Breaking News

જોર જોરથી રડતી યુવતી કેનાલમાં કુદવા જઈ રહી હતી, જીવ જવાનો જ હતો એવામાં ચમત્કાર રૂપે પહોચી ગયો કોન્સ્ટેબલ અને… વાંચો..!

આજકાલ આપઘાતના બનાવો દિવસેને દિવસે એટલા બધા વધી રહ્યા છે કે સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા છે કે આખરે માણસને એવું તો કેવું દુઃખ આવી પડ્યું હશે કે, જેના કારણે તેઓ આત્મહત્યા કરવા માટે મજબૂર બની જતા હોય છે. હાલ સુરેન્દ્રનગરના એક વિસ્તારમાં એક મહિલાએ આત્મહત્યા કરી રહી હતી એ સમય દરમ્યાન તેના જીવને બચાવવા માટે ભગવાને ચમત્કાર કરીને એક ફરિશ્તો મોકલ્યો હતો.

સુરેન્દ્રનગરના દુધરેજમાં પંપીંગ સ્ટેશન પાસે નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલ પાસે એક મહિલા પોતાના મોબાઈલ માં વિડીયો કોલ કરીને કોઈ સાથે વાતચીત કરી રહી હતી. આ વાતચીત દરમિયાન તે ધીમે ધીમે રડવા લાગી હતી. આ વાતચીત આટલી બધી દુખદ હતી કે રસ્તામાંથી પસાર થતા સૌ કોઈ લોકોની નજર આ યુવતી ઉપર જતી હતી..

કારણ કે આ યુવતી જોર જોરથી રડવા લાગી હતી. અને બોલતી હતી કે હું કેનાલમાં પડવા જાવ છું. આ યુવતી કેનાલની એકદમ નજીક જ ઉભી હતી. તેનો એક પગ કેનાલની પાળી ઉપર હતો તો બીજો પગ કેનાલની અંદર મુકવા જતી હતી અને એક બાજુ વિડીયો કોલ ચાલુ હતો.

આ સમગ્ર ઘટના રસ્તા પરના સૌ કોઈ લોકો જોઈ રહ્યા હતા. પરંતુ તેમાંથી કોઈપણ લોકો તેની મદદે આવ્યા હતા નહીં. અને આ મહિલાને પૂછવાનો પ્રયત્ન પણ કર્યો નથી. પણ કહેવાય છેને કુદરતને જે લોકોને સાથ આપવો હોય તેને અંત સુધી સાથ આપે છે. આ મહિલાને બચાવવા માટે ત્યાંથી એક કોન્સ્ટેબલ પસાર થઈ રહ્યા હતા..

આ કોન્સ્ટેબલને આ તમામ ઘટના જોઈ અને આ મહિનાની નજીક જઈને પૂછું કે તમે શા માટે રડી રહ્યા છો. અને તમે શા માટે કેનાલમાં પડવા માટે તૈયાર થયા છો. પરંતુ મહિલાએ કોન્સ્ટેબલને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો હતો નહીં. અને કહ્યું હતું કે બસ હું માત્ર મરી જવા માંગુ છું..

કોન્સ્ટેબલ પોતાની વાતો ચાલુ રાખી અને પોતાની વાતોમાં મહિલાને ઉલજાવી રાખ્યા હતા અને કહ્યું કે તમારું નામ શું છે..? તેમજ કોન્સ્ટેબલને પણ મહિલાને તેનું નામ જણાવ્યું હતું. કોન્સ્ટેબલે થોડો સમય દરમ્યાન આ મહિલાને પોતાની વાતમાં સુલજાવી રાખી હતી. એવામાં એ મહિલા જે વ્યક્તિ સાથે વિડીયોકોલ માં વાત કરતી હતી એ વ્યક્તિ તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી પહોંચી હતી..

પરંતુ મહિલા કેનાલમાં પડી ગઈ હતી. એટલા માટે તાત્કાલિક ધોરણે કોન્સ્ટેબલે અને મહિલાના ઓળખીતા વ્યક્તિએ તેને બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. મહિલાને તે યુવક સાથે દોસ્તી હતી તેઓ બંને સાથે રહેતા હતા પરંતુ નાની નાની વાતચીતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી..

એટલા માટે મહિલા ખૂબ જ ગુસ્સે ભરાઇ હતી. અને તેણે આત્મહત્યા કરવાનું પગલું ભરી લીધું હતું. પરંતુ કોન્સ્ટેબલની સમયસુચકતા મુજબ પહોચી જતા મહિલાનો જીવ બચી ગયો છે. મહિલાએ જણાવ્યું હતું કે મારી આત્મહત્યા કરવા પાછળ તેની સાથે રહેતો મિત્રનો કોઈપણ પ્રકારનો વાંક નથી..

અને હવે તેની માતા સાથે રહેવા માંગે છે તેમ જણાવ્યું હતું એટલા માટે પોલીસે આ યુવતીને તેની માતાને સોંપી દીધી છે. જો પોલીસ કોન્સ્ટેબલ સમયસર આ મહિલા પાસે પહોંચ્યા ન હોત અને તેને પોતાની વાતમાં સુલજાવી રાખી ન હોત તો આજે આ મહિલાનું મૃત્યુ થયું હોત. ખરેખર કોન્સ્ટેબલના સમયે આ ઘટનામાં પહોંચી જવાથી આજે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. જે કોઈ ચમત્કારથી ઓછું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *