Breaking News

કફ સીરપના નામે ગોરખ ધંધા કરનારને પોલીસે દબોચી લીધા, કરતા એવા કારનામા કે જાણીને ભલભલાના પરસેવા છુટી ગયા..!

ઘણીવાર લોકો પૈસા કમાવાની લાલચને કારણે ગોરખ ધંધા કરતા હોય છે. નાની ઉમર ગેરકાયદેસર ધંધાને કારણે કેટલાક લોકોનું આખું જીવન ખરાબ થઇ જતું હોય છે. પૈસાની લાલચમાં લોકો ગેરકાયદેસર ધંધા કરવા તરફ વળી રહ્યા છે. શરદીની બિમારી માટે ઉપયોગમાં આવતી કફ સીરપ કે જેમાં નશાનું પ્રમાણ રહેલું હોય છે. કેટલાક લોકો તે કફ સીરપનો ગેરકાયદેસર ઉપયોગ કરીને..

વધારે ભાવમાં વેચાણ કરતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કફ સીરપનું  વેચાણ કરતાં ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન 6.30 લાખનો કફ સીરપનો જથ્થો અને સાત લાખ જેટલા રોકડા રૂપિયા SOG એ જપ્ત કર્યા છે.

તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ ચાર આરોપીઓના નામ મોહમ્મદ વકસ કાજી, મોહસીન રંગરેજ અદનાન શેખ અને અરબાઝ શેખ છે. થોડા દિવસો પહેલા અમદાવાદ પોલીસને શહેરમાં ટેક્સના વિકલ્પ તરીકે કફ સીરપ ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદ-વેચાણ થવાની માહિતી મળી હતી. જેથી અમદાવાદ પોલીસે એસઓજી ક્રાઈમ સાથે મળીને આખા શહેરમાં તેની તપાસ શરૂ કરી હતી..

આ દરમિયાન તેને જુહાપુરા બરફની ફેક્ટરી પાછળ લવલી પાર્ક સોસાયટીમાં તપાસ કરતા 6.30 લાખની કિંમતની કફ સીરપની 3500 બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે ચાર આરોપીઓને પણ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી મોહંમદવકાસ કાજી એ v k ફાર્મા નામે વેચાતી દવાઓનો ખરીદ વેચાણનું લાયસન્સ ધરાવતો હતો..

પરંતુ તેનું લાયસન્સનો વિસ્તાર સાહલમ પૂર હતો. પરંતુ મોહમ્મદવકાસ કાજીએ જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કફ સીરપની ખરીદ વેચાણ કરી રહ્યો હતો. સરકારના નિયમ મુજબ જે વ્યક્તિ લાઇસન્સ ધરાવતા હોય તે વ્યક્તિ ફક્ત લાઇસન્સમાં રહેલા સરનામાના વિસ્તારમાં જ દવાનું ખરીદ વેચાણ કરી શકે છે.

આથી પોલીસે મોહમદવકાસ કાજી અને તેના અન્ય સાથીદારો ને જુહાપુરા વિસ્તારમાં કફ સીરપ ડબલ ભાવે ખરીદ વેચાણને કારણે ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ચાર આરોપીઓમાંથી એક અરબાઝ છે કે સાણંદ વિસ્તારમાં ડ્રગ્સ પેડલ તરીકે કાર્ય કરતો હતો. જે તે વિસ્તારમાં કફ સીરપની ખરીદ-વેચાણ નો હિસાબ રાખતો હતો.

આ ચારેય આરોપી પકડાયા બાદ પોલીસ અને SOG એ તપાસ શરૂ કરી છે કે, આરોપીઓને કફસીરપનું લાઇસન્સ ક્યારે મળ્યું હતું અને તેમનું આ કાર્ય કેટલા સમયથી ચાલી રહ્યું હતું આ સાથે તેની પણ તપાસ શરૂ છે. આ ચાર આરોપી સિવાય તેમના ગ્રુપમાં અન્ય કોઈ પણ સામેલ છે કે નહીં..? આ બાબતની પણ જાણ મેળવવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *