Breaking News

જમવામાં મીઠું નાખવા બાબતે મિત્ર સાથે થયો ઝગડો, પિત્તો ગુમાવતા છરી જીંકીને પતાવી દીધો.. વાંચો કરુણ ઘટના વિશે..!

હમણાં થોડા દિવસ પહેલા જ સાસુ વહુને બટેકાનું શાક કેમ ન બનાવ્યું તે માટે મોટો ઝગડો થયો હતો અને હવે જમવામા મીઠું નાખવા બાબતે મિત્ર સાથે મોટા ઝગડામાં ઘાત.કી હ.ત્યા કરી નાખતા જ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે. અત્યારે લોકો કશું જ જોયા વગર અને નાની નાની વાતોમાં એકબીજાના જીવ લેવા પર ઉતરી આવે છે.

સબંધ અને મિત્રતાની ભાન ભૂલીને લોકો મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા છે. આ ઘટના હકીકત સુરતના કુડસદ ગામે થઈ છે. જેને સુરતની ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં હલ કરી નાખી છે અને આરોપીને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

આરોપી વિનુભાઈ પરમાર મૂળ અમરેલીના જામ્બરવાળા ગામના રહેવાસી છે અને તે હાલમાં કેટલા વરસોથી મુન્ના એજન્સીમાં વાલજી કાકાની રૂમમાં રહેતો હતો. આ વીનું પર ઘરના માલિકની હત્યાનો મોટો આરોપ છે. એક દિવસ રાત્રે ઘર માલિક વાલજી સોલંકી અને આરોપી વીનું સાથે ઘરમાલિક વાલજી સોલંકીના ત્યાં જમવા બેઠા હતા.

જમતી વેળાએ જમવામાંમાં મીઠા નાખવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ બોલાચાલી ખુબ વધી જતા તેઓ એકબીજા પર મારામારી પણ કરવા લાગ્યા હતા. ઝગડો થતા વીનું પરમારે વાલજી સોલંકીના શરીર અને ચહેરા પર એક પછી એક તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાત ઉતારી ફરાર થઇ ગયો  હતો.

આરોપી વીનુ પરમાર એટલો ચાલાક હતો કે, વાલજી સોલંકીની હ.ત્યા. કર્યા બાદ તેની લાશની નજીક મહિલાની બંગડીઓ, ચંપલ અને નિરો.ધ મૂકીને પોલીસને તપાસમાં ગુમરાહ કરવાનો ઈરાદો હતો. આ સબૂતો જોતા એવું લાગે કે આ મરણ કોઈ પ્રેમપ્રકરણના કારણે થયું છે. પરંતુ સુરત ગ્રામ્ય પોલીસને આ ઘટનાનો ભેદ સમજાય ગયો હતો.

તેથી પોલીસે આ આરોપી વીનું પરમારને પકડવા માટે કીમ પોલીસની મદદ લઈને હાઇવે પરથીપકડી પાડ્યો હતો. ત્યાર બાદ ખુબ કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વીનું પરમારે જ વાલજી સોલંકીને મારી નાખ્યો હતો. આરોપીએ મૃતક ફોન નજીકની ગટરમાં નાખ્યો હતો એ પણ મળી ગયો અને હત્યામાં વપરાયેલા હથિયાર પણ મળી આવ્યા હતા.

તેને પોતાનો ગુનો કબુલી લીધો હતો. આરોપી સાચો છે કે ખોટો એ માટે પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રી-કન્ટ્રકશન કરાવતા આરોપીએ મૃતકનો મોબાઈલ જે ગટરમાં નાખ્યો હતો એ મળી આવ્યો હતો. હત્યામાં વપરાયેલા હથિયાર અને લોહીથી ખદબદ આરોપીના કપડા મળી આવતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *