Breaking News

જીમમાં કસરત કરતા કરતા અચાનક જ આવી ગયું મોત, આડેધડ કસરત કરતા લોકો ખાસ વાંચી લેજો નહીતો ધરાઈ ધરાઈને પછતાશો..!

મન ફાવે તેવી ચીજ વસ્તુ ખાવાને કારણે શરીરમાં બિનજરૂરી ચરબી વધવા લાગે છે. આજકાલના સમયમાં ધંધા રોજગાર કરતાં પણ સ્વાસ્થ્યને વધુ ધ્યાન આપવું પડે તેવી પરિસ્થિતિઓ આવી પડી છે. કારણ કે જો માણસ જીવતો હશે તો આગામી સમયમાં ધંધો રોજગાર કરી શકશે, પરંતુ સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ થઈ જશે તો તેમનું જીવન વ્યર્થ બની જાય છે..

એટલા માટે જાગૃત લોકો જીમમાં કસરત કરવા માટે જતા હોય છે અથવા તો કેટલાક લોકો સવારમાં વહેલા જાગીને પોતાની ઘર આંગણે જ કસરત કરવા લાગે છે. છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળ્યું હશે કે, યુવાન વયના લોકોથી માંડીને વડીલ વયના વ્યક્તિ સુધી દરેક લોકોને હૃદય રોગના હમલા આવવાના ખૂબ જ વધી ગયા છે..

અને આવા બનાવોની અંદર હંમેશા કોઈને કોઈ વ્યક્તિના જીવ જરૂર જતા રહે છે. અત્યારના સમયમાં નવયુવાન લોકો જીમમાં કસરત કરવા માટે જાય છે અને ત્યાં કસરત કરીને પોતાના શરીરને તંદુરસ્ત તાજગી ભર્યું અને મજબૂત બનાવે છે. જેમાં કસરત કરતી વખતે કેટલીક બાબતોનો ખૂબ ખાસ ધ્યાન પણ રાખવું પડે છે..

જો કોઈ કસરત આડા અવળી કે થોડી પણ ભૂલચૂક થઈ જાય તો આખી જિંદગી ભર શરીરનો દુખાવો સહન કરવો પડે છે. અત્યારે આડેધડ કસરત કરતા લોકો માટે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જો આ માહિતી કોઈ વ્યક્તિએ જાણી નહીં તો અંતે ધરાઈ ધરાઈને પછતાવાનો વારો પણ આવી શકે છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે. અહીં આવેલી પારસ પાર્ક સોસાયટીની અંદર રહેતો 21 વર્ષનો મિથિલ નામનો યુવક કસરત કરવા માટે જીમ જતો હતો. તે ઘરેથી સવારના સમયે પોતાના માતા-પિતાને કહીને નીકળ્યો હતો કે, તે જીમમાં કસરત કરવા માટે જાય છે અને માત્ર 1:30 કલાકની અંદર ઘરે પરત આવી જશે..

પરંતુ દોઢ કલાક બાદ તેમનો દીકરો ઘરે પરત આવ્યો નહીં અને જીમમાંથી મિથિલના પિતાને ફોન આવ્યો હતો કે, તેમના દીકરો અત્યારે હોસ્પિટલમાં છે. તમે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ આવી જાઓ વધારે માહિતી ન જાણતા તરત જ મીથીલના માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓને જાણકારી મળી કે, જ્યારે મીથીલ જીમની અંદર કસરત કરતો હતો..

ત્યારે વોકર મશીનની અંદર ચાલતા-ચાલતા અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા અને તે નીચે ઢળી પડ્યો હતો. તેના શરીરમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં પરસેવો પણ નીકળવા લાગ્યો હતો. આ જોતાની સાથે જેમ ટ્રેનર સમજી ગયા હતા કે, તેને હૃદય રોગનો હુમલો આવ્યો છે. એટલા માટે તેના શરીરમાં પંપ કરીને તેનો શ્વાસ બેઠો કરવાની કોશિશ કરી પરંતુ તેનો શ્વાસ બેઠો થયો નહીં..

એટલા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે ટૂંકી સારવાર બાદ જણાવી દીધું કે, હૃદય રોગનો હુમલો આવ્યો છે. અને તેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. જીમની અંદર કસરત કરતી વખતે 21 વર્ષના આ જુવાનજોધ યુવકનું મૃત્યુ થઈ જતા કસરત કરતા અન્ય લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે..

તેઓ વિચારવા લાગે કે, કદાચ જીમની આ બધી કસરતોને કારણે આડેધડ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો અમે તમને જણાવી દઈએ કે, જીમની અંદર જો યોગ્ય રીતે કસરત કરવામાં આવે તો ક્યારેય પણ કોઈ વ્યક્તિને આડ અસર થતી નથી. પરંતુ કોઈ પણ કસરતની જાણકારી મેળવ્યા વગર રીતે તેને કરવામાં આવે તો કોઈક વખત માઠો અનુભવ પણ સહન કરવો પડે છે..

જીમની અંદર કસરત શરૂ કરવામાં આવે એ પહેલા કેટલી કાળજીઓ પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી હૃદય રોગના હુમલા આવવાના કિસ્સા ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારો મામલો છે. દરેક લોકોએ પોતાના સ્વાસ્થ્ય ખૂબ જ વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું પડશે નહીંતો..

આવનારા સમયમાં આયુષ્યની માત્રા ધીમે ધીમે ઓછી થઈ જાય તો પણ કશું કહી શકાય નહીં. અત્યારે મિથિલના માતા-પિતા માટે દુઃખની અઘરી ઘડીઓ આવી ગઈ છે. આ ઘડીને સહન કરવી મુશ્કેલ જ નહી પરંતુ નામુમકિન સમાન બની ગઈ છે. કારણ કે તેઓએ તેમના 21 વર્ષના દીકરાને ખોઈ નાખ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *