જામનગરમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગોકુલ નગર રોડ પર નવાનગર શેરી આવેલી છે. આ શેરીમાં નંબર 5માં રહેતા એક પરિવાર અચાનક જ ગુમ થઈ જતાની સાથે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ પરિવારમા કુલ પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો..
જેમાં એક પતિ-પત્નીની સાથે કુલ ત્રણ સંતાનો એમ ટોટલ પાંચ લોકો લાપતા થયા હોવાની ફરિયાદ નોંધાતા ની સાથે જ શહેરની પોલીસ આ ઘટનાને સુલજાવા માટે કામે લાગી ગઈ છે. પરિવારના મોભી એક હોટલ સંચાલક છે. અચાનક જ એક દિવસ સમગ્ર પરિવાર ગુમ થઈ ગયો છે…
ઘણા દિવસો સુધી આ પરિવારનો કોઈ પણ અતોપતો ન મળવાને કારણે આ પાસે વ્યક્તિઓને શોધવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કામ કરી રહી છે. આ પરિવારના મોભી અરવિંદભાઈ કે જેઓની ઉંમર ૫૨ વર્ષની છે. તેમજ તેમની પત્ની કે જેઓની ઉંમર ૪૫ વર્ષની છે..
આ સાથે સાથે તેમની દીકરી કિરણ, રણજીત અને કરણ એમ કુલ ત્રણ સંતાનો પણ ગાયબ છે. તેઓ શેરી નંબર 5 માં પ્રફુલભાઈ સવાણી નામના વ્યક્તિના મકાનમાં રહેતા હતા. એક દિવસ અચાનક જ તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તને ત્યાર પછી ક્યારેય પણ તેઓ પાછા આવ્યા નથી.
એક સાથે પાંચ લોકો ગુમ થવાના કારણે સૌ કોઈ લોકો કારણ જાણવા માટે ઝઝૂમી રહ્યા છે. કે આખરે એવું તો કયું કારણ છે કે જેના કારણે એક સાથે પાંચ લોકોને ઘર મૂકીને જવું પડ્યું..? તો બીજી બાજુ લોકો શંકા કરી રહ્યા છે કે આ પાંચ લોકો જીવિત હશે કે નહીં…? તેમજ તેઓની સાથે શું થયું હશે..?
તેઓ આ નિર્ણય પોતે જાતે લીધો હશે કે કોઇના દબાણમાં આવીને લીધો હશે..? વગેરે જેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. હાલ પોલીસ આ પરિવારને શોધવા માટે તપાસ ચલાવી રહી છે. ખરેખર આવા બનાવ બનતા જ સામાન્ય જનતા સોચમાં પડી જાય છે કે તેઓએ આવું શા માટે કર્યું હશે..?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]