Breaking News

JCBના મોટા ટાયરમાં હવા ભરાવવા જતી વખતે થયું એવું કે તાત્કાલિક ધોરણે પોલીસના મોટા અધિકારીઓ થય દોડતા, હચમાવી દેતો મામલો આવ્યો સામે..!

અમુક માણસના મગજ એ પ્રકારના હોય છે કે, તેઓને ન ગમતી વાતો કરવાની સાથે જ તેઓ ખૂબ જ ગુસ્સે થઈ જતા હોય છે. અને સામે કયો વ્યક્તિ ઊભો છે. તેમજ તે કયો હોદ્દો ધરાવે છે. તેનું ભાન ભૂલીને તે મનફાવે તેવું વર્તન કરવા લાગતા હોય છે. આ બાબત બિલકુલ ખોટી છે..

હાલ ધોરાજીના વેગડી ગામમાં એવી જ એક ઘટના બની છે. જેમાં મગજ પર નો પિત્તો ગુમાવી બેસતા બે વ્યક્તિઓએ સામાન્ય પંચર ની દુકાન ચલાવનાર વ્યક્તિને ઢોર માર માર્યા હોવાનું સામે આવ્યું છે. ધોરાજી તાલુકાના ગામમાં રહેતા બાબુભાઈ મેરામભાઇ અને કિશનભાઇ ભુપતભાઈ નામના બંને વ્યક્તિઓ તેમનું જીસીબી લઈને હવા પુરાવા માટે હરસુખભાઈ કડવાભાઇની પંચર ની દુકાને આવ્યા હતા.

હરસુખભાઈ કડવાભાઇ ઘણા વર્ષોથી વેગડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં એક પંચર ની દુકાન ચલાવે છે. ગામના તમામ લોકો સાથે હળી-મળીને રહેતા હતા. તેમજ મુશ્કેલીના સમયમાં દરેક લોકોની મદદ કરતા હતા. બાબુભાઈ અને કિશનભાઇ બંને પોતાનું જીસીબી લઈને જ્યારે પંચરની દુકાને હવા પૂરવા માટે આવ્યા હતા..

એ સમય દરમ્યાન હરસુખ ભાઇની કેબીનમાં લાઈટ હતી નહીં. એટલા માટે હવા ભરવાનો પંપ બંધ હતો. પરંતુ આ પંપ ગેસ ના બાટલા સાથે કનેક્શન આપીને તેઓ જરૂરિયાત મંદોને હવા ભરી આપતા હતા. લાઈટ ના હોવાને કારણે પણ તેઓ અન્ય વ્યક્તિઓને મુશ્કેલી ન પહોંચે એટલા માટે હવા ભરવાનું ચાલુ રાખતા હતા..

પરંતુ જીસીબી ના ટાયર માં ખૂબ વધારે પડતાં ગેસ ની જરૂર પડે છે. અને લાઇટ ન હોવાને કારણે ગેસનો બાટલો ખતમ થઈ જવાના ડરથી હરસુખ ભાઇ એ બાબુભાઈ અને કિશન ભાઇને જેસીબી ના ટાયર માં હવા ભરવાની મનાઇ કરી દીધી હતી. અને જણાવ્યું હતું કે લાઈટ નથી એટલા માટે તમારે હવા ભરાવી હોય તો લાઇટ આવી જાય પછી તમે આવજો..

હું તમને બંને ટાયરમાં હવા ભરી આપીશ. બસ આ બાબત કેતાની સાથે જ બાબુભાઈનો પિત્તો હલી ગયો હતો. અને તેમણે હવા ભરવાની નળી હરસુખ ભાઈના હાથમાંથી લઇને જીસીબી ના ટાયરમાં હવા ભરવા લાગ્યા હતા. પોતાની નજર સામે નુકસાની જોઈને હસુભાઈએ બાબુભાઈના હાથ માંથી હવા પૂરવાની નળી આંચકી લીધી હતી..

તેની સાથે જ બાબુભાઈની સાથે આવેલા કિશનભાઇ એ હરસુખભાઈ સાથે મારામારી ચાલુ કરી દીધી હતી. અને ન કહેવાના શબ્દો કહી નાખ્યા હતા. આ સાથે સાથે બાબુભાઈએ પણ હરસુખભાઈ ને હવા પૂરવાની નળી લઈને ઢોર માર માર્યો હતો. આ સાથે સાથે તેઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..

ધમકી આપીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઢોર માર મારતા તેઓ ખુબજ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. એટલા માટે હરસુખ ભાઈ ને તેમના પિતા કડવાભાઇ એ તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર લીધા બાદ હરસુખભાઇ એ પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ અને કિશનભાઇ નામના બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે..

પોલીસે આ ફરિયાદ દાખલ કરીને બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે. માત્ર ટાયરમાં હવા હોવાની બાબતને લઈને કિશનભાઇ એ પંચર ની દુકાન ચાલક હરસુખભાઇને ઢોર માર માર્યો હતો. સાવ નાની અમથી વાતને લઈને તેઓને હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો તેઓએ પોતાના મન પર કાબુ રાખ્યો હોત અને હરસુખ ભાઇ સાથે શાંતિથી વ્યવહાર કર્યો હોત તો આજે આ દિવસ જોવા વારો ન આવેત.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *