Breaking News

જુવાન દીકરી હાથ જોડીને રડતી રહી અને સગા બાપે તેને મારીને તળાવમાં ફેંકી દીધી, કારણ જાણીને ભલભલાને ધોળા દિવસે અંધારા આવવા લાગ્યા..!

ફરી એકવાર એક પિતાની દાદાગીરીની સાથે સાથે પરિવારજનો ઉપર કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિ આચરવાનો બનાવવા સામે આવી ગયો છે. આ બનાવો બિહારના દરબંગા જિલ્લામાંથી સામે આવ્યો છે. એક ગામડામાં ઉસ્માન તેના પરિવારજનો સાથે રહે છે. ઉસ્માનની દીકરી આફરીનની ઉંમર 20 વર્ષની છે..

એક સગા પિતાએ તેની સગી દીકરીને ઢોર માર મારીને પતાવી દીધી હતી અને ત્યારબાદ તેની લાશને ગામના તળાવમાં ફેંકી આવ્યો હતો. આ બનાવ્યા બાદ તમે વિચારમાં મુકાઈ જશો કે આખરે એક બાપ પોતાની સગી દીકરીને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકે..? પરંતુ આ બનાવ બિલકુલ સત્ય છે. આ બનાવ સામે આવ્યા બાદ ભલભલા લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી..

ઉસ્માનને ત્રણ સંતાનો છે. જેમાંથી મોટી દીકરીની ઉંમર 20 વર્ષની છે. અને તેનું નામ આફરીન છે. તે 20 વર્ષની થતા જ તેના માટે કેટ કેટલાય છોકરાના માંગા આવવા લાગ્યા હતા. પરંતુ આ દીકરીના પિતા ઉસ્માને તેની દીકરીની ઉંમરના કોઈ છોકરા સાથે લગ્ન કરાવવાને બદલે પોતાની જેવડી ઉંમરના એટલે કે 40 થી 45 વર્ષના એક વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે જણાવ્યું હતું..

પરંતુ આફરીને ચોખ્ખી મનાઈ કરી દીધી હતી અને જણાવ્યું હતું કે, તે વધારે ભણવા માંગે છે, ભણી ગણીને નોકરી કરવા માંગે છે. અને ત્યારબાદ તે લગ્ન કરશે, તેવું જણાવ્યું હતું. પરંતુ આ દીકરીનો બાપ કોઈ પણ વાત સમજવા માટે તૈયાર થતો નહીં. અને 40 થી 45 વર્ષની ઉંમરના આ વ્યક્તિ સાથે તે પોતાની દીકરીને પરણાવવા માંગતો હતો..

પરંતુ દીકરીએ ચોખ્ખી ના પાડી દેતા ઉસ્માન હોશ ગુમાવી બેઠો હતો અને પોતાની દીકરીને ઢોર મારવા લાગ્યો હતો, તે એટલો બધો આવેશમાં આવી ગયો કે, તેની દીકરીનો જીવ જતો રહ્યો અને તેને ખબર પણ ન રહી, જ્યારે તેને જાણ થઈ કે તેણે આવેશમા આવીને પોતાની જ દીકરીનો જીવ લઈ લીધું છે..

જે દીકરીના લગ્ન માટે તે તેને મનાવવા લાગ્યો હતો હવે એ દીકરી જ આ દુનિયામાં રહી નથી, ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો હતો. પરંતુ હવે પસ્તાવાથી કશું થઈ શકે તેમ હતું નહીં, કારણ કે તેની વહાલસોઈ અને લાડકવાઈ દીકરી મૃત્યુ પામી હતી. આ દીકરી બંને હાથ જોડીને તેના પિતા સામે જીવની ભીખ માંગતી રહી અને જણાવતી રહી કે તેઓ તેમની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ ક્યારે પણ લગ્ન કરવાની વાત કરશે તો માનશે નહીં….

પરંતુ તેનો બાપ કોઈ પણ બાબત સમજ્યા વગર તેને ઢોર મારતો રહ્યો હતો. જ્યારે આ દીકરી મૃત્યુ પામી ત્યારે આ દીકરીને ઉપાડીને ગામડાના તળાવમાં ફેંકી આવ્યો હતો, બીજા દિવસે તળાવમાં આફરીનો મૃતદેહ ઉપર આવી ગયો ગામ લોકોને જાણ થતાં તેઓએ પોલીસને પણ જાણ કરી પોલીસે ઉસ્માનની પૂછપરછ શરૂ કરી હતી..

તે તેની દીકરી શા માટે આ તળાવમાંથી મળી આવી છે, ત્યારે ઉસ્માન ખૂબ જ ભાંગી પડ્યો અને તેને આ તમામ ઘટનાની જાણ માંડીને કરી હતી. આ સાથે સાથે આફરીનની માતા શબાનાએ પણ પોલીસને જણાવ્યું હતું કે, આફરીન બંને હાથ જોડીને તેના પિતા સામે રડતી રડતી લગ્ન કરવાની ના પાડતી હતી..

તેણે ખૂબ સારી કોલેજમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો. અને તે ભણવા માંગતી હતી. પરંતુ તેના પિતા સમસ્યા નહીં અને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આ મામલાને લઈને આસપાસના ત્રણથી ચાર ગામડામાં ચક્કર મચી જવા પામ્યો છે. પોલીસ ઉસ્માનની ધરપકડ કરી છે. તેની કડક પૂછતા શરૂ કરવામાં આવી છે..

આ સાથે સાથે તેને કડકમાં કડક સજા પણ આપવામાં આવશે તેવી ન્યાયતંત્ર એ જણાવ્યું છે. જ્યારે ઉષ્માને ઢોર માર મારીને પોતાની લાડકવાઈ દીકરી ને પતાવી દીધી હતી. ત્યારબાદ તેણે આફરીનની માતા શબાના તેમજ અન્ય બંને બાળકોને પણ ધમકી આપી હતી કે, જો તેઓ આ ઘટનાની જાણ અન્ય કોઈ વ્યક્તિને કરશે તો તેઓ તેને પણ પતાવી દેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *