Breaking News

કાળી મજુરી કરીને ભેગા કરેલા પૈસાથી માં-બાપે દીકરીને વિદેશમાં ભણવા મોકલી, ત્યાં જઈને દીકરીએ કરી નાખ્યો એવો કાંડ કે માં-બાપને આવ્યો મોઢા સંતાડવાનો વારો..!

દરેક વ્યક્તિના માતા-પિતાને તેમના બાળકોની ચિંતા રહેલી હોય છે કે, શું તેમના બાળક આવનારા સમયની અંદર લોકોની સાથે સાથે આગળ વધી શકશે કે નહીં..? આ ઉપરાંત પરિવારજનો તેમજ મા બાપના સ્વપ્નને પૂરા કરી શકશે કે નહીં..? દરેક માતા-પિતા તેમના બાળકોને સારો શિક્ષણ અપાવવા માંગે છે..

જેથી કરીને તેમના દીકરા કે દીકરીઓ દેશનું નામ રોશન કરવામાં ક્યારેય પણ પાછી પાની ન કરે, આ ઉપરાંત સમાજ તેમજ કુટુંબમાં આગવી ઓળખ પ્રાપ્ત કરે એટલા માટે દરેક મા બાપ તેમના બાળકોને સારા શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ પુરા પાડે છે. જે બાળકોના માતા પિતા આર્થિક રીતે સારી સુખસગવડ ધરાવતા નથી તેમના બાળકો ઉપર ખૂબ જ વહેલા ઘર ચલાવવાથી માંડીને જુદી જુદી ચીજ વસ્તુઓનો બોજ આવી જાય છે..

અત્યારના સમયમાં ધોરણ 12 ના અભ્યાસ પછી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે ચાલ્યા જાય એ પ્રકારનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. એક અંદાજ મુજબ દર 100 વિદ્યાર્થીઓમાંથી લગભગ 40 થી 45 જેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ જ્યારે પણ વિદ્યાર્થીઓ તેમના મા-બાપથી વિખુટા પડે છે, ત્યારે માતા પિતાને ખૂબ જ ચિંતા થતી હોય છે..

અત્યારે કાળી મજૂરી કરીને ભેગા કરેલા રૂપિયાથી એક મા-બાપે પોતાની દીકરીને વિદેશ ભણવા માટે મોકલી હતી. પરંતુ વિદેશ જઈને દીકરીએ એવા કાંડ કરી નાખ્યા છે કે, અત્યારે મા બાપને પોતાના ગામડામાં મોઢું સંતાડવાનો વારો આવી ગયો છે. તેમજ આસપાસના સૌ કોઈ લોકો તેમની દીકરી વિશે ખૂબ જ ખરાબ ખરાબ વાતો પણ કરી રહ્યા છે.

મહિપતભાઈ અને સંતોકબેન નામના પતિ પત્ની નાના દશતરડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. તેમનો દીકરો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે, તો તેમની દીકરીએ ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ વિદેશ જવા માટે લાખો રૂપિયાની જરૂર હોવાને કારણે માતા-પિતાએ તેમની દીકરીના લગ્ન કરવા માટે જે રૂપિયા સાચવીને રાખ્યા હતા..

એ રૂપિયાથી તેમને વિદેશ મોકલવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આ રૂપિયાથી તેઓએ પોતાની દીકરીને ભણતર માટે વિદેશ મોકલી આપી પરંતુ વિદેશ જતાની સાથે જ મહિપતભાઈની દીકરી ખૂબ જ ખરાબ સંગતમાં પડી ગઈ હતી. તેણે દારૂ જેવા નસીલા પદાર્થોનું સેવન પણ શરૂ કરી દીધું, જ્યારે તેના મા બાપ તેને ફોન લગાવતા હતા..

ત્યારે અવારનવાર તે કોઈ બહાનાબાજી કરીને પોતાના મા બાપ સાથે વાતચીત કરવાનું પણ ટાળતી હતી. તેની સાથે રહેતા અન્ય લોકો પણ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય તેવું મહિપતભાઈ અને સંતોકબેનને લાગતું હતું. તેઓ તેમની દીકરીને પોતાને વતન પરત બોલાવી લેવા માટે કહેવા લાગ્યા હતા, પરંતુ તેમની દીકરીએ હવે ફરી ક્યારેય વતન નહીં આવે તેવું જણાવી દીધું હતું..

તેમની દીકરી ત્યાં ખૂબ જ ખોટા કામ કરવા લાગી હતી, જેમાં તેની કુસંગતને કારણે તે નશીલા પદાર્થોના સેવન કરવાની ચીજ વસ્તુઓ વેચવાના વેપારમાં લાગી ગઈ હતી. જ્યારે તેના મા બાપને અન્ય વ્યક્તિઓ દ્વારા જાણકારી મળી કે તેમની દીકરી અહીં ઊંધાવાડે ચડી ગઈ છે ત્યારે તેના મા બાપને ખૂબ જ ચિંતા થવા લાગી હતી…

મહિપતભાઈના દૂરના સગા સંબંધી કે જેઓ પૉલેન્ડમાં રહીને નોકરી ધંધો કરે છે. તેઓએ મહિપતભાઈની દીકરીને સમજાવાની કોશિશ કરી હતી પરંતુ આ દીકરી સમજવા માટે તૈયાર હતી નહીં અને ક્યારે પણ પરત ઘરે નહીં ફરે તેવું જણાવી દેતી હતી. દરેક લોકોની વિચારધારા જુદી જુદી હોય છે, કોઈ વ્યક્તિ અહીં ઓછું કમાઈને સંતોષકારક જિંદગી જીવી મા-બાપની સાથે તેમજ પરિવારને સાથે લઈને જીવન જીવવાનું ઇચ્છતા હોય છે..

તો કેટલાક લોકો ભવિષ્યની વધુ પડતી ચિંતા કરી વિદેશ જઈ પોતાનો નવો વેપાર કે નોકરી ચલાવીને નવું ઘર ઊભું કરવા માટે મથામણ કરવા વિદેશ ચાલ્યા જાય છે, દરેક લોકોની વિચારધારા જુદી-જુદી હોય છે. પરંતુ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે હોય પોતાના મા બાપ અને પોતાના માતા પિતાએ આપેલા સંસ્કારોને ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં.

હંમેશા સાચી નિયતથી કામકાજ કરવું જોઈએ જો નિયત સાચી હશે તો ઈશ્વર એકની એક દિવસ જરૂર ઘણી બધી ધન સંપત્તિઓ અને સુખના ઢગલા કરી દેશે. હમણા થોડા દિવસ પહેલા જ ખોટી રીતે વિદેશમાં ઘુસણખોરી કરતી વખતે એક પરિવારનો જીવ ગયાના સમાચાર સામે આવ્યા તા, જે ખુબ જ દુખદાયી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *