Breaking News

જમીન વેચવા લઈ જતા બ્રોકરે વિધવા મહિલા સાથે હોટેલના બંધ બારણે લાજ લુંટી, બિચારીએ રડતા રડતા કહ્યું કે, આ બ્રોકરને એવી સજા આપજો કે…

આજ કાલના સમયમાં ધંધો રોજગાર ચલાવો ખૂબ જ મુશ્કેલ બનતો જતો જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ધંધા રોજગારમાં દિન પ્રતિ દિન જુદી-જુદી મુસીબતોનો સામનો કરવો પડે છે. તો કેટલીક વખત તો છેતરપિંડીનો પણ ભોગ બનવું પડતું હોય છે. પુરુષ અને મહિલાઓ બંને એક સમાન ધંધો રોજગાર ચલાવે છે..

પરંતુ અત્યારે એક મહિલા સાથે ખૂબ જ માઠો બનાવો બન્યો છે. આ મામલો મધ્યપ્રદેશના ભોપાલનો છે. મુંબઈમાં અંધેરી વિસ્તારમાં રહેતી 47 વર્ષની એક મહિલા કે જે પોતે કેટરિંગનો વ્યવસાય ચલાવે છે. તેના પતિનું આજથી ત્રણ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. જ્યારથી તેના પતિનું મૃત્યુ થયું છે..

ત્યારથી જ તેના પતિના તમામ બિઝનેસ અને બીજા જુદા-જુદા કામકાજની જવાબદારી આ મહિલા ઉપર આવી ગઈ હતી. મહિલા ભણેલ ગણેલ હોવાથી ત્યાં તમામ કામોને કરવા જાણતી હતી. તેમની મુંબઈની એક પ્રોપર્ટી વેચવા માટે તેમનો સંપર્ક વકાર સિદ્દીકી નામના એક જમીન બ્રોકર સાથે થયો હતો.

આ બ્રોકરે તેમની તમામ જમીન વેચાવી દીધી હતી અને ખૂબ સારો પ્રોફિટ પણ થયો હતો. આ ડીલ થયા બાદ વકાર સીદીકી નામનો આ જમીન બ્રોકર અવારનવાર આ મહિલાના ઘરે જવા લાગ્યો હતો. મિત્રતા વધવા લાગી અને ત્યારબાદ મહિલાએ આ બ્રોકરને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના હાવુઆમાં પણ તેમની એક જમીન છે..

અને તેના ઉપર તેના સાસરિયાવાળાઓ એ કબજો જમાવી લીધો છે. ત્યારે વકાર સિદ્દીકી નામના આ લોકોને જણાવ્યું કે, આ પ્રોપર્ટીને પણ તે ગમે તેમ કરીને વેચાવી દેશે. આ પ્રોપર્ટી વેચવા માટે મહિલા આ બ્રોકરની સાથે સાથે જતી હતી. ત્યારે તેઓ ભોપાલના એમપી નગર પાસે આવેલી પોલીસ હોટલમાં જુદા જુદા રૂમમાં તેઓ રોકાયા હતા..

એ વખતે રાતના સમયે વકાર સીદીકી નામનો આ બ્રોકર મહિલાના રૂમ પાસે આવ્યો અને ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યો હતો. આ હરકતો જોઈને મહિલા ખૂબ જ હેરાન રહી ગઈ હતી. તેને તરત જ જોર જોરથી વિરોધ કરવાનો શરૂ કરી દીધું અને વકાર પોતાની રૂમમાં પરત ફરી ગયો હતો..

પરંતુ ચાર થી પાંચ દિવસ પછી જ્યારે આ જમીનનો સોદો પૂર્ણ કરીને તેઓ ફરી પાછા ભોપાલની હોટલમાં રોકાયા હતા. ત્યારે પણ રાતના સમયે વકાર ત્યાં આવી પહોંચ્યો હતો અને ફરી પાછો ખરાબ કરતો કરવા લાગ્યો હતો. પરંતુ આ વખતે મહિલાએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે તે પોતાના રૂમમાં પરત જવાને બદલે તેની સાથે મારપીટ કરીને ખૂબ જ ખરાબ કામો પણ કરવા લાગ્યો હતો..

અને કહેવા લાગ્યો કે, જો તું આ ઘટનાની જાણકારી પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિને આપીશ તો તને જાનથી મારી નાખીશ અને ત્યારબાદ તેણે ન કરવાના કારણો કરી નાખ્યા હતા. આ મહિલા પોતાના પતિનો બીસનેસ સાંભળવા માટે આવી હતી. પરંતુ આ બ્રોકરના કારણે અત્યારે તેની સાથે ખૂબ જ માઠો બનાવો બની ગયો છે..

આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફરી ક્યારેય આ પ્રકારની હરકતો ન કરે એટલા માટે તેમના પરિવારજનોને પણ જાણકારી આપી દેવી જોઈએ. આ બાબતને લઈને મહિલાએ અત્યારે ફરિયાદ નોંધાવી છે. અને વકાર સીદીકી નામના આ બ્રોકરને પકડી પાડવા માટે જણાવ્યું છે.

પોલીસે પણ ફરિયાદ નોંધીને આરોપીને પકડી પાડ્યો છે અને તેની સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મહિલાએ જણાવ્યું કે આ બ્રોકરને એવી સજા અપાવજો કે તેને હમેશા હમેશા માટે યાદ રહે. કારણ કે તેણે આજે મારી લાજ લુંટી છે જો તેની હિમ્મત ડામવામાં નહી આવે તો આવતી કાલે તે બીજાની સાથે પણ આવું કરી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *