Breaking News

જુવાન ઉંમરમાં લેડી ડોન બનીને આ દેખાવડી યુવતીએ કર્યું એવું કામ કે તેને પકડવા પોલીસને દોડતું થવું પડ્યું, હું લેડી ડોન છું કહીને…

આજના સમયમાં મિત્રો જો સારા હોય તો વ્યક્તિ સારો બને છે અને જો મિત્રોની ખરાબ સંગત થઈ જતાં વ્યક્તિ અવળા માર્ગો અપનાવે છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બાળકો ક્યારેક કઈ ઘટનાઓ કરી રહ્યા છે. તેની સાર સંભાળ રાખવી જોઈએ અને જો ધ્યાન ન રહેતા એવી ઘટનાઓ બની રહી છે.

જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જયપુરમાં બની હતી. જયપુરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહ્યા હતા. યોગેશ જાદવ નામનો વ્યક્તિ એક દિવસ કરોલી વિસ્તારમાંથી તેમના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે તેણે રસ્તા પર સ્કૂલના 6 વિદ્યાર્થીઓને ખરાબ સંગતમાં જોયા હતા.

યોગેશ અંજની માતા મંદિર પાસે આવેલા વીરવાસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેણે 4 છોકરાઓ અને 2 છોકરીઓને નશો કરતા જોયા જેના કારણે યોગેશે આ છોકરા-છોકરીઓને નશો કરવાની ના પાડી, તે સમયે વિદ્યાર્થીઓએ યોગેશને અપશબ્દો કહ્યા અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

તે સમયે એક છોકરાએ પોતાના ખીચામાંથી નાની ધારદાર વસ્તુ કાઢી અને તેણે યોગેશ પર વાર કર્યો હતો. યોગેશને પીઠના ભાગમાં ધારદાર હથિયારથી હુમલો કરી દેતા તે લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયો, ત્યારબાદ આ વિદ્યાર્થીઓ યોગેશને આજ હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા.

જેના કારણે યોગેશે કરોલીના કોથવાલી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ વિદ્યાર્થીઓને શોધી રહ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીની જેનું નામ રેખા મીના હતું. મહિલા ડોન તરીકે ઓળખાતી હતી. રેખા તેના પરિવાર સાથે રહેતી હતી. રેખાની માતાનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું.

રેખા તોડાભીમના નંગલા લાટની રહેવાસી હતી. રેખાએ તેમની માતાને બાળપણમાં જ ગુમાવી હતી જેના કારણે તે પોતાના પિતા સાથે રહેતી હતી. રેખાના પિતા તેના ગામમાં જ ખેતી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા પરંતુ તેઓ રેખાને ભણાવવા માગતા હતા. જેના કારણે રેખાને જયપુરના રેખાને ભણવા માટે શાળાએ મોકલતા હતા.

પરંતુ પિતાને રેખાની કોઈપણ વાતની જાણ ન હતી. રેખા ગુનાખોરીની દુનિયામાં જીવી રહી હતી. તે અવારનવાર ફેસબુક પર લાઈવ રહીને કલાકો સુધી વિરોધી પક્ષ સાથે લડાઈ ઝઘડા કરતી હતી અને અવારનવાર તે અપશબ્દો તેમજ ગાળો બોલીને સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો વાયરલ કરતી છતાં રેખાના પિતા આ દરેક વાતથી અંજાન હતા.

પિતાને કોઈ પણ વાતની જાણ ન હતી. રેખા તેના મિત્રો સાથે મળીને એવા ખરાબ કામો કરતી હતી. આટલી નાની ઉંમરમાં એક દીકરી આવા ખરાબ કામો કરી રહી હતી અને તે લેડી ડોન તરીકે ઓળખાતી હતી. તેણે યોગેશ પર હુમલો કરવામાં પણ સાથ આપ્યો હતો જે ત્યારબાદ રેખા જયપુરના જગતપુરામાં ભાગી ગઈ હતી.

જેના કારણે પોલીસને બાદમી મળતા જગતપુરામાં દરોડા પાડતા રેખાને પકડી પાડવામાં આવી અને રેખાને પકડી પાડીને પોલીસ તેમના અન્ય મિત્રોની તપાસ કરી રહી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ નાની ઉંમરના વિદ્યાર્થીઓ ખરાબ સંગત મળી જતા આવા અવળા રસ્તે દોરાઈ રહ્યા છે.

જેના કારણે તેમના માતા-પિતાને દુઃખ ભોગવવાનો વારો આવે છે આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. રેખાને ઘણા સમયથી સ્પોર્ટ્સ બાઈક અને કાર ચલાવવાનો પણ શોખ હતો. જેના કારણે તે અવારનવાર સ્પોર્ટ બાઈક અને કારને લઈને વિડીયો બનાવતી હતી. પોલીસ રેખાની આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *