Breaking News

આ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવ પહોચ્યા આસમાની ઊંચાઈએ, ખેડૂતોએ વેચવા માટે બોલાવી દીધી પડાપડી..!

જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં દરેક પાકના ભાવ જુદા જુદા મળે છે. સવાર થતા જ હરાજી શરૂ કરવામાં આવતી હોય છે. જેમાં આસપાસના વિસ્તારના ખેડૂતો તેમ જ ઘણા દૂરથી ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે જે તે માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી તહેવારોની રજા ચાલતી હતી..

આ રજા પૂર્ણ થયા બાદ માર્કેટિંગ યાર્ડ હવે ફરી એક વખત ધમધમતા થઈ ગયા છે. ગઈકાલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ રેકોર્ડ બ્રેક ભાવ સાથે મોટો રેકોર્ડ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ક્યારેય પણ આટલા ઊંચા ભાવ એક પણ માર્કેટિંગ યાર્ડમાં બોલાયા નથી અને હવે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી..

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સવારથી જીરુની હરાજી જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ હરાજી શરૂ થતા લાલપુર ગામના પાલાભાઈ ગોગનભાઈ નામના ખેડૂતને મહત્તમ ભાવ મળ્યા છે. તેઓ આ માર્કેટિંગ યાર્ડની અંદર 31 ગુણી એટલે કે અંદાજે 1600 કિલો વેચવા માટે લાવ્યા હતા..

આ જીરૂની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક મણ ઝીરોનો તેમને 4730 રૂપિયા મહત્તમ ભાવ મળ્યો છે. એટલો બધો ભાવ આજ દિન સુધી સૌરાષ્ટ્રના એક પણ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ખેડૂતને મળ્યો નથી. જીરુંના ભાવમાં આટલી વધારે પડતી તેજી જોતા જ જીરૂ પકવનાર ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

આ માર્કેટિંગ યાર્ડની અંદર માત્ર એક દિવસમાં કુલ 1300 કરતાં વધારે ગુણ જીરુંની આવક થઈ છે. તેમજ હરાજી કરીને સોદા પણ થયા હોવાનું સામે આવ્યું છે. આ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે, આજે માર્કેટિંગ યાર્ડમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. આજદિન સુધી એટલા મોટા ભાવ ક્યારે બોલાયા નથી..

જીરુંના ભાવમાં આટલી વધારે તેવી જ હોતા આ બધા વર્ષે પણ ઘણા બધા ખેડૂતો જીરુંના પાકનું વાવેતર કરે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. જીવ માટે ઉત્તર ગુજરાતનું ઊંઝા માર્કેટિંગ યાર્ડ ખૂબ જ વખણાય છે. આ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના મોટાભાગના ખેડૂતો પોતાને ખેતરમાં પાકેલું જીરું હરાજી કરવા માટે લેતા આવે છે..

પરંતુ હવે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મહત્તમ ભાવ મળતા જીરુ પકવનાર ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં પોતાના જીરૂનો પાક વેચવા માટે પડાપડી બોલાવી રહ્યા છે. આવનારા મહિનાની અંદર મોટાભાગના પાકોની હરાજી શરૂ થશે. આ વખતે કપાસ મગફળી સહિતના પાકોના ભાવ કેટલી ઊંચાઈ સુધી અળખી શકે છે..

તેના પર સૌ કોઈ લોકોની નજર છે. ગયા વર્ષે તો મગફળી અને કપાસના ભાવ ખેડૂતોને ખૂબ જ સારા મળ્યા હતા. કપાસના ભાવમાં ખૂબ વધારે તેજી જોવા મળી હતી. હવે આ વર્ષે કપાસની ખૂબ જ સારી છે. આ વર્ષના ભાવ ઉપર ઘણા બધા ખેડૂતો નજર તાકીને બેઠા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *