Breaking News

જુવાનજોધ યુવતીએ પોતાના પાતળા શરીરથી કંટાળીને કરી લીધો આપઘાત, અંતિમ નોટ વાંચીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

આજકાલ લોકો એવી બાબતોને લઈને પોતાના મનમાં ખરાબો ઉત્પન્ન કરી નાખે છે કે, જે બાબતો ક્યારે ઊંડા ઉતરીને વિચારવા લાયક ન હોય.. હાલ 22 વર્ષની એક જુવાન યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટના દિલ્હીના મંડાવલી વિસ્તારની છે. આ વિસ્તારમાં 22 વર્ષની પ્રિયંકા નામની એક યુવતી રહે છે..

અને તે નોઈડામાં જોબ કરતી હતી. તે જોબની સાથે સાથે ફેશન ડિઝાઈનરનો કોર્સ પણ કરતી હતી અને ફેશન ડિઝાઈનર બનવા માંગતી હતી. પરંતુ સવારે તેને ચિંતા થવા લાગતી હતી કે, શું તેનાથી ફેશન ડિઝાઈન નહીં થાય તો તે આગળ ભવિષ્યમાં શું કરશે..? આ બાબત વિચારીને તે સતત ડિપ્રેશનમાં ચાલી જતી હતી..

આ ઉપરાંત તેના પરિવારજનોનું કહેવું છે કે, તેનું શરીર ખૂબ જ પતલુ હતું. એટલા માટે તે હંમેશા ચિંતિત રહેતી હતી. તે પરિવારજનોને જણાવતી કે, તેનું શરીર પતલુ હોવાને કારણે તેની સાથે રહેતા કેટલાક લોકો તેને મજાક મશ્કરી કરીને ખૂબ જ હેરાનગતી પહોંચાડે છે અને તેના શરીર પતલા હોવાથી તેના કામમાં પણ તેને ઠેશ પહોંચી ગઈ હોય…

તેવું તેણે જણાવ્યું હતું. તે ગામના લોકોના હેરાન પરેશાન થી ખૂબ જ કંટાળી ચુકી હતી. એટલા માટે તેણે અત્યારે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા છે કે કોઈ વ્યક્તિ આવી નાની નાની બાબતોને લઈને શા માટે જીવ ગુમાવી દેતા હશે..

કારણ કે જીવની કિંમત આ નાની નાની બાબતો કરતાં ઘણી બધી વધારે છે. આ યુવતીએ પોતાની અંતિમ નોટમાં લખ્યું છે કે, હું જે પણ કરું છું તે માં મારી ખુશી છે. હું ઘણું બધું કરવા માંગતી હતી. પરંતુ આ શરીરે મને કોઈ પણ જગ્યાએ મોકો આપ્યો નથી. હંમેશા મારા શરીરને કારણે મારે બદનામી સહન કરવી પડતી હતી..

અને મારો જીવ મારા શરીરની અંદર બંધ થઈ ગયો છે અને હવે મારો જીવ જતાની સાથે જ હવે મારા જીવને આ શરીરથી આઝાદી મળી ગઈ છે. એવું સમજી લેજો એમ કહીને આ યુવતીએ આપઘાત કરી લીધો છે. જ્યારે તેના માતા-પિતાને ખબર પડી કે, તેમની યુવાન જોધ દીકરીએ આપઘાત કરી લીધો છે. ત્યારે તેમના માટે તો આ દુઃખની ઘડી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.

આ ઘટનાને લઈને પોલીસ તપાસ પણ કરવામાં આવી છે. આ અંતિમ નોટને હેન્ડરાઇટિંગના એક્સપર્ટ લોકોને મોકલી આપવામાં આવી છે કે, શું હકીકતમાં આ અક્ષર પ્રિયંકાના છે કે નહીં..? તેની પણ જાણકારી મેળવવામાં આવશે. આ ઉપરાંત તેનો મોબાઇલ ફોન ચેક કરવામાં આવ્યો ત્યારે જ ખબર પડી કે, પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી ખુશ કેવી રીતે રહી શકાય..

આ ઉપરાંત કેવી રીતે હસ્તી ખેલતી જિંદગી જીવી શકાય અને લોકોના મહેરા ટોણાનો સામનો કરી શકાય વગેરે જેવા વિડિયો ઓનલાઈન મારફતથી જોતી હતી. આ બધી બાબતો પરથી લાગી રહ્યું છે કે, પ્રિયંકા 22 વર્ષમાં જ આટલી બધી બદનામી સહન કરી ચૂકી હતી કે વધારે બદનામી સહન ન થતા તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *