરે કામકાજ કરવા માટે રાખી હતી..

સવારના સમયે હીરા વેપારી ભાનુભાઈ તેમની ઓફિસે કામકાજ કરવા માટે ચાલ્યા ગયા હતા, એ દિવસે મણીબેનને પણ એક પ્રસંગની અંદર હાજરી આપવા માટે જવાનું હતું. એ વખતે તેમના ઘરે આવતી કામવાળીને તેઓ ઘર સોંપીને ગયા હતા. પરંતુ જ્યારે મણીબેન ઘરે પરત આવ્યા ત્યારે તેમને આંખે અંધારા આવી ગયા હતા કારણ કે..

તેમના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો અને ઘરની અંદર કામવાળી મહિલાને બુમ મારવામાં આવી તો કોઈ પણ વ્યક્તિએ જવાબ આપ્યો નહીં, જ્યારે બધી જ રૂમની અંદર ચેક કરવામાં આવ્યો તો કામવાળી મહિલા ક્યાંય પણ દેખાઈ નહીં, આ ઉપરાંત ઘરનું કામકાજ પણ બાકી હતું..

અને ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો, જ્યારે અંદરના કબાટમાં બનાવેલી તિજોરીની અંદર તેઓએ જોયું તો અંદર રહેલા રોકડ રૂપિયા અને મણીબેનના દાગીના પણ ગાયબ હતા. માત્ર ત્રણ દિવસ પહેલા જિલ્લા વેપારીએ વેચાણ કરેલા હીરાના રૂપિયા આવ્યા હતા. અને એ રૂપિયાથી તેઓએ આ કબાટની અંદર મૂક્યા હતા..

આ તમામ રૂપિયા અને દાગીના સહિત કુલ પાંચ લાખ રૂપિયાનો મુદ્દા માલ ચોરી થઈ ગયો હતો. તેઓએ કામવાળી મહિલાને ફોન કરવાની કોશિશ કરી પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતાની સાથે જ મણીબેન સમજી ગયા કે, કામવાળી મહિલાએ દાનત બગાડીને તેમના ઘરની અંદર ચોરી કરી નાખી છે..

એટલી મોટી રકમની ચોરીની ઘટના જાણતા જ વેપારીની પત્ની ચક્કર ખાઈને ત્યાં નીચે ઢળી પડી હતી. તેઓએ આસપાસના પડોશીને પણ આ વાતની જાણકારી આપી અને ત્યારબાદ તેમના પતિ ભાનુભાઈને જણાવ્યું કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. ભાનુભાઈ તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી..

થોડા સમય પહેલા પણ ઘરે કામ કરવા આવતી કામવાળી મહિલાએ એક કાપડ વેપારીના ઘરે ચોરી કરી હતી. દિન પ્રતિદિન આવી ઘટનાઓ ખૂબ જ વધારે માત્રામાં થવા લાગી છે. દરેક લોકો આવી વિચારધારાથી જીવન જીવતા હોતા નથી, પરંતુ અમુક ગણ્યા ગાઠિયા લોકો દાનત બગાડીને ન કરવાના કારનામાઓ કરી નાખે છે..

જેને લઇ અન્ય વ્યક્તિઓને પણ કોઈક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ કામવાળીને શોધવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે, કારણ કે તે પાંચ લાખ રૂપિયાનો મુદ્દા માલ ચોરી કરીને જતી રહી છે. તેનું મૂળ વતન કયું છે અને તે કયાની રહેવાસી છે, તેની કોઈ પણ માહિતી હીરા વેપારીને ન હતી. એટલા માટે તેઓ અત્યારે વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *