કંગના રણૌત રાજકીય બાબતોઅ ખુબ જ એક્ટીવ હોઈ છે. દેશમાં કોઈપણ બાબતો પર તે પોતાનો મંતવ્ય રજુ કરતી હોઈ છે. પછી તે મંતવ્ય વિવાદમાં બદલાઈ જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી હોતું. અત્યારે તે તેનીઆગામી ફિલ્મ થલાઇવીને લઈને ખુબ જ ચર્ચામાં છે કારણકે તે ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલીતાની બાયોપિક છે.
ફિલ્મમાં કંગના જયલલિતાનું પાત્ર ભજવે છે જે રાષ્ટ્રહિત ને લગતા ઘણા બધા મુદ્દાઓ પર આવાજ ઉઠાવે છે. કંગના દિલ્હી ગઈ છે ત્યાં તેને પરે કોન્ફરન્સમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં કંગના એ જણાવ્યો હતો રાકીય કરિયર અંગે પોતાનો મત કે શું તે કોઈ પાર્ટીમાં જોડાશે કે નહી? જો જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે વગેરે વગેરે..
તેણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે ફિલ્મી હીરો ની જેમ પાછળથી પણ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકે છે. આ નિવેદન આપ્યું ત્યારે કંગના સાથે ફિલ્મના નિર્માતા વિષ્ણુવર્ધન ઇન્દુરી પણ હાજર હતા. થલાઈવી મુવી રીલીઝ થાય તે પહેલા તેને પૂછવામાં આવ્યું હતું કે તે રાજકારણમાં જોડાશે ?
તો કંગનાએ જવાબ આપતા કહ્યું હતું કે, હું એક અભિનેત્રી તરીકે ખુશ છું પરતું જો આવતી કાલે પરિસ્થિતિ સર્જાશે અને લોકો મને સપોર્ટ કરશે તો હું જરૂર રાજકારણમાં જોડાઈ જઈશ. કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે હું એક રાષ્ટ્રવાદી છું. હું હંમેશા દેશના હિતની વાતો એટલા માટે નથી કરતી કે હું રાજકારણી છું પરતું હું દેશની એક જાગૃત નાગરિક છું.
કંગનાએ મલ્ટીપ્લેક્ષ વાળાને આડે હાથ લીધા : કંગનાએ કહ્યું કે મારી ફિલ્મ થલાઈવી હિન્દીમાં રીલીઝ નહી થાય, મલ્ટીપ્લેક્ષ હંમેશા નિર્માતાઓને નારાજ જ કરે છે. તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાનું પાત્ર ભજવનાર કંગના માને છે કે આ ફિલ્મ જયલલિતાની સફરથી વધું છે અને તે પુરુષ પ્રધાન સમાજ સાથે જોડાયેલી કોઈપણ માનસિકતાને બદલવાનો પ્રયાસ કરવાની કોશિશ નથી.
‘થલાઇવી’માં દર્શાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અંગે લોકોએ વિચાર્યું તે ક્યારેય રાજનેતા નહીં હોય અને આ પ્રકારના અસ્થિર રાજ્યની સાચવણી કરી શકશે નહીં. ન માત્ર મુખ્યમંત્રી બનશે પરંતુ ઘણી ચુંટણી જીતશે. ઘણી વખત હજી રાજનીતિમાં તેમના ગુરૂ કે ગુરૂ એમજીઆરે હંમેશા તેમનું સમર્થન કર્યું. જેથી આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે થોડાક સમય પુરૂષ પણ એક મહિલાના જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]