આ વર્ષે કપાસ અને મગફળીની આવક ખૂબ જ ઓછી થઈ છે. એટલા માટે તેની ઉપ પેદાશો જેવી કે કપાસિયા તેલ અને સીંગતેલમાં પણ ઓછા માત્રામાં ઉત્પાદન થયું છે. એટલે બજારમાં સીંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે સનફ્લાવર તેલના પણ ભાવ ખૂબ જ બોલાઈ રહ્યા છે..
રોજરોજ વધતા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય લોકો સીંગતેલ અને કપાસિયા તેલ ખાવાને બદલે મકાઈ અને પામોલીન તેલ ખાવા તરફ મજબૂર બન્યા છે. તમે મોટા ભાગે સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ રસોઈ માટે કરતા હશે. પરંતુ તમે કઈ કંપનીના તેલ વાપરો છો તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે..
કારણ કે હાલ એક એવી કંપનીનું ખાદ્યતેલ સામે આવ્યું છે કે જે ખાતાની સાથે જ કોઈ પણ વ્યક્તિને કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. આ વાક્ય સાંભળતાની સાથે જ તમે સમજી જશો કે તમે જે ખાઇ રહ્યા છો તે તેલ શુદ્ધ અને સ્વાસ્થ્ય લાયક છે કે નહીં..? હાલ એવા તેલ પકડાયા છે જે લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.
જેના કારણે કેન્સર જેવા ગંભીર રોગો થવાની પણ શક્યતાઓ રહેલી છે. હકીકતમાં આ હચમચાવી દેતો કિસ્સો અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નોંધાયો છે. ખાદ્યતેલ બનાવતી પ્રખ્યાત કંપનીના કસ્ટમર કેર માં કોઈ નાગરિક નો ફોન આવ્યો હતો કે તમારી કંપનીના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે..
હકીકતમાં શાહપુર વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં તમારી કંપનીના બેનર વાળુ સીંગતેલ વેચાઈ રહ્યું છે. જે એકદમ નકલી છે. આ માહિતી જ્યારે ઓરીજનલ કંપનીને મળી ત્યારે તેઓએ શાહપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને સાથે લઈને શાહપુર વિસ્તારમાં આવેલી ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડી દીધા હતા..
ત્યાં પોલીસને ખાદ્ય તેલના પાંચ ડબાવો મળી આવ્યા હતા. જેના ઉપર ખૂબ નામચીન કંપનીના લોગો મારેલા હતા. જ્યારે પોલીસે ગણેશ કરિયાણા સ્ટોરના માલિક વિપુલ ભાઈ ઠક્કરને પૂછ્યું કે આ નકલી તેલના ડબ્બા અને તેઓ ક્યાંથી લાવ્યા છે..? ત્યારે તેઓએ જણાવ્યું કે પાલડી ગામ પાસે ખોડિયાર ચોકમાં એક દુકાન આવેલી છે..
ત્યાંથી તેઓ તેલનો સ્ટોક મંગાવતા હતા. આ કડી માળતાની સાથે શાહપુર પોલીસ પાલડી ગામમાં તપાસ માટે પહોંચી ગઈ હતી. જ્યાં દુકાન માલિક નિકુંજભાઈ મહેતા આ તેલની ખરીદ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી હતી. આ દુકાનમાંથી અંદાજે ૧૫ લીટર નકલી ખાદ્ય તેલ મળી આવ્યું હતું..
જુદી જુદી દુકાનોમાંથી મળીને કુલ ૨૨ જેટલા ડબ્બા નકલી ખાદ્યતેલના મળ્યા હતા. પોલીસે આ બંને વેપારીઓને ધરપકડ કરીને કડક પૂછતાં જ કરવાની શરૂ કરી હતી. જેમાં અનેક આરોપીઓના નામ સામે આવ્યા હતા. એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પાસેથી આ તેલની ખરીદી કરતો હતો. અને અન્ય વ્યક્તિને વેચતો હતો..
હકીકતમાં તેનું નામ કૌભાંડ ખૂબ મોટું અર્થતંત્ર ધરાવતું હતું. નકલી તેલ બનાવીને તેના ઉપર નામચીન કંપનીના લોગો મારીને તેમને વેચવામાં આવી રહ્યું હતું. આ તેલને ખરીદનાર આ તેલથી રસોઈ બનાવનાર તમામ લોકો એક ખૂબ જ સાવચેત રેહવું જોઈએ કારણકે નકલી બનાવટી તેલના આરોગવાથી શરીર માં રોગો પ્રવેશે છે.
નકલી તેલના આ ગોરખધંધામાં પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં વિપુલભાઈ, નિકુંજભાઈ ,અલ્પેશભાઈ ,અશફાક ભાઇ, અને મહેશભાઈ નો સમાવેશ થાય છે. તેમની સાથે સાથે કુલ ૪૦ જેટલા નકલી તેલના ડબ્બા પકડ્યા છે. જેની કુલ કિંમત એક લાખ તેત્રીસ હજાર રૂપિયા છે. જ્યારે ચાર કીમતી મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિત કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]