Breaking News

જામનગરમાં વરસાદી આફત ! રસ્તાઓ બની ગયા નદી, નજર ફેરવો ત્યાં પાણી જ પાણી – પુર જેવી સ્થિતિ .. વાંચો !

આજે તો જામનગર રાજકોટ તેમજ જુનાગઢમાં તો વરસાદએ તાંડવ સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજકોટમાં 11 ઇંચ તો ગોંડલમાં 9 ઇંચ, ધ્રોલમાં 6.5 ઇંચ તો કાલાવાડમાં 8 ઇંચ વરસાદ વરસતા સૌરાષ્ટ્રની ધરતી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી દેખાઈ છે. આટલો ભારે વરસાદ આજ સુધી પેહલા ક્યારેય નહી જોયો હોઈ.

રાજકોટ , જુનાગઢ અને જામનગરની નદી તો ગાંડીતુર બની ગઈ છે.જામનગર જીલ્લાના મોટા ભાગના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બની ચુક્યા છે, એ ગામોમાં પુર આવી જતા લોકો નળિયા વાળા કાચા મકાનના છાપરા પર ચડી ગયા છે. તેમને બચાવવા માટે NDRFની ટીમ મોકલવામાં આવી છે. હજુ પાન આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ રહી છે.

જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું : જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. બાંગા ગામમાં ફસાયેલાને એરલિફ્ટ કરાયા હોવાના સમાચાર છે. હાલ બાંગા ગામના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો અગાશીએ ચઢ્યા હોવાના સમાચાર છે, જેમના બચાવ માટે હેલિકોપ્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે ઘણા ગામો બેટમાં ફેરવાયા છે.

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું : જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું હોવાના પણ સમાચાર છે. છેલ્લાં બે કલાકમાં સાડા 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 6 કલાકમાં વિસાવદરમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ છે. જેમાં પોપટડી, મયારી, કબારો નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આંબાજળ, ધ્રાફડ સહિતના ડેમ છલકાયા હોવાના સમાચાર છે.

ગામો ફેરવાઈ ગયા બેટમાં : જામનગરનું 2500ની વસ્તી ધરવતુ આલિયા ગામ સૌથી વધુ અસર ગ્રસ્ત થયું છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાય ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની રૂપારેલ નદીમાં જળસ્તર વઘતા પાણી ગામમાં ઘુસી આવતા ગ્રામજનો જીવ બચાવા ઘાબા પર ચડી ગયા હતા. જો કે રેસ્કયુ ટીમ દ્વારા ગામમાં ફસાયેલા 25 લોકોનું રેક્સ્યું કરાયું છે.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લીધે જિલ્લાના ઘણા ડેમો ઓવરફ્લો થયા છે. ઉપલેટાનો વેણુ-2 ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. વેણુ-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમનાં 15 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં પાણીની આવક અને જાવક 41 હજાર 840 ક્યૂસેક જોવા મલી રહી છે. તો ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નદી કિનારે ન જવા પણ સુચન આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીં ન જવા ખાસ ચેતવણી આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં ન જવા પણ આ તકે ખાસ સુચન આપવામાં આવ્યું છે. હજુ પણ મોજ ડેમમાં પાણીની આવક શરૂ જોવા મળી રહી છે. રાજકોટમાં નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે.

પાણીના લીધે હાઈવે બંધ : જામનગર-રાજકોટ હાઈવે બંધ થઈ ગયો છે અને ધુવાવ ગામમાં રૂપારેલ નદીના પાણી ઘૂસી ગયા છે. બીજી બાજુ જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા પાણી નગુણા ગામમાં ઘૂસી ગયા છે. જામનગર હાઇ-વે પર આવેલા કારના શો-રૂમમાં પાણી ભરાતા શો-રૂમમા રહેલી અનેક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

નદીઓ બની ગાંડીતુર : ધ્રોલમાં સાડા 6 ઈંચ વરસાદ વરસતા તાલુકાની તમામ નદીઓ ગાંડીતુર બની છે અને જામનગરને પીવાના પાણી પુરુ પાડતો ઉંડ 1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી 17 પાટીયા 15 ફુટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે. જેથી આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *