Breaking News

કાકા-બાપાના દીકરાઓ એવી બાબતમાં લડ્યા કે બંનેના દર્દનાક રીતે જીવ ગયા, પારિવારક મામલો સાંભળીને કાળજું ધ્રુજી જશે તમારું..!

મોટાભાગે આપણે એવા પરિવારિક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે, જેમાં ભાઈઓમાં ખૂબ જ સારો સંપ અને એકતા જોવા મળે છે, જ્યારે તેમની પત્નીઓમાં અંદર અંદર કોઈ વાહકને લઈ વિખવાદ ચાલતા હોય છે, જેના કારણે બંને ભાઈઓને જુદા-જુદા ઘરની અંદર રહેવા માટે જતું રહેવું પડતું હોય છે..

પરંતુ અત્યારે તો એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં કાકા બાપાના દીકરાઓ એવી નાની બાબતની અંદર લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા કે, બંનેના ખૂબ જ દર્દનાક રીતે જીવ પણ જતા રહ્યા છે, આ ચોંકાવનારા બનાવને લઈને સમાજ પણ ફફડી ઉઠ્યો છે કે, આવા કિસ્સાઓ ન બને એટલા માટે પરિવારના દરેક સભ્યોની અંદર એકતા હોવી ખૂબ જ જરૂરી છે..

તેમજ એક વ્યક્તિએ અન્ય વ્યક્તિની સાથે કેવી રીતે વાતચિત વર્તન કરવું જોઈએ તેની પણ જાણકારી રાખવી પડે આવનારા સમયની અંદર આ પ્રકારના કિસ્સાઓ ક્યારેય ન બને તેવી સૌ કોઈ લોકો પ્રાર્થના કરવા લાગ્યા છે, આ ચોંકાવનારો બનાવો ગંગાધર કોલોનીમાંથી સામે આવ્યો છે..

આ કોલોની મોતીયાળા ગામના છેવાડા વિસ્તારમાં આવી છે, ગામડું ખૂબ જ મોટું હોવાને કારણે આ કોલોનીની અંદર પણ ઘણા બધા મકાનો હતા, જેમાં અખિલેશ અને અનુરાગ નામના બે કાકા બાપાના ભાઈઓ તેમના પરિવાર સાથે રહેતા હતા. અનુરાગ અને અખિલેશ ગામના સીમ વિસ્તારમાં આવેલી તેમની 20 વીઘા જમીનની અંદર ખેતી કામકાજ કરીને જીવન ગુજારતા હતા..

બંને ભાઈઓની જમીન બાજુમાં જ આવેલી હોવાને કારણે તેઓને કોઈને કોઈ બાબતોને લઈને બોલાચાલી થઈ જતી હતી, અમુક વખત પાકને પાણી પીવાની બાબતને લઈને તો અમુક વખતે જમીન પચાવી પડવાની બાબતને લઈને બંને કાકા દાદાના ભાઈઓ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા હતા..

છેલ્લા દોઢ વર્ષથી તો તેઓ એકબીજા સાથેની બોલચાલ પણ બંધ કરી દીધી હતી, જ્યાં સુધી આ બંને ભાઈઓના લગ્ન થયા હતા નહીં, ત્યાં સુધી તેઓ ખૂબ જ સારી એકતાથી જીવન જીવતા હતા. પરંતુ લગ્ન બાદ જ્યારે તેમના ખભા ઉપર પરિવાર અને ઘર સંસાર ચલાવવાની જવાબદારી આવી ચૂકી ત્યારબાદથી તેઓ એકબીજા સાથે નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા..

આ વખતે તો અનુરાગ અને અખિલેશ એવી બાબતને લઈને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા કે, જેના વિશે જાણીને નાનું છોકરું પણ કહી બેસે કે આવી નાની બાબતોમાં સમજણથી વાતચીત કરી લેવી જોઈએ હકીકતમાં ખેતરમાંથી વાહન ચલાવવાની બાબતને લઈને તેઓ લડાઈ ઝઘડો કરતા હતા..

બંનેના ખેતરની વચ્ચે ચાલવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેમાંથી અડધો રસ્તો અનુરાગના ખેતર તરફ હતો, જ્યારે અડધો રસ્તો અખિલેશના ખેતર તરફ હતો. આ બંને રસ્તા ઉપર થી બંને ખેતરના વ્યક્તિઓને ચાલવાનો સરખો અધિકાર હતો, પરંતુ અનુરાગે એક દિવસ અખિલેશને જણાવી દીધું કે, આ રસ્તા ઉપરથી હવે તમારે ચાલવાનું નથી કારણ કે..

આ રસ્તો તેમના ખેતરની અંદર દેખાઈ રહ્યો છે, તેઓએ નકશાને આધારે તપાસ ચલાવી છે, જેમાં ખબર પડી કે આ રસ્તો તેમના ખેતરની અંદર આવી ગયો છે. એટલા માટે તેઓ ક્યારે પણ હવે આ રસ્તાની અંદરથી ચાલવાનું નથી. જ્યારે અખિલેશે જણાવ્યું કે વર્ષોથી આ રસ્તો બંને ના સરખા ભાગે જમીનમાં જ બનાવવામાં આવ્યો છે..

હવે આ રસ્તા ઉપરથી ચાલવાની તમે મનાઈ ફરમાવી રહ્યા છો, આ બાબતને ક્યારે પણ તે સહન કરી બેસે નહીં ખેતરે જવાના રસ્તાની બાબતને લઈને કાકા બાપાના આ બંને ભાઈઓ એકબીજા સાથે બોલાચોલી કરવા લાગ્યા હતા. આ બોલા ચાલીની અંદર તેમની પત્નીઓ પણ સામેલ થઈ ચૂકી હતી અને મામલો આટલો બધો આગળ વધી ગયો કે..

બંને ભાઈઓ એકબીજા સાથે છૂટા હાથની મારામારી પણ કરવા લાગ્યા હતા, એવામાં અનુરાગના હાથમાં લોખંડનો પાઇપ આવી ગયો હતો, જ્યારે અખિલેશના હાથની અંદર ધારદાર સાધન આવી ગયું હતું બંને એકબીજા ઉપર વાર કરવા લાગ્યા હતા અને આ વારની અંદર જ અખિલેશ તેમજ અનુરાગ બંને એટલા બધા લોહી લુહાણ થઈ ગયા કે, બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું..

જ્યારે બંનેની પત્ની જોતીને જોતી જ રહી ગઈ સૌ પ્રથમ અનુરાગે અખિલેશને માથાના ભાગે વાર કર્યો હતો, જેના કારણે અખિલેશનું માથું ફૂટી ગયું હતું અને ત્યારબાદ અખિલેશે પણ અનુરાગને પેટના ભાગે વાર કરી દેતા અનુરાગ પણ મોતને ઘાટ ઉતરી ગયો હતો, બંને ભાઈઓ નાની અમથી બાબતોને લઈને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા..

અને આ લડાઈ ઝઘડો એટલો બધો આવીશમાં આવી ગયો કે, જેમાં દર્દનાક રીતે બંનેના જીવ પણ ચાલ્યા ગયા હતા, ત્યારે પણ કોઈ વ્યક્તિએ વિચાર્યું નહીં હોય કે આ બંને ભાઈઓ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરીને મૃત્યુ પામી જશે, આ ઘટનાના સમાચાર જ્યારે તેમના બંનેના માતા-પિતાઓ સુધી પહોંચ્યા ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા..

કારણ કે, અનુરાગ અને અખિલેશના માતા-પિતા હંમેશા ખૂબ જ સારા વર્તનથી એકબીજાની સાથે રહેતા હતા, સુખ દુઃખના સમયમાં તેઓ સાથ સહકાર પણ આપતા હતા. જ્યારે તેમના જ દીકરાઓ એકબીજા સાથે જમીનની બાબતને લઈને લડાઈ ઝઘડો કરીને મોતને ઘાટ ઉતરી જતા સમગ્ર ગામની અંદર મોતનો માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *