Breaking News

જવેલરીની દુકાનમાં આવેલા પતિ-પત્નીએ માલિકને વાતોમાં ફસાવીને કરી એવી હાથ ચાલાકી કે, માલિક ઉભા રોડે દોડતો થયો..!!

અવારનવાર બનતા મારામારી અને છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. આજકાલ લોકો ઈમાનદારીથી પૈસા કમાવાને બદલે પોતાની હાથ ચાલાકી કરીને બીજા લોકોને છેતરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં જોવા મળી હતી. આ ઘટના ઉજ્જૈન શહેરમાં બની હતી. શહેરમા આવી ઘટના વધારે જોવા મળે છે.

ઉજ્જૈનમાં રહેતા એક પરિવારના પતિ-પત્નીએ પોતાની હાથ ચાલાકી વાપરી હતી. ઉજ્જૈનના પટની બજારમાં એક જ્વેલર્સ આવેલું છે. આ જવેલર્સ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જ્વેલર્સનું નામ શાંતિલાલ મુન્નાલાલ જ્વેલરી હતું. દુકાનના માલિકનું નામ જીતેશ નિમા હતું. જ્વેલરીની દુકાનમાં એક દિવસ બપોરના સમયે એક કપલ આવ્યું હતું.

આ પતિ-પત્ની માલિકને આવીને લગ્નમાં ગિફ્ટ અપાય તેવી સોનાની વસ્તુઓ બતાવો તેમ કહીને માલિકને દરેક સોનાની વસ્તુઓ કઢાવી હતી. પતિ-પત્ની ખૂબ જ ચાલાક હતા. તેમણે પહેલા માલિકને બુટ્ટી બતાવવા કહ્યું હતું. કાનની બુટ્ટી તેઓને પસંદ ન આવતા તેમણે વીંટીઓ જોવાનું ચાલુ કર્યું હતું.

વિટી પણ આખરે તેમને પસંદ ન આવતા તેઓને હવે લગ્નમાં સોનાનો ચેન ગિફ્ટ આપવો છે તેમ કહ્યું હતું. જેના કારણે સોનાનો ચેનનો સેટ બતાવો તેમ કહીને સોનાનો ચેન જોવા લાગ્યા હતા. જ્વેલર્સની દુકાનમાં માલિક સિવાય બીજું કંઈ ન હોવાને કારણે માલિકનું ધ્યાન ન રહેતા પતિ-પત્નીએ ખૂબ જ ચોંકાવનારી ઘટના ઘડી નાખી હતી.

અને તેઓ થોડીવાર ચેન જોયા બાદ તેઓને કોઈ પણ વસ્તુ પસંદ આવી નહીં તેમ કહીને દુકાનમાંથી ચાલવા લાગ્યા હતા. ત્યારબાદ દુકાનના માલિકે સાંજ થતાં દરેક વસ્તુઓનો હિસાબ મેળવ્યો હતો તે સમયે તેમને એક ચેન ગાયબ હોવાનું જણાયું હતું. દુકાનના માલિક હેરાન થઇ ગયા હતા તેઓ વિચાર કરતા હતા.

જેના કારણે તેમણે સીસીટીવી કેમેરા તપાસ કર્યા તો તેમની દુકાનમાં આવેલા પતિ પત્ની માંથી પત્નીએ આ ચેનને સરકાવી લીધાનું જણાયું હતું. પત્ની ખૂબ જ ચાલાકી કરતી તેમને દુકાનદારનું ધ્યાન ન રહેતા ચેનને પોતાના પલ્લુમાં નાખી દીધો, આ ચેન નું વજન 13.620 ગ્રામ હતું. અને તેમની કિંમત 70,000 ની થતી હતી.

દુકાનદારને પોતાની વાતોમાં ફસાવીને આ કપલ ચેન ચોરીને ભાગી ગયું હતું. જેના કારણે દુકાનદારે તરત જ મહાકાલ પોલીસ સ્ટેશનમાં આ પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે પતિ પત્નીને શોધખોળ ચાલુ કરી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો એકબીજાને ખૂબ જ છેતરી રહ્યા છે, જેને કારણે દરેક લોકોએ ચેતીને ચાલવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *