Breaking News

કડકડતી ઠંડીમાં તાજી જન્મેલી બાળકીને માં-બાપ કંટાળી વાડમાં ફેંકીને જતા રહ્યા, બિચારીની હાલત જોઈ આંસુ સર જશે તમારા..!

આપણી આસપાસ આજકાલ ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. નાના બાળકો સાથે અવારનવાર જીવલેણ ઘટનાઓ બની રહી છે. આજની યુવાન પેઢી હજુ પણ ઘણી બધી કુમાન્યતાઓમાં માની રહી છે. હજુ પણ નાની બાળકીઓને જન્મતાની સાથે જ તરછોડી દેવામાં આવે છે, આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના રાજસ્થાનના બુંદી વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં એક માસુમ બાળકી મળી આવી હતી. બુંદી શહેરના ચિતોડ રોડ પર સેન્ટ્રલ સ્કૂલ પાસે આવેલી ખાલી જગ્યામાં વહેલી સવારના સમયમાં ઝાડિયોમાંથી એક માસુમ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો, જેના કારણે ઝાડીઓની આસપાસથી પસાર થતા લોકો ચોંકી ગયા હતા.

બાળકના રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યા છે તેમ શોધી રહ્યા હતા. આસપાસના લોકો ભેગા થઈને તેમણે ખાલી પ્લોટ માં જોયું તો એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી. આ જોઈને દરેક લોકોના હોશ ઉડી ગયા અને લોકો ચિંતામાં આવી ગયા હતા. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આસપાસ રહેલા સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીને એમ જ ખુલ્લી છોડી દેતા બાળકીને શરીરે ઘણા બધા નાના મોટા ઘા થઈ ગયા હતા અને બાળકી ના શ્વાસ ધીમા થઈ ગયા હતા જેના કારણે હૃદયના ધબકારા ઓછા થઇ ગયા હતા.

બાળકીને તરત જ બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ બુંદી હોસ્પિટલના એમસીએચ યુનિટમાં દાખલ કરી હતી. બાળકીની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ ચાલુ કરી હતી. તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે એક સગીર વયની યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.

અને આ યુવતીએ સમાજની શરમ અને ડરને કારણે નવજાત બાળકીને ત્યાં છોડીને ભાગી ગઈ હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ નવજાત બાળકીનો જન્મ સવારના સમયે ચાર થી પાંચ ના સમયગાળા દરમિયાન થયો હતો. આ નવજાત બાળકીની સારવાર ખૂબ ચાલી રહી હતી. બાળકીના ધબકારા ઓછા હોવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

પોલીસ નવજાત બાળકી ની માતાની તપાસ કરી રહી હતી. આજકાલ લોકો ખૂબ જ નિર્દય બની ગયા છે, તેઓ પોતાના જન્મેલા બાળકોને આવી જ રીતે છોડીને ભાગી રહ્યા છે સમાજની બીકે માતાઓ નિર્દય બનીને પોતાની બાળકીઓને ત્યજી રહી છે. આવી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે અને હાલમાં પણ આવી ઘટના જોવા મળી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *