જે પરિવાર એકતાથી જીવન જીવતો હોય તેવા પરિવારની અંદર ક્યારેય પણ નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો થતો નથી, દરેક વ્યક્તિ સમજણથી ચાલે છે અને સમજણથી ચાલનારા વ્યક્તિઓ જીવનમાં હંમેશા સફળતાના પગથિયાઓ ચડતા હોય છે. પરંતુ કહેવાય છે કે એક સમયે પરિવારની એકતા કરતા પણ વધારે મહત્વ લોકો પૈસાને આપી રહ્યા છે..
જ્યારે સંપત્તિના ભાગલા પાડવાની વાત આવે છે, ત્યારે ગમે તેટલા સગા ભાઈઓ હોય તેમના વચ્ચે પણ તિરાડ પડી જવાના કેટ કેટલાય દાખલાઓ આપણી નજર સામેથી પસાર થઈ ચૂક્યા છે અને અત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ તમે પણ બે ઘડી વિચારવા લાગશો કે આખરે એક જમીનની સંપત્તિને કારણે આટલું મોટું પગલું ભરી લેવું ખૂબ જ ખોટી બાબત કહેવાય છે..
આ હચમચાવી દેતી ઘટના દાનપુર ગામની છે, આ ગામની અંદર ચંદ્રશેખરભાઈ નામના વડીલ તેમના સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમના પરિવારમાં તેમનો મોટો દીકરો સંજય નાનો દીકરો ધનંજય તેમજ તેમની નાનકડી દીકરી ચંદ્રિકાનો પણ સમાવેશ થતો હતો. સંજય અને ધનંજય બંને તેમના ગામથી 20 કિલોમીટર દૂર આવેલા શહેરમાં નોકરી કરતા હતા..
જ્યારે ચંદ્રશેખર ભાઈ ગામના સિંગ વિસ્તારમાં આવેલી 70 વીઘા જમીનમાં વાવણી કરીને પૈસા કમાતા હતા, જ્યારે ચંદ્રશેખર ભાઈ વડીલ થઈ ગયા અને તેમના શરીરે તેમનો સાથ આપવાનું બંધ કરી દીધું ત્યારે તેઓએ નક્કી કર્યું કે, તેમની 70 વીઘા જમીનને તેઓ તેમના બાળકોમાં સરખે ભાગે વહેંચી આપશે..
એ વખતે મોટો ભાઈ સંજય તેના નાના ભાઈને સંપત્તિ આપવા માંગતો હતો નહીં, તે તમામ સંપત્તિ અને અન્ય રૂપિયાઓ પણ પોતાના હાથ વગર રાખીને એ પૈસાથી મોટો બિઝનેસ કરવા માંગતો હતો. પરંતુ ચંદ્રશેખરભાઈએ જણાવ્યું હતું કે, સંપત્તિની વહેંચણી બંને ભાઈઓમાં સરખા ભાગે જ થશે આ બાબતને લઈને સંજય અને ધનંજય બંને વચ્ચે લડાઈ ઝઘડો પણ શરૂ થઈ ગયો હતો..
આ ઘટના એવી સાબિત થઈ હતી કે, ગામના દરેક લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા, સંજય તમામ જમીનને પોતાના નામે કરવા માંગતો હતો જ્યારે ધનંજય પોતાના હકની જમીન માંગતો હતો. સંજય અને તેની પત્ની ધનંજયની ઉપર એટલા બધા આવી બની ગયા કે, બિચારા ધનંજયને તો સાવ ચુપ કરાવી દીધો હતો..
તને જે પોતાના હકની જમીન માંગવાની કોશિશ કરી ત્યારે સંજય તેના સગા ભાઈ ઉપર હાથ ઉપાડી લીધો હતો અને આ લડાઈ ઝઘડો ધીમે ધીમે એટલો બધો આવેશમાં આવી ગયો કે, અંતે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું. સંજય લડાઈ ઝઘડામાં આટલો બધો ઉગ્ર બની ગયો કે તેના હાથમાં રહેલો લોખંડનો પાઇપ તેણે તેના નાના ભાઈને માથાના ભાગે મારી દીધો હતો..
અને આ દ્રશ્ય ચંદ્રશેખર ભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોની સાથે સાથે કુટુંબના અન્ય લોકો પણ પોતાની નજર સામે જોતા રહી ગયા તેવી રીતે સંજય તેના નાનાભાઈ ધનન જઈને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને ધીમ ઢાળી દીધું હતું, જ્યારે જનજીના માથામાં ફૂટ થઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું ત્યારે સંજયને ખૂબ જ પછતાવો થયો કે તેને આવેશમાં આવીને ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે..
પરંતુ ત્યારબાદ કશું થઈ શકે તેમ ન હોવાને કારણે તે વારંવાર રડવા લાગ્યો હતો, આ ઘટનાને લઈને ગામના લોકોએ પોલીસ સ્ટેશન સુધી પણ જાણકારી આપી દીધી કે, મોટાભાઈ તેના નાના ભાઈને જમીન વહેંચણીની બાબતને લઈને લડાઈ ઝઘડો શરૂ કર્યો અને ત્યારબાદ તેને મોતને ઘાટ પણ ઉતારી દીધો છે..
સંજયની સામે પોલીસે કેસ નોંધીને કાર્યવાહી પણ શરૂ કરી હતી, નજીવી જમીન વહેંચણીની બાબતને લઈને એક સગા ભાઈ તેના બીજા સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પ્રકારના ઘણા બધા બનાવો આપણે પાછળના સમયમાં પણ સાંભળી ચૂક્યા છીએ, જેમાં જમીન મકાન અને રૂપિયાની સંપત્તિની લઈને પારિવારિક લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જતા હોય છે. આ લડાઈ ઝઘડાવો એક દિવસ કોઈનો જીવ પણ લઈ લેતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]