Breaking News

કાદવમાં ફસાયેલી કારની ડીકીમાંથી વાછરડા મળી આવતા જ તમામ લોકોના ઉડી ગયા હોશ, જો ગાડી કાદવમાં ફસાઈ ન હોત તો આજે વાછરડા…. વાંચો..!

કહેવાય છે કે જે વ્યક્તિઓ ખોટા કામ કરે છે. તેઓની પોલ આજે નહિ તો કાલે અને આવતીકાલે નહીં તો થોડા દિવસ પછી પરંતુ તેમની પોલ ખુલી પડવાની જ હોય છે. ખોટા કામ કરનારને ભગવાન ક્યારેય બક્ષતા નથી. આ સાથે સાથે ગુજરાતનું પોલીસખાતું પણ ખોટા કામ કરનારને પકડી પાડે છે અને કડકમાં કડક સજા ફટકારતા હોય છે..

ગઈકાલે વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે આવેલા સોકજા પંથકના તંબુ ગામે એક લાલ કલરની મારુતિ સ્વીફ્ટ કાર પસાર થઇ રહી હતી. આકાર મૂળ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. આ કાર રાત્રે ત્રણ વાગ્યા આસપાસ આ વિસ્તારમાં પહોંચી હતી. પરંતુ આ વિસ્તારમાં આગળના પાંચ કલાક પહેલા જ ભારે વરસાદ વરસવાને કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.

અને નીચાણવાળા વિસ્તારોમાં કાદવ પણ જામી ગયો હતો. આ કાર પસાર થઇ રહી હતી. ત્યાં ભારે માત્રામાં હોવાથી કાદવ હોવાથી આ કાર કાદવમાં ફસાઇ ગઇ હતી. જાહેર રસ્તા પર કાર ફસાઈ જતા સૌ કોઈ લોકો કારની મદદ કરવા માટે આવ્યા હતા. પરંતુ કારની અંદર રહેલા બે વ્યક્તિઓ આ કારણે ત્યાં જ છોડીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા..

શરૂઆતમાં તો રસ્તા પર રહેલા સૌ કોઈ લોકોને થયું કે, આ વ્યક્તિને કોઈ ઇમર્જન્સી હશે. જેના કારણે તેઓ આ કારણે અહિયાં જ મૂકીને ભાગી નીકળ્યા છે. પરંતુ જ્યારે આ કારની ડેકી ખોલવામાં આવી અને જે દ્રશ્ય જોયું તે જોતાની સાથે સૌ કોઈ લોકોના હોંશ ઉડી ગયા હતા કારણ કે આ કારની ડીકી ખોલતા જ કારની ડીકી માંથી ત્રણ વાછરડા મળી આવ્યા હતા.

એટલે કે લોકોને જાણ થઈ ગઈ હતી કે, નક્કી આ કારની અંદર લઈ જવામાં આવતા વાછરડાને તસ્કરી કરવામાં આવી રહી છે. ગૌહત્યા કરનાર લોકોને પોલીસ તાત્કાલિક ધોરણે પકડી પાડતી હોય છે. તેમજ વાત મળતાની સાથે જ તેઓને કોઈ પણ જિલ્લા અને કોઈપણ તાલુકામાંથી દબોચી લેવામાં આવતા હોય છે..

પરંતુ આ કારની કોઈપણ પ્રકારની બાતમી મળી હતી નહીં. પરંતુ કાદવમાં ફસાઈ જવાને કારણે આજે આ ત્રણ વાછરડાંના જીવ બચી ગયા છે. આ કારની અંદરથી વધારે માત્રામાં લાકડાના તેમજ પથ્થર અને ગાયને બેભાન કરવા માટેના ઇન્જેક્શન જેવી સામગ્રીઓ પણ મળી આવી છે. આ વાછરડા મળતાની સાથે જ સ્થાનિક લોકોએ આ બાબતની જાણ પોલીસને કરી દીધી હતી..

પોલીસે પેટ્રોલિંગ કરતાની સાથે સાથે આ બંને લોકોને પકડી પાડવા માટે આદેશો જાહેર કરી દીધા હતા. પરંતુ આ બંને લોકો હજુ પણ પોલીસની પકડથી દૂર છે. જ્યારે આ કારની અંદર લઈ જવામાં આવતાં ત્રણ વાછરડાંના જીવ બચી ગયા છે. આ વાછરડાઓને ક્યાંથી લાવવામાં આવતા હતા..? અને આ વાછરડાઓને ક્યાં લઈ જવામાં આવતા..? તમામ બાબતોની માહિતી હાલ મેળવાઈ રહી છે.

આગળ પણ વડોદરા નેશનલ હાઇવે પાસેથી પોલીસે બાતમી મળતાની સાથે જ એક ટ્રકનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ ટ્રકને ફૂલ ઝડપે પીછો કર્યા બાદ પકડવામાં આવ્યો હતો. અને તેની પાછળનું કન્ટેનર ખોલીને જોયું તો તેની અંદરથી કુલ ૨૦ થી ૪૦ ભેંસો લઇ જવામાં આવતી હતી. આ તમામ ભેંસોને તસ્કરો ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા પોલીસે આ તમામ ભેંસોનો જીવ બચાવ્યો છે. અને આ તસ્કરી માં જોડાયેલા તમામ લોકોને પકડી પાડીને જેલના હવાલે કરી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *