આજકાલ નાના બાળકો તેમજ બાળકીઓ જેમ જેમ મોટા થતા જાય છે. તેમ તેમ તેઓને સાચવવા ખૂબ જ મુશ્કેલ બનતાં જાય છે. કારણકે તેઓના ભવિષ્ય માટેની રાહ દેખાડતા મા-બાપ તેઓને કોઇ ઠપકો આપે તો તેઓને ખૂબ જ ખોટું લાગી જતું હોય છે. અને તેઓ શું કરી બેસે તે નક્કી હોતું નથી..
પરંતુ હાલના યુવાન તેમજ યુવતિઓમાં પણ કંઇક આ પ્રકારના ગુણો દેખાઈ રહ્યા છે. તેઓ કોઇને કોઇ કારણોસર એવું પગલું ભરી લેતા હોય છે જેને કારણે પરિવાર માં ભાગમભાગ મચી જતી હોય છે. અને પરિવારજનોને અંતે પસ્તાવા સિવાય કોઇ પણ વિકલ્પ બાકી રહેતો નથી.
ભર જુવાનીમાં મોજ શોખ કરવા માટે જરૂરી પાસેને લઇને ઘણા યુવક યુવતીઓ વલખા મારતા હોઈ છે. વધારે પડતી પૈસાની જરૂરીયાતને સંતોષવા કોઇપણ કામ કરવા માટે પણ રેડી થઇ જતા હોઈ છે. માં-બાપને ખ્યાલ પણ ન હોઈ કે તેમનો બાળક શું કરી રહ્યો છે અને બાળક પોતાની મોજમાં મશગુલ બનીને ન કરવાના કામો કરી બેસે છે..
હાલ મહેસાણાના કડી તાલુકામાં ખુબ જ ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કડી તાલુકાના ડાંગરવા ગામના ચાવડા પરિવારમાં હાલ શોકનું મોજું ફરી ગયું છે. આ પરિવારનો એક નો એક દીકરો કુલદીપસિંહ ચાવડાએ કોઈક કારણોસર પોતાના જ શરીરે આગ લગાડીને આત્મવિલોપન કરી લીધું છે..
આ બનાવ બનતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં અરેરાટી મચી ગઈ છે. સૌ કોઈ લોકો આ ઘટનાની પાછળના કારણ ને જાણવા માટે આતુર છે. કુલદીપસિંહ ચાવડા નામના યુવકે રાત્રેના સમયે ઘરેથી નીકળી ગયો હતો અને 3 વાગ્યા આસપાસ તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી..
આ બનાવ રાત્રેના સમયે બન્યો હતો એટલા માટે કોઈની નજર આ બનાવ પર પડી ન હતી. આ બનાવ બન્યા બાદ સદનસીબે ત્યાંથી કોઈક પસાર થયું અને તેણે આ દ્રશ્ય જોતાની સાથે જ તાત્કાલિક ધોરણે મહેસાણા સારવાર માટે લઇ ગયો હતો. પરતું હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ જણાવ્યું કે…
કુલદીપસિંહ ચાવડાનું મોત થયું છે. ત્યારબાદ તેની ઓળખ કરીને આ વાતની જાણ તેના માતા પિતાને આપવામાં આવી હતી. આ બાબતને લઇને નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શું આ યુવક કોઈના દબાણ અને ત્રાસને સહન કરી રહ્યો હતો કે શું કારણ હતું તેની જાણ મેળવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]