Breaking News

મહિલાએ પોલીસને ફોને કર્યો કે કચરાના ઢગલામાંથી લાશ મળી છે, ત્યાં જઈને જોયુ તો મળ્યું એવું કે જે જોઈને હોશ ઉડી જશે!

ઘણીવાર આપણે આંખો સામે જોયું અને કાનોથી સાંભળેલું સત્ય હોતું નથી. અને આપણે અચાનક જ ઊંડા વિચારમાં મૂકાઇ જઇએ છીએ કે આપણે આપણી આંખો થી જોવા છતાં પણ તે અસત્ય કેવી રીતે હોઈ શકે.. પરંતુ આંખોથી છેતરાઈ જવું એ સામાન્ય વાત છે. તાજેતરમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો…

આ વાત ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલાની છે જેણે પોતાની આંખ સામે એવું જોયું કે જેનાથી તે છેતરપિંડીનો ભોગ બની ગઈ હતી. 26 વર્ષની મહિલા કારા લેવી અને તેનો બોયફ્રેન્ડ ક્રીસ ઇંગ્લેન્ડના એક શહેરમાં રહે છે. તેઓ સવારના લગભગ 10 વાગ્યા આજુબાજુ કચરાના રિસાયક્લિંગ સેન્ટર પર કચરો ફેંકવા માટે જતા હતા..

ત્યારે તેણે કચરામાં એવું જોયું કે જેનાથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે કચરા માં કોઈક મહિલાની લાશ પડેલી છે. આ લાશ ઉંધી પડી હતી. તેમજ તેના પર કપડા પણ ખુબ ટૂંકા દેખાઈ રહ્યા હતા. લાશના ઉપરના ભાગે ટોપ અને નીચેના ભાગ પર શોર્ટ્સ પેહર્યા હોઈ તેવું લાગી રહ્યું હતું..

આ જોઈને તે મહિલા અને તેના બોયફ્રેન્ડ ક્રિસ બન્ને ખૂબ જ ડરી ગયા હતા. અને તેઓએ આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને પણ કરી હતી. જાણ થતાં કેટલાંયે લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. આ મહિલાના શબને ચારે બાજુથી જોઈ રહ્યા હતા. ત્યારબાદ તેઓએ પોલીસને પણ જાણ કરી દીધી હતી.

તેથી પોલીસ પણ ફોરેન્સિક ની ટીમને લઈને ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી. કચરાના ઢગલા નું નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે બધા લોકો જેને લાશ સમજતા હતા તે હકીકતમાં લાશ નહીં પરંતુ એક ફીમેલ ઢીંગલી હતી. જે અસલમાં માણસ જેવી જ દેખાતી હતી. ઢીંગલીને મહિલા જેવું જ રૂપ આપવામાં આવ્યું હતું..

તેમજ તેને કપડાં પહેરાવવામાં આવ્યા હતા તેથી જોનાર વ્યક્તિ કોઈ પણ હોય તે તેને લાશ જ સમજી બેસે. આ ઘટનાની હકીકત સામે આવતા ત્યાં ઊભેલા સૌ લોકો એકબીજાની સામે જોઈ હસવા લાગ્યા હતા. લોકો ચર્ચા ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે આ કોણ મૂર્ખ માણસ છે કે જેણે ઢીંગલીને કચરામાં ફેંકી દીધી.

હકીકતમાં પોલીસને જાન કરનાર મહિલા પણ ત્યાં શરમથી લાલઘૂમ થઈ ગઈ હતી. કારણકે કે તે ઢીંગલીને સરખી જોયા વગર જ તેને લાશ સમજી બેઠી અને આજુબાજુના લોકોસાથે પોલીસને જાણ કરીને લોકોનો સમય અને મગજ ખરાબ કરી બેઠી. તેને પોલીસની માફી માંગી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *