Breaking News

પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાને પ્રેમીએ જંગલમાં લઈ જઈ સળગાવી દીધી, હોશ ઉડાવે તેવો મામલો..

અત્યારે નાની ઉમરમાં પ્રેમમાં જોડાયા બાદ ગેરસમજણના લીધે ટુ મારી નહી તો કોઈની નહીના બનાવો અવાર નવાર સામે આવતા હોઈ છે. તેવો જ હોશ ઉડાવી દે તેવો કિસ્સો દાહોદ જીલ્લામાંથી સામે આવ્યો છે.  જ્યાં મંગળવારે દાહોદ જિલ્લાના સંજેલીના ભાણપુર વિસ્તારના જંગલમાંથી અડધી બળેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે.

આ મામલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસે કિશોરીની ઓળખ કરતા મૃતક કિશોરી દાહોદ હોવાનું સામે આવ્યું છે. જેનું નામ કૃતિકા બરંડા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કિશોરી દાહોદની સાયન્સ કોલેજમા બીએસસીનો અભ્યાસ કરતી હતી અને 22 નેવમ્બરના રોજ ઘરે પરત ન આવતા તેના પિતાએ શોધખોળ આદરી છતા પણ તેમની દીકરી ન મળતા દાહોદ ટાઉન પોલીસ મથકે ગુમ થયા અંગે અરજી આપી હતી.

બીજા દિવસે કિશોરીનો મૃતદેહ મળી આવતા તેના કપડાં ઉપરથી પિતા એ ઓળખી કાઢતા કિશોરી ની ઓળખ છતી થઈ હતી અને તેના પિતા ને હત્યા અંગે દાહોદના વાંદરિયા વિસ્તારમાં રહેતા મૃતકના પ્રેમી  મેહુલ પરમાર ઉપર શંકા હોવાની વાત કરી હતી.

સોર્સ અને બાતમીના આધારે તપાસ કરતાં આરોપી મેહુલ પરમાર તેના મિત્રના ગેરેજ ઉપર મુકેલ  મૃતકની એકટીવા લેવા આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મેહુલની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સાથે જ મૃતક ની એક્ટિવા ના સ્પેર પાર્ટ્સ છૂટા પાડેલ હાલત માં કબ્જે લઈ પૂછપરછમાં મેહુલે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મેહુલ પરમાર અને મૃતક કૃતિકા વચ્ચે  છેલ્લા એકવર્ષથી પ્રેમ સબંધ હતો પરંતુ કોઈક કારણોસર છેલ્લા બે મહિનાથી કૃતિકા એ મેહુલ સાથે વાત કરવાની અને મળવાનું બંધ કરી દીધું હતું.

મેહુલે મિત્ર વર્તુળ તેમજ અન્ય રીતે કૃતિકા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કૃતિકા વાત કરવા તૈયાર નહોતી જેથી મેહુલ ને શંકા જાગી હતી કે કૃતિકાને અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સબંધ છે તે વહેમ ને પગલે તેની હત્યાનું કાવતરું રચી નાખ્યું હતું.

21 નવેમ્બરે કૃતિકા સાથે વાત કરી તું મળવા આવ મારી પાસેના મોબાઈલના ફોટા ડીલીટ કરી દઇશ તેમ કરી બીજા દિવસે સવારે મળવાનું નક્કી કર્યું હતું અને ફોટા ડિલીટ કરાવવા માટે તે મેહુલને મળવા દાહોદમાં આવેલ પરેલ વિસ્તાર માં સુમસાન જગ્યા ઉપર પહોચી હતી.

જ્યાં મેહુલે તેના સગીરવયના બે મિત્રોને વોચમાં રાખેલા અને પોતાની સાથે લાવેલ છરી નો ઘા કૃતિકાના પાછળના ભાગે મારી બાદમાં તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ને પોતાનું જેકેટ પહેરાવી એક્ટિવા ઉપર પોતાના મિત્રની સાથે મૃતદેહને લઈ અંતરિયાળ રસ્તાઑ ઉપર નીકળી ગયા હતા.

પરંતુ મૃતક પગ રસ્તા ઉપર ઘસડાતા હોવાથી સાથે રહેલ બીજી બાઈક ઉપર મૃતદેહ લઈને અંતરિયાળ રસ્તેથી સંજેલીના ભાણપુર ખાતે જંગલ વિસ્તારમાં લઈ ગયા જ્યાં મૃતકની ઓળખ ન થાય તે માટે પેટ્રોલ નાખી સળગાવી દીધો હતો પોલીસે આરોપી તેમજ તેના બે સગીર મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *