Breaking News

જવેલર્સમાં સોનીને અજાણી સ્ત્રી સાથે વિડીયો કોલ પર વાત કરાવતો રહ્યો આ યુવક, અને કર્યુ એવું કે સૌ કોઈના હોશ ઉડી ગયા..!

આજકાલ આરોપીએ એવા કીમિયાઓ અપનાવી રહ્યા છે કે જાણીને સામાન્ય માણસ પણ માથું પકડી લે. આટલું મગજ તેઓ અન્ય સારા ક્ષેત્રમાં લગાવે તો તેઓ પ્રગતી જ પ્રગતી કરે.. પરતું આરોપીઓ લુંટ ફાટ અને ચોરી કરવામાં એટલા શાતીર બનતા જાય છે કે ભલ ભલા માણસને ચકમો આપી દે છે..

આવો જ ચકમો એક ચોર લુટારાએ સુરતના એક સોનીને આપ્યો છે. સુરતના ડભોલી વિસ્તારમાં રાહુલભાઈ હડીયલ છેલ્લા 7 વર્ષથી ઘર નજીકના વિસ્તારમાં જ જવેલર્સની દુકાન ચલાવે છે. સોનાની ખરીદી કરવા આવનાર દરેક લોકો મોટા ભાગે સેમ્પલ વસ્તુઓ તેમજ ઘાટ જોઈને ખરીદી કરતા હોઈ છે..

ઘરના અન્ય સભ્યને સોનાના દાગીના ના ફોટો અને વિડીયો કોલ કરીને પણ દેખાડતા હોઈ છે. આ વસ્તુ સામાન્ય રીતે દરેક જગ્યાએ બનતી હોઈ છે. પરંતુ આ જવેલર્સની દુકાન પર વેડરોડ વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતા દીપકસિંગ ધુરાજસિંગ રાજપુત નામનો યુવક જવેલર્સની દુકાને આવ્યો હતો.

આ યુવક સોના વેપારી માટે કાલ બનીને આવ્યો હતો. શરૂઆતમાં તો આ યુવકે દાગીનો કઈ રીતે બને અને કેવો લાગે તેનું મને સેમ્પલ બતાવો તેમ રાહુલભાઈને કહ્યું હતું જેથી તેના પર ભરોસો કરી તૈયાર થયેલો સોનાનો હાથનો પોચો જોવા આપ્યો હતો. સોનીને એવો ખ્યાલ પણ નોહ્તો કે આ યુવક ગ્રાહક નહી પરતું બીજો કોક છે.

આ દરમિયાન દિપક સિંહ રાજપૂતે એના મોબાઈલ ઉપર વીડિયો કોલ કરીને અજાણી સ્ત્રી સાથે વાત કરી રાહુલભાઈની નજર ચૂકવી હતી. સોનાનો હાથનો પોંચો ચોરવાનો પ્રયાસ થયો હતો. ડભોલી વિસ્તારમાં ઘરેણાં બનાવવાના કારખાનામાં દાગીના કઈ રીતે બને તે જોવાના બહાને આવેલો યુવક ચોરી કરી ભાગી રહ્યો હતો.

સોનાનો હાથનો પોંચો લઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરી હતી. જેથી દુકાન માલિકે ચોર ચોરની બૂમો પાડી.. તેને પકડી લીધો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. રાહુલભાઈએ તેને પકડી પાડયો હતો અને એની પાસેથી સોનાનો હાથનો પોંચો લઈ લીધો હતો. ચોરની આ હરકત CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ચોર ઈસમને પોલીસને સોંપી દેવાયો હતો. ચોરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેના આધારે પોલીસે આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે સમગ્ર ઘટના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડયો છે જોકે આરોપીએ ભૂતકાળમાં પ્રકારના પણ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે જોવું પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ કયા પ્રકારના અન્ય ગુનાઓ મળી આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *