Breaking News

જમીન અને મકાન વારસાઈમાં ચારેય દીકરાને આપી દીધા બાદ, કપાતર દીકરાઓએ ઘરડા માં-બાપ સાથે કર્યું એવું કે માં-બાપ જતી જિંદગીએ રડ્યા..!

આજની પેઢી પોતાના સ્વાર્થ માટે ગમે તે કામ કરી રહી છે. લોકો આજકાલ પોતાના સ્વાર્થ માટે તેમને જન્મ આપેલા માતા પિતાને તરછડી રહ્યા છે. જે માતા પિતાએ પોતાના બાળકોને દુનિયા બતાવી તે જ બાળકો માતા પિતા પાસેથી દુનિયા છીનવી રહ્યા હોય છે. આવી અનેક ઘટનાઓ બનતી જોવા મળી છે અને હાલમાં પણ આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના પિપરાઈ મૌજા વિજયગઢ ગામમાં બની હતી. વિજયગઢ ગામમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં વૃદ્ધ પતિ-પત્ની રહેતા હતા. પતિ-પત્ની ગામમાં રહીને ગામની જમીનમાં જામફળના ઝાડ વાવીને તેમાં થતા જામફળ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેમાં વૃદ્ધ પતિનું નામ રામભરોસી હતું અને તેમની પત્નીનું નામ સુમિત્રા હતું.

બંને પતિ-પત્નીને 5 સંતાનો હતાં. જેમાં 4 દીકરા અને 1 દીકરી હતી. આ ચારેય દીકરા અને દીકરી ગ્વાલિયરમાં રહેતા હતા અને પિતાએ તેમના આ ચારેય દીકરાને જમીન અને પૈસાની વહેંચણી કરી આપી હતી. વૃદ્ધ પતિ-પત્ની પાસે ફક્ત વિજય ગઢ ગામમાં તેઓએ જે જમીન વાવતા હતા તે જમીન અને તેઓ જે ઘરમાં રહેતા હતા.

તે ઘર વહેંચવાનું બાકી હતું. બાકી બધી જ સંપત્તિ તેમના ચારે દીકરાની વેચી દીધી હતી. દીકરાઓ તેમના માતા પિતાને બરાબર રાખતા ન હતા. જેના કારણે માતા-પિતા પોતાના જ વતનમાં રહીને જમીન વાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ એક દિવસ ચારે દીકરાઓ ગામ આવ્યા હતા અને માતા-પિતા જે જમીન વાવી રહ્યા હતા.

તે જમીન છેતરપિંડીથી તેમની પાસેથી લઈ લીધી હતી અને જમીન વેચી નાખી હતી. તેમજ માતા-પિતા જે ઘરમાં રહેતા હતા. તે ઘર પણ વેચી નાખ્યું હતું ત્યારબાદ માતા-પિતાને આ ઘટનાની જાણ ન હતી પરંતુ જે વ્યક્તિને જમીન અને મકાન વેચ્યા હતા. તેના માલિકો વૃદ્ધ પતિ-પત્ની પાસે આવ્યા હતા અને ઘરમાંથી બહાર નીકળવા કહ્યું હતું.

ત્યારે તેમને પોતાના દીકરાઓએ જમીન મકાન વેચી નાખ્યાની જાણ થઈ હતી જેના કારણે વૃદ્ધ દંપતિ 15 દિવસ સુધી ઘર વગર બહાર ભટકતા રહ્યા હતા અને તેમના દીકરાઓ પોતાના શહેર ગ્વાલિયરમાં પાછા પોતાના પરિવાર સાથે જતા રહ્યા હતા. માતા પિતાની શું હાલત થઈ છે કે દીકરાઓએ એક પણ વાર પાછળ ફરીને જોયું ન હતું.

માતા-પિતા ભટકી રહ્યા હતા અને તેઓ એક દિવસ પોલીસ કર્મચારી નરેશ શર્માના ઘર પાસે રખડતા પહોચ્યા હતા. તે સમયે નરેશ શર્મા પોતાના માતાનું શ્રાદ્ધ કરી રહ્યા હતા તેમની 80 વર્ષની માતાનું અવશાન થઈ ગયું હતું જેના કારણે તેણે અંતિમ સંસ્કાર કરીને તેમનું શ્રાદ્ધ કરી રહ્યા હતા. તે સમયે તેમણે જોયું તો પોતાના દરવાજે એક વૃદ્ધ દંપતી ઉભેલું હતું.

જેના કારણે દંપતિ રડી રહ્યું હતું અને દરેક વાત પૂછી હતી અને તે સમય દંપતિએ તેના દીકરાએ પોતાની સાથે દીકરાએ આ ઘટના કરી હોવાનું જણાવ્યું હતું જેના કારણે વૃદ્ધ દંપત્તિ ખૂબ જ આઘાતમાં હતા અને નરેશ શર્માએ વૃદ્ધ દંપતીને જે જમીન વેચાયેલ હતી. તે જમીનના ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને વૃદ્ધ દંપતીને ન્યાય મળે તેને તેના માટે તેણે અરજી પણ નોંધી હતી.

તેમના દીકરાઓનની તેઓ પૂછપરછ કરી રહ્યા હતા અને જમીન વૃદ્ધ દંપતીને પરત મળે તે માટે તેઓ કાર્યવાહી કરી રહ્યા હતા. એક વૃદ્ધ દંપતી સાથે ચારેય દીકરાઓએ મળીને આવી ઘટના કરી હોવાની કારણે વૃદ્ધ દંપતિ ચોધાર આંસુએ રહ્યો હતો અને તેઓને વૃદ્ધાવસ્થામાં આવા દિવસો ભોગવવાના વારા આવ્યા હતા. ચાર ચાર દીકરાઓ હોવા છતાં તેમની સાથે આવી ઘટના બની હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *