Breaking News

અંબાલાલની આગાહી, કડકડતી ઠંડી બાદ હવે આ તારીખથી ગુજરાત પર માવઠાનું મોટું સંકટ, રસ્તાઓ બની જશે નદી… ખેડુ ભાઈઓ ખાસ વાંચે.!

ગુજરાતમાં ત્યારે કોલ્ડવેવની સ્થિતિ છે. ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા અતિશય ઠંડીનો વાયરો વાઈ રહ્યો છે. લોકોને ધાબળા, સ્વેટર,કાન પટ્ટી અને તપણાની જરૂર પડી રહી છે. આટલી બધી હાડ થીજાવે એવી ઠંડીમાં વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે કે 20 તારીખથી લઈને 30 તારીખ સુધી બર્ફીલા તોફાનની સાથે સાથે માવઠાઓ વરસશે.

આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતાં અત્યારે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ઠંડીમાં તાપણું અને ધાબળા ઓઢવાની દર્જ પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાનામાં દર વર્ષે વધુ પડતી ઠંડીનો અનુભવ થતો હોઈ છે.

ગુજરાતમાં ભારતના ઉત્તર ભાગોમાં ઠંડા પવનો પ્રવેશી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમાલયની બર્ફીલી પર્વતમાળા પરથી વાતા શીત લહેરોને કારણે આજે ગુજરાતના દરેક પ્રદેશોમાં ભારે ઠંડી પડી રહી છે. આટલી પુષ્કળ ઠંડીના કારણે લોકો કામ વગર ઘરની બહાર જવાનું ટાળે છે.

બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ભારતના ઉત્તર પર્વત વિસ્તારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે 22 તારીખથી આખા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. આ આગાહી આપતા જ ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે..

કારણ કે આ આગાઉ જ્યારે અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે કમોસમી માવઠાની આગાહી કરી હતી ત્યારે ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર કમોસમી વરસાદ વરસ્યા હતા. તેવી જ રીતે આ આગાહી મુજબ પણ ગુજરાતમાં 22 તારીખથી 30 તારીખ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ઠંડા પ્રદેશો જેવા કે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા તેમજ કચ્છનું નલીયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જે વિસ્તારોમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે એ વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે.

આ માવઠાનું સંકટ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને જુનાગઢ જીલ્લાઓ પર મોટા પ્રમાણમાં રહેલી છે. તો બીજી બાજુ બંગાળના સાગરમાં હવાનું મધ્યમ દબાણ ઉત્પન્ન થતા તેમજ અરબસાગર પરથી આવતા ભેજની મહતમ અસરને પગલે ગુજરાતના અનેક તાલુકાઓમાં માવઠાની આશંકાઓ સેવાઈ રહી છે.

અંબાલાલે જણાવ્યું છે કે 22 તારીખ આવતા જ આકાશમાં ઠંડીના સુકા વાતાવરણની જગ્યાએ કમોસમી વરસાદના કાળા ભમ્મર વાદળ ખેંચાઈને આવી જશે ત્યાર બાદ ૨૪ તારીખ આસપાસ માવઠું વરસશે. પુષ્કળ ઠંડી અને કમોસમી વરસાદને પગલે ખેતીવાડીમાં ભારે નુકસાનીની ભીતિ સતાવી રહી છે.

જો આ માવઠાઓ વરસશે તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે. એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.

અત્યારે ઠંડીની વાત કરીએ તો સૌથી ઠંડુંગાર શહેર નલિયા નોંધાયું છે. જ્યા લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું ચુક્યું છે. તો બીજી બાજુ ડીસા  તેમજ પાટણમાં તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી નીચે પડ્યો છે. રાજકોટમાં લઘુતમ તાપમાન આશરે 10 ડિગ્રી તો જૂનાગઢ જીલ્લાનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *