Breaking News

કામ કરવા આવતી માં-દીકરીને ઘર સોંપીને વેપારીની પત્ની મંદિરે ગઈ, રેઢા ઘરે મોકો જોઈને કામવાળીએ કર્યો એવો કાંડ કે જાણીને ભલભલાના ટાંટીયા ધ્રુજી ગયા..!

આધુનિક સમયમાં છેતરપિંડીના ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આજના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે, જેના પર વિશ્વાસ કર્યો હોય છે, તે લોકો અવારનવાર વિશ્વાસઘાત કરી રહ્યા છે અને એ લોકો સાથે એવી હચમચાવતી ઘટના કરી રહ્યા છે, જેના કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે.

હાલમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જે દરેક લોકો માટે ચેતવણી સમાન બની ગયો છે. આ કિસ્સો સુરત શહેરમાં રહેતા કાપડના મોટા વેપારી સાથે બન્યો છે. કાપડના વેપારી ખૂબ જ નામચીન વેપારી છે. તેઓ સુરતના ભટાર વિસ્તારમાં ઉમા ભવન પાસે આવેલા ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ કાપડના વેપાર સાથે ઘણા સમયથી જોડાયેલા હતા.

વેપારીનું નામ નારાયણ પ્રસાદ છે. તેઓ પોતાની પત્ની સાથે પરિવારમાં રહેતા હતા. વેપારીની પત્નીએ પોતાના ઘરસંસારને ખૂબ જ સારી રીતે ચલાવી રહી હતી પરંતુ તે ઘરનું દરેક કામ કરી ન શકતી હોવાને કારણે તેમણે પોતાના ઘરે કામ પર નોકરાણીને રાખી હતી. પોતાના ઘરે કામ કરવા માટે નોકરાણીમાં માતા દીકરી આવ્યા હતા.

કાપડના વેપારીના ઘરે કામ કરવા માતા દીકરી સાથે આવ્યા હતા. જેમાં વેપારી તેમના ઘરે કામ કરવા આવેલી મહિલા અને તેની દીકરી પાસે આઈડી કાર્ડ માંગ્યા હતા. પહેલા દિવસે માતા દીકરી જ્યારે કામ કરવા આવ્યા ત્યારે તેમણે વેપારીની પત્નીએ પોતાના ઓળખના કાર્ડ માંગ્યા હતા પરંતુ માતા દીકરી પોતાની સાથે લાવ્યા નથી તેમ જણાવ્યું હતું.

અને કામ કરવા આવેલી યુવતીએ પોતાનું નામ રોઝી જણાવ્યું હતું. આગળના દિવસે કામ પર રાખેલી માતા દીકરીએ એક દિવસ ઘરનું કામ કર્યું હતું. વેપારીની પત્નીને તે બંને કરેલું કામ પસંદ આવતા તેમને નોકરી પર રાખી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી માતા દીકરી નોકરી પર આવ્યા હતા અને તેઓ ઘરનું કામ કરી રહ્યા હતા.

માતા દીકરીએ આખા ઘરને આગળના દિવસે જ તપાસી લીધું હતું. પહેલા દિવસે જ તેઓ જ્યારે કામ પર આવ્યા ત્યારે તેમણે આખા ઘરને જોઈ લીધું હતું અને દરેક વસ્તુઓમાં નજર કરી લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે માતા દીકરી કામ પર આવતા જ વેપારીની પત્ની મંદિરે ગઈ હતી. જેના કારણે માતા દીકરી ઘરમાં એકલા કામ કરી રહી હતી.

અને ઘરમાં કોઈપણ વ્યક્તિઓને ન જોતા માતા દીકરી ઘરમાં રહેલા કબાટને ખુલ્યા હતા અને લાગ ઉઠાવીને તિજોરીમાં રાખવામાં આવેલા ત્રણ લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાનું સોનુ લૂંટી લીધું હતું. ત્યારબાદ બંને માતા દીકરી ઘરમાંથી બહાર નીકળીને ભાગી ગઈ હતી. જ્યારે વેપારીની પત્ની મંદિરેથી ઘરે પરત આવી ત્યારે તેમણે જોયું તો તેના ઘરનો દરવાજો ખુલ્લો હતો.

અને કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ પૈસા ગયા હતા. આ જોતાની સાથે જ વેપારીની પત્ની આઘાતમાં રડી પડી હતી. ત્યારબાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તરત જ વેપારીને આ વાતની જાણ કરવામાં આવી હતી. વેપારીએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

તેના ઘરે કામ કરવા આવતી માતા અને દીકરી સામે કેસ નોંધાવ્યો હતો. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. અને વેપારીના પૈસા, ઘરેણા પરત મળે તેના પ્રયાસ કરી રહી હતી. પોલીસે દરેક લોકોની ચેતવણી સમાન નોંધ આપી દીધી હતી કે, જેમના ઘરે કામ કરવા નોકરાણીઓ આવે છે તેના પર સતત નજર રાખવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *