Breaking News

જો તમને પણ મુસાફરી વખતે થાય છે ઉલટી તો વાંચી લો આ માહિતી….

ઘણા લોકોને પ્રવાસ કરતા સમયે કે પછી ક્યાય પણ રોડ ટ્રીપ પર ગયા હોઈએ ત્યારે ઉલ્ટીની સમસ્યા રહેતી હોય છે. આપને જણાવી દઈએ કે પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી સામાન્યા બાબત છે. પરતુ જેને થાય છે તેનો આખો પ્રવાસ બગડી જતો હોય છે. એ વાતને આપણે નકારી ન શકીએ.

તો આજે અમે તમને જણાવીશું અમુક એવા નુસ્ખાઓ વીશે જેના દ્વારા તમે પ્રવાસ દરમિયાન થતી ઉલ્ટીથી સમસ્યાથી રાહત મેળવી શકશો…. જ્યારે પણ પરિવાર સાથે પ્રવાસ પર જઈએ અને પરિવારના કોઈ સભ્યને ઉલ્ટી થાય ત્યારે આપણે વીચારીએ છે કે પ્રવાસ હવે આગળ નથી કરવો.

કારણકે પરિવારના સભ્યની ચિંતાને કારણે આપણે આગળનો પ્રવાસ રોકવો પડે છે. પરંતુ આપને જણાવી દઈએ કે પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી એકદમ સામાન્ય વાત છે. અને તેના માટે પ્રવાસ રોકાય નહી પરંતુ પરિવારના સભ્યની ઉલ્ટીની સમસ્યાને આપણે દૂર કરી શકીએ છે. જો પ્રવાસ સમયે તમે કોઈ પણ ફ્રુટનું જ્યુંશ પીશો તે તમારા શરીર માટે ઘણુંજ ફાયદાકારક હોય છે.

અને તેના કારણે આપણાને ઉલ્ટી જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેતી હોય છે. આ સીવાય તમે મોઢામાં લવીંગ રાખી શકો છે. તેના પાછળનું કારણ છે કે જો મોઢામાં લવીંગ રાખશો તો તમને તેનો સ્વાદ રહેશે. અને તમને ઉલ્ટી જેવું નહી થાય. મહત્વનું છે કે માત્ર લવીગ નહી પરંતુ કોઈ પણ ચોકલેટ ગોળી પણ તમે રાખી શકો છો. જેના દ્વારા તમને ઉલ્ટીની સમસ્યાથી રાહત મળી રહેશે.

આ સીવાય જો તમે પ્રવાસ દરમિયાન ઉલ્ટીને રોકવા માંગો છો. તો તે મોઢામાં આદું પણ રાખી શકો છો. અને જો તમે આદું રાખવો તમને સારો નથી લાગતો તો તમે પ્રવાસ કરતા પહેલા એક આદું વાળી ચા બનાવીને પણ પી શકો છો. કારણકે આવું કરવાથી પણ તમને ઉલ્ટી ક્યારેય નહી થાય અને આ સીવાય જો તમે પ્રવાસ દરમિયાન ખાતા પીતા રહેશો તો તેમા પણ તે દરમિયામ પણ તમને ઉલ્ટી નહી થાય…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોરોના યુગના બાળકોનો વિકાસ ઓછો, ભવિષ્ય માટે સજાગ રહેવું પડશે નહીંતર પરિણામો ખરાબ આવી શકે છે..

કોરોના સમયગાળામાં જન્મેલા બાળકોનો વિકાસ ઓછોઃ  અમેરિકાના સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે વર્તમાન કોરોના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *