Breaking News

કમ્પાઉડમાં રાહ જોઇને ઉભેલા મિત્રની નજર સામે જ યુવકે 7 માં માળેથી લગાવી દીધી છલાંગ, જોનારનાં જીવ તાળવે ચોંટી ગયા..!!

દરેક દરેક માતા-પિતાને પોતાના બાળકો પર ખૂબ જ આશા રહેલી હોય છે. તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવીને તેમનું ભવિષ્ય સારું બનાવવા ઈચ્છતા હોય છે પરંતુ બાળકો અભ્યાસની સાથે-સાથે માનસિક ત્રાસમાં રહેતા એવી ઘટનાઓ કરી રહ્યા છે કે જેના કારણે તમને પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

આવી જ એક વિદ્યાર્થી સાથે બનેલી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના જયપુરમાં આવેલી ચાંદપોલ માલી કોલોનીમાં રહેતા દીપચંદ કુમાવતના દીકરા સાથે બની છે. દીપચંદભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમને પરિવારમાં પત્ની અને બે દીકરા છે. દીપચંદભાઈનો દીકરો કાર્તિક કુમાવત તેમની ઉંમર 20 વર્ષની છે.

તે એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને જેપી ફાટક પાસે આવેલા કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરવા માટે પણ જતો હતો. કાર્તિક તેમના મિત્રો સાથે ખૂબ જ હળી મળીને રહેતો અને પરિવાર સાથે પણ હળી મળીને દરેક વાતો પરિવારને કરતો હતો. કાર્તિકને એક મિત્ર ખૂબ જ ખાસ મિત્ર હતો.

તેમનું નામ વિશાલ પારેક હતું. કાર્તિક વિશાલને દરેક વાત જણાવતો અને કાર્તિકને એક ગર્લફ્રેન્ડ હતી. તે અવારનવાર ગર્લફ્રેન્ડને મળવા માટે પણ જતો હતો. એક દિવસ કાર્તિક સવારના સમયે ઘરેથી બહાર જવા નીકળ્યો હતો. ત્યારે તેમણે ઘરના સભ્યોને જણાવ્યું હતું કે કોમસ કોલેજમાંથી ફોન આવ્યો છે.

અને તેને કોલેજ માંથી સ્કોલરશીપના પૈસા આપવા માટે ફોન આવ્યો છે, જેના કારણે હું કોલેજે આ પૈસા લેવા માટે જાઉં છું તેમ જણાવ્યું હતું, ત્યારબાદ કાર્તિક તેનો ભાઈ સૌરભ પાસેથી તેમણે યામાહા ફેઝર બાઇક લીધી હતી. આ બાઈક લઈને તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેમણે પોતાનો ખાસ મિત્ર વિશાલને બે-ત્રણ વાર ફોન કર્યા હતા.

રસ્તામાં ઉભા રહીને ફોન કર્યા હોવા છતાં વિશાલે ફોન ઉપડ્યા ન હતા. વિશાલ તેની પરીક્ષા હોવાથી કોલેજ પરીક્ષા આપવા માટે ગયો હતો અને કાર્તિકને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. જેના કારણે તે કીર્તિક સીતાપુરામાં જેઇસીઆરસી કોલેજ પાસે આવેલી બિલ્ડીંગમાં અગાસી પર ચડી ગયો હતો.

બિલ્ડીંગના સાતમા માળે ચડ્યો ત્યારે તેમનો મિત્ર વિશાલનો ફોન આવ્યો હતો. વિશાલે પરીક્ષામાંથી ફ્રી થયા બાદ કાર્તિકને ફોન કર્યો હતો. તે સમયે કાર્તિકે વિશાલને જેઇસીઆરસી તરફ આવવા માટે કહ્યું હતું. જેના કારણે વિશાલ મોબાઈલ પર વાત કરતા કરતા આ બિલ્ડીંગ તરફ આવ્યો હતો. ત્યારે કાર્તિક પોતાના મિત્રને બિલ્ડીંગની અગાસી પર જોવા માટે કહ્યું હતું.

વિશાલ હજુ નીચેથી કાર્તિકને અગાસી પર જઈ રહ્યો હતો. ત્યારે વિશાલે કહ્યું હતું કે, ‘તું ત્યાં જ ઉપર રહે છે હમણાં હું આવું છું’ પરંતુ કાર્તિકે કહ્યું કે, ‘તું નીચે જ રહે, હું ત્યાં આવું છું’ આટલું જ કહીને કાર્તિકે એવું કરી નાખ્યું કે વિશાલ ત્યાંને ત્યાં જ કાર્તિકને આ હાલતમાં જોઈને બેહોશ થઈ ગયો હતો. બિલ્ડિંગમાં રહેતા લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

અને દરેક લોકોએ જોયું તો કાર્તિકે સાતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તરત જ સ્થાનિક લોકોની મદદથી કાર્તિકને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ નીચે પણ પડીને તેમનું માથું ફાટી જવાને કારણે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ વિશાલે કાર્તિકના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે આવી અને દરેક તપાસને હાથ ધરી હતી. કાર્તિકની તપાસ કરતા સમયે કાર્તિકના ખિસ્સામાંથી એક માળા, 660 રોકડા રૂપિયા અને એક અંતિમ નોટ મળી આવી હતી. આ અંતિમ નોટને વાંચતા પોલીસ ચોકી ગઈ અને પરિવારના લોકો પણ વિચારમાં પડી ગયા કે કાર્તિકે આ પગલું શા માટે ભર્યું છે.

ત્યારે પરિવારના લોકોએ વાંચ્યું અંતિમ નોટમાં કાર્તિકે લખ્યું હતું કે, ‘સુરેખા સિંહ તેમનો ભાઈ શ્યામસિંહ અને મિત્ર રોની તેમને ઘણા સમયથી હેરાન કરી રહ્યા હતા અને એમની પાસેથી પૈસા માગીને અને ધમકીઓ આપી રહ્યા હતા. જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપતા હતા. ધમકીઓ આપીને તેમણે મારી પાસેથી 30,000 રૂપિયા પણ પડાવી લીધા છે’.

જેના કારણે પરિવારના લોકોએ વિશાલની પૂછપરછ કરી હતી. તે સમયે વિશાલે જણાવ્યું હતું કે સુરેખા બે વર્ષ પહેલાં કાર્તિકની ગર્લફ્રેન્ડ હતી અને બંને એકબીજા સાથે વાત કરતા હતા પરંતુ મને ખબર ન હતી કે તેઓ એકબીજા વિશે શું વાતકરી જેના કારણે આવી ઘટના કાર્તિક કરી જશે. પરિવારના લોકો તેમના દીકરાના મૃત્યુને કારણે ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *