Breaking News

અંબાલાલ પટેલે કરી કડક્ડતી ઠંડીની મોટી આગાહી, આ તારીખથી ઠંડી સુસવાટા બોલાવી દેશે.. ખાસ વાંચો…!

હાલ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. થોડા દિવસો બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. તેમજ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, કમોસમી વરસાદ વરસી ગયા બાદ ગુજરાતમાં ફરી એક વાર ઠંડી આગમન કરશે…

ભારતના ઉત્તર ભાગોમાં તોફાની માવઠાઓ તેમજ બરફ વર્ષા થઇ છે. જેના પગલે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થી કમોસમી વરસાદ તેમજ તોફાની પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. ત્યાર બાદ ગુજરાતમાં હાડ થીજાવે તેવી ઠંડી પડશે તેમ જણાવ્યું છે. ગુજરાતનું નલિયા, અમદાવાદ, ગાંધીનગર, કડી, થરાદ, ડીસા, પાલનપુર, પાટણ વગેરે જિલ્લાઓમાં અતિશય ઠંડી પડી હતી….

પરંતુ હાલ વાતાવરણમાં વાદળા બંધાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. જે થોડા જ દિવસોમાં ફરી પાછું ઉચકાશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંચમહાલ, જામનગર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ તેમજ અમદાવાદમાં સખત ઠંડી પડશે.. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી જિલ્લાઓમાં ઠંડીની અસર ખૂબ ઓછી દેખાશે…

અત્યારે વાતાવરણ અનિયમિત હોવાથી સવારમા ધુમ્મસ તેમજ જાકળ નું પ્રમાણ પણ વધી ગયું છે. ધુમ્મસના લીધેથી વાહન ચાલકોને ગાડી ચલાવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ગઈ કાલે ધુમ્મસના કારણે ૩ મોટા અકસ્માત સર્જાયા હતા. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 ફેબ્રુઆરી થી વાતાવરણમાં અચાનક પલટો આવશે…

ત્યારબાદ વાદળછાયા વાતાવરણમાં માવઠા વરસવાની આગાહી આપવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં પશ્ચિમી વિક્ષેપો ની અસર ખૂબ વધારે હોય છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનાના 10 તારીખ થી લઈને 19 તારીખ સુધી કમોસમી વરસાદના વાદળો ખેંચાઈને આવશે…

અને ત્યાર પછી હવામાનમાં અચાનક જ અલ્ટા દેખાશે. જે મુજબ 22 તારીખની આસપાસ હવામાનમાં ખૂબ મોટો પલટો. આવશે તેમજ 27 તારીખથી લઇને 2 માર્ચ સુધીમાં ભારે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. આગાહી ના સમાચાર ખેડૂત મિત્રોને મળતા જ તેઓ ફરી પાછા ચિંતામાં મુકાઈ ગયા છે…

એક પછી એક કમોસમી વરસાદ અને માવઠાઓ ખેતરમાં પાકને તબાહ કરી દે છે. તેમજ અનિયમિત સમયે આવતો વરસાદ ખેતરમાં ખુલ્લો પડેલ આ પાકને પલાળીને બગાડી દે છે. અત્યારે ગુજરાતમાં ઠંડીનો દોર ઘટયો છે. પરંતુ અંબાલાલ દામોદર પટેલે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ગ્રહ નો વરતારો પરથી લાગી રહ્યું છે કે ઠંડી અને વરસાદ એમ બંને સિઝન ચાલુ થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *