Breaking News

જમાઈએ સાસુ ઉપર પેટ્રોલ છાંટીને દીવાસળી ફેંકી દીધી, સળગતી સાસુ દોડતી રહી અને બેશરમ જમાઈએ કર્યો મોટો કાંડ કે જાણીને થથરી જશો..!

સમાજમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેને સાંભળીને સામાન્ય માણસ ખૂબ જ ઉંડા વિચારમાં મુકાઈ જતો હોય કે આખરે લોકોની માનસિકતા કઈ હદ સુધી આગળ જઈ રહી છે. અને હવે ક્યારે સમાજના સૌ કોઈ લોકો હળી મળીને સાથે કોઈપણ લડાઈ ઝઘડા વગર રહેવા લાગશે..

હાલ વારાણસીના દુર્ગાકુંડ વિસ્તાર પાસે આવેલી માનસનગર કોલોની માંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને એકાએક હડકંપ મચી ગયો છે. આ સોસાયટીમાં એક મકાન બની રહ્યું છે. જે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વિવાદોમાં ચાલે છે. આ મકાનના માલિક નરેશ લાલ શ્રીવાસ્તવ તેમજ તેમની પત્ની પુનમ લાલ શ્રીવાસ્તવ બંને અહીં વારંવાર દેખરેખ માટે આવતા હતા..

તેઓ માનસ નગરની એક્સટેન્શન કોલોનીમાં રહેતા હતા. તેમની બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેઓએ તેમની બધી જમીન બંને દીકરીઓને સરખા ભાગે વહેંચી દીધી હતી. અને હવે તેમનું નવું બનતું મકાન પણ તેઓ તેમની દીકરીઓને જ વહેંચવાના હતા. પૂનમ લાલ શ્રીવાસ્તવ કે જેની ઉંમર 55 વર્ષની છે..

તેઓએ તેમનું નવું મકાન તેમની મોટી દીકરીને આપવાનું વિચાર્યું હતું. જ્યારે આ ઘટનાની જાણકારી નાની દીકરીના પતિને થઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. અને પોતાના સાસરેથી આ સંપત્તિને હડપવા માટે એવું પગલું ભરી બેઠો છે કે, જેના કારણે સમગ્ર જિંદગી બરબાદ થઈ ગઈ છે.

હકીકતમાં પૂનમલાલ શ્રીવાસ્તવએ વિચાર્યું હતું કે, આ મકાન તેઓ મોટી દીકરીને આપશે. ત્યારબાદ અન્ય જમીન અને મકાનો તેઓ નાની દીકરીને આપવાના હતા. પરંતુ આ ઘટનાની ચોખવટ કરે એ પહેલા તો નાની દીકરીનો પતિ ઉમા શંકર ગુસ્સે ભરાયો હતો અને તે તેના સાસુ સસરા સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચ્યો હતો.

આ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, જમાઈએ તેના સાસુ ઉપર પેટ્રોલ છાંટીને તેને દીવાસળી મૂકી દીધી હતી. અને ત્યારબાદ તેની પાછળ ભાગવા લાગ્યો હતો. પૂનમલાલ શ્રીવાસ્તવ સમગ્ર સોસાયટીમાં સળગતી સળગતી હાલતમાં દોડધામ મચાવી દીધી હતી. અને તેની પાછળ તેનો જમાઈ પણ ભાગવા લાગ્યો હતો..

આ ઘટનાને જોતાની સાથે જ આસપાસના પડોશીઓએ પાણીની ડોલ ભરીને ત્યાં આવ્યા અને પૂનમલાલ શ્રીવાસ્તવને આગથી બચાવ્યા હતા. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણકારી નરેશ લાલ શ્રીવાસ્તવને થઈ ત્યારે તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા અને તેમની બંને દીકરીઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી..

એમાં નાની દીકરીની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કારણ કે એક બાજુ તેની માતા હોસ્પિટલમાં હતી તો એક બાજુ તેના પતિએ તેની માતા ઉપર આગ લગાડીને જીવ લેવાની કોશિશ કરી હતી. આ આગ એટલી બધી ઊંડી બેસી ગઈ હતી કે, જેના કારણે પૂનમલાલ શ્રીવાસ્તવનો જીવ બચો પણ ખૂબ જ મુશ્કેલ હતો.

અને સાંજ સુધીની સારવાર બાદ સાંજે તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું. પત્નીના માતા પિતા ની સંપતિ હડકવા માટે પતિએ તેની સાસુને જ રસ્તા પરથી સાફ કરી નાખવાનું વિચાર્યું હતું. તેને એક પણ વાર એવું વિચાર્યું નહીં કે, તેના સાસુ સસરા એ જ તેને ભાગે પડતી જમીન આપી છે અને આગામી સમયમાં પણ તેઓ તેમની દીકરીને સંપત્તિના નામે કશું જ બાકી રાખવા માંગતા હતા નહીં..

છતાં પણ ટૂંક સમયમાં ગુસ્સે ભરાઈ જમાઈ આ મોટું પગલું ભરી લેતા હાલ તેને સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને તેની ધરપકડ કરી તેને કાર્યવાહી કર્યા બાદ કડકમાં કડક સજા પણ આપવામાં આવશે આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. તો અન્ય બે વ્યક્તિની જિંદગી બરબાદ થઈ ગઈ છે..

પૂનમલાલ શ્રી વાસ્તવનો જીવ જવાને કારણે તેની બંને દીકરીઓ તેમજ અન્ય પરિવારજનો પણ ખૂબ જ દુઃખી છે. જ્યારે આ ઘટનાને અંજામ આપનાર જમાઈની જિંદગી બગડી ગઈ છે. અને તેની પાછળ પાછળ તેની પત્ની પણ બેહાલ બની ગઈ છે. પુનમની નાની દીકરીને હાલ સમાજના મહેણા ટોણા પણ સાંભળવા પડી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *