Breaking News

કાળાભાઈ હડમતીયાએ આપી આ તારીખથી જળબંબાકાર વરસાદ વરસવાની અતિભારે આગાહી, નવી સીસ્ટમ સક્રિય થતા જ મેઘરાજા ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ..!

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા તાલુકાઓમાં વરસાદી માહોલ સક્રિય થયો છે. જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતના અમુક અમુક તાલુકાઓમાં ભારે થી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં ડીસા અને બનાસકાંઠામાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે..

ગઈકાલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું હતું. જ્યારે જુનાગઢના માણાવદર અને તાપીના ડોલવણમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અને હવે ગુજરાતના હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા આગાહી આપતા જણાવ્યું છે કે..

આગામી પાંચ દિવસ ભારતીય ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે. અને જુદી જુદી તારીખો પ્રમાણે જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ ધડબડાટી બોલાવી દેશે જેમાં 3 તારીખના રોજ સુરત, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ડાંગ, જુનાગઢ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથમાં હળવા થી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..

તો 4 તારીખના રોજ દ્વારકા, જુનાગઢ, દમણ, પોરબંદર, નવસારી અને વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે 5 તારીખથી ભરુચ, નવસારી, વલસાડ, પોરબંદર, સુરત, દમણ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે.6 અને 7 તારીખના રોજ નવસારી, દમણ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, જામનગર, સુરેન્દ્રનગર ,રાજકોટ, પંચમહાલ આ તમામ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.

વાત કરીએ છેલ્લા 24 કલાકની તો ઉત્તર ગુજરાતના દિયોદરમાં આઠ ઇંચ, ડીસામાં પાંચ ઇંચ, અમીરગઢમાં પાંચ ઇંચ, ખંભાળિયામાં પાંચ ઇંચ, માણાવદરમાં ચાર ઇંચ, વીરપુરમાં ચાર ઇંચ, ખેર ગામમાં ચાર ઇંચ, બારડોલીમાં પાંચ ઇંચ અને ઓલપાડમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 48 તાલુકાની અંદર સિઝનનો 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. એટલો બધો મુસળધાર વરસાદ વરસવાને કારણે ખેડૂતો રાજીના રેડ થયા છે. અને પોતાના ખેતરે વાવણી કરવા ગયા છે. આ ઉપરાંત અરબ સાગરમાં એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને કારણે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદ આટલી બધી ગતિથી વરસવા જઈ રહ્યો છે કે જેને કારણે માત્ર થોડા સમયની અંદર જ વધારે વરસાદ વરસવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *